Narak Chaturdashi 2020: નરકાસુરના અવસાનનુ પર્વ છે નરક ચૌદશ
Narak Chaturdashi 2020: ભારતમાં સૌથી મહત્વપૂર્ણ પાંચ દિવસીય મહોત્સવ દિવાળીનો તહેવાર અઢળક કથાઓ અને પ્રસંગોનો સાક્ષી છે. દીપ પર્વનો બીજો દિવસ નરક ચતુર્દશી અથવા નરક ચૌદશના નામથી ઓળખવામાં આવે છે. નામ પરથી જ જાણી શકાય છે કે આ તહેવાર દૈત્યરાજ નરકાસુર સાથે જોડાયેલા છે. ઉત્તર ભારતમાં નરક ચૌદશ પર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા નરકાસુરના વધની કથા પ્રચલિત છે. વળી, જ્યારે આપણે દક્ષિણ ભારતની વાત કરીએ ત્યારે આ કથામાં વિષ્ણુના વામન અવતાર અને રાજા બલિનો પ્રસંગ આવે છે.
આજે આ બંને કથાઓ વિશે જાણીએ
ઉત્તર ભારતની વાત કરીએ તો દ્વાપર યુગમાં એક મહા શક્તિશાળી અસુરનો ઉલ્લેખ મળે છે. તેનુ નામ હતુ નરકાસુર અને તેની ક્રૂરતાની કોઈ સીમા નહોતી. મહા બળશાળી નરકાસુરને એ વરદાન મળ્યુ હતુ કે તેને કોઈ સ્ત્રી જ પરાસ્ત કરી શકે છે. આ કારણે દેવતાઓ તેને હરાવી શકતા નહોતા અને તેણે સ્વર્ગ પર પણ અધિકાર લઈ લીધો હતો. નરકાસુરે 16 હજાર યુવતીઓને બંધક બનાવીને રાખી હતી. તે આ યુવતીઓની બલિ ચડાવીને અમરત્વ મેળવવા માંગતો હતો. માટે શ્રીકૃષ્ણએ કારતક મહિનાની ચૌદશે પોતાની પત્ની સત્યભામાના નેતૃત્વમાં નરકાસુર સાથે પ્રચંડ યુદ્ધ કર્યુ અને તેને મારીને બધી યુવતીઓને સ્વતંત્ર કરાવી. આ અસુરના નામ પર આ દિવસને નરકાચૌદશ કહેવાય છે.
લોકપ્રિય સમ્રાટ રાજા બલિ સાથે જોડાયેલી છે કહાની
દક્ષિણ ભારતની કથા ત્યાંના લોકપ્રિય સમ્રાટ રાજા બલિ સાથે જોડાયેલી છે. રાજા બલિ મહાશક્તિશાળી હતો અને અસુર કુળમાં જન્મ લેવા છતાં તે દરેક રીતે સુસંસ્કૃત હતો. તે પોતાની પ્રજાનુ ધ્યાન રાખતો હતો અને ભગવાનનો ભક્ત પણ હતો. તેણે પોતાના બળ પર ધરતી, સ્વર્ગ અને પાતાળ પર પણ પોતાની સત્તા સ્થાપિત કરી લીધી હતી. માટે દેવતાઓને સ્વર્ગ પાછુ અપાવવા માટે શ્રી વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો. તેમણે યજ્ઞના સમયે યાચક બનીને બલિને ત્રણ પગ ભૂમિ માંગી અને માત્ર 2 પગમાં સંપૂર્ણ ધરતી, સ્વર્ગ અને પાતાળ માપી લીધુ. ભગવાનનો ભક્ત હોવાના કારણે બલિ તરત જ સમજી ગયો કે સ્વયં હરિ વિષ્ણુ પધાર્યા છે. તેણે ત્રીજો પગ રાખવા માટે પોતાનુ માથુ આગળ ધરી દીધુ. ભગવાન વિષ્ણુ તેના પર વધુ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યુ. રાજા બલિએ કહ્યુ કે જ્યાં સુધી આ પૃથ્વી છે, ત્યાં સુધી આજથી ત્રણ દિવસ દરેક કાળમાં અહીં મારુ જ રાજ્ય હોય. આ ત્રણ દિવસમાં જે મારી પૂજા કરે, યમરાજ પણ તેને ત્રાણ ન દઈ શકે. આ દિવસે ચતુર્દશી તિથિ જ હતી. આ રીતે દક્ષિણ ભારતમાં રાજા બલિની યાદમાં નરક ચૌદશ ધામધૂમથી મનાવવાનુ પ્રચલન શરૂ થયુ.
Diwali 2020: દિવાળીમાં લક્ષ્મી પૂજન ગણેશજી સાથે કેમ થાય છે?