For Daily Alerts

Moon in Janma Kundali: કુંડલીમાં કયા સ્થાને ચંદ્ર કેવું ફળ આપે છે, જાણો
કોઈ જાતકની કુંડલીમાં સૂર્ય બાદ બીજો સૌથી મહત્વપૂર્ણ ગ્રહ ચંદ્ર હોય છે. ચંદ્ર પ્રત્યેક સવા બે દિવસાં પોતાની રાશિ બદલે છે. ચંદ્રનો સંબંધ મન સાથે હોય છે અને તે જાતકના સંપૂર્ણ વ્યક્તિત્વ પર પ્રભાવ નાખે છે. આવો આજે ચંદ્ર વિશે જાણીએ કે કુંડલીાં કયા ભાવમાં બેસીને જાતક પર કેવા પ્રકારનો પ્રભાવ દેખાડે છે. તમે પણ તમારી કુંડલીના જન્માંગ ચક્ર અર્થાત લગ્ન કુંડલીમાં ચંદ્રની સ્થિતિ જાણીને માલૂમ કરી શકો છો.
- પ્રથમઃ ચંદ્ર જો પ્રથમ ભાવમાં અર્થાત લગ્નમાં હોય તો જાતક દુષ્ટ પ્રકૃતિનો, પાગલ, બોડો, અશાંત મન વાળો, મુંગો અને કાળા દેહ વાળો હોય છે.
- દ્વિતીયઃ ચંદ્ર દ્વિતીય ભાવમાં હોય તો જાતક અપરિમિત સુખ, ધન, મિત્રો સાથે યુક્ત તથા અધિક ધનનો સ્વામી અને ઓછા બોલવાવાળો હોય છે.
- તૃતીયઃ કુંડલીના ત્રીજા ભાવમાં બલી ચંદ્રમા હોય તો જાતકને ભાંડેળાઓનો સારો સહયોગ મળતો રહે છે. પ્રસન્ન રહેવા વાળો, વીર, વિદ્યા- વસ્ત્ર- અન્નથી ભરપૂર હોય છે.
- ચતુર્થઃ ચોથા ભાવનો ચંદ્રમા વ્યક્તિને બંધુ-બાંધવોથી યુક્ત બનાવે છે. સેવાભાવી, દાની, જલીય સ્થાનોને પસંદ કરનાર તથા સુખ-દુખથી મુક્ત હોય છે.
- પંચમ- પાંચમા ભાવનો ચંદ્રમા જાતકને કમજોર બનાવે છે. આવા વ્યક્તિમાં વીરતાની કમી હોય છે પરંતુ વિદ્યા, વસ્ત્ર, અન્નનો સંગ્રહકર્તા હોય છે. તેના પુત્ર વધુ હોય છે, મિત્રવાન, બુદ્ધિમાન અને ઉગ્ર પ્રકૃતિનો હોય છે.
- ષષ્ઠમઃ છઠ્ઠા ભાવનો ચંદ્ર હોય તો જાતકના શત્રુ વધારે હોય છે. તે તીક્ષ્મણ, કોળ શરીર વાળો, ક્રોધી, નશામાં ચૂર, પેટ રોગી હોય છે. ક્ષીણ ચંદ્ર હોવા પર જાતક અલ્પાયુ હોય છે.
- સપ્તમઃ સાતમા ભાવનો ચંદ્ર હોય તો જાતક સુશીલ, સંઘર્ષશીલ, સુખી, સુંદર શરીર વાળો, કામી હોય છે. કૃષ્ણ પક્ષનો નિર્બળ ચંદ્ર હોય તો અવારનવાર રોગોથી પીડિત રહે છે.
- અષ્ટમઃ આઠમા ભાવનો ચંદ્રમા જાતકને બુદ્ધિમાન, તેજવાન, રોગ-બંધનથી કૃશ દેહધારી બનાવે છે. ચંદ્રમા ક્ષીણ હોય તો જાતક અલ્પાયુ હોય છે.
- નવમઃ નવમા ભાવમાં ચંદ્રમા હોય તો જાતક દેવ-પિતૃકાર્યમાં તત્પર, સુખી, ધન-બુદ્ધિ પુત્રથી યુક્ત, સ્ત્રીઓનો પ્રિય તથા ઉદ્યમી હોય છે.
- દશમઃ દશમા ભાવમાં ચંદ્ર હોય તો જાતક દુખ રહિત, કાર્યમાં તત્પર, કાર્યકુશળ, ધનથી સંપન્ન, પવિત્ર, અધિક બળવાન, વીર અને દાની હોય છે.
- એકાદશઃ 11મા ભાવનો ચંદ્રમા હોય તો જાતક ધની, અધિક પુત્રવાન, દીર્ઘાયુ, સુંદર, ઈચ્છિત નોકરી વાળો, મનસ્વી, ઉગ્ર, વીર અને કાતિમાન હોય છે.
- દ્વાદશઃ કુંડલીમાં 12મા ભાવમાં ચંદ્રમા હોય તો જાતક દ્વેષી, પતિત, નીચ, નેત્રરોગી, આળસુ, અશાંત, સદા સુખી રહેવા વાળો હોય છે.
PM Modi Horoscope: પીએમ મોદી માટે કેવું રહેશે વર્ષ 2021, જાણો શું કહે છે ભવિષ્યફળ
Comments
English summary
Moon in Janma Kundali reveals secrets about you