
Narsimha Jayanti 2021: સંકટોથી રક્ષા કરશે ભગવાન નરસિંહ, જાણો કથા
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીની તિથિના દિવસે ભગવાન નરસિંહ અવતારના રૂપમાં પ્રગટ થયા હતા. માટે આ દિવસે નરસિંહ જયંતિ ઉજવવામાં આવે છે. ભગવાન નરસિંહને શક્તિ, પરાક્રમ અને શત્રુઓના નાશકના રૂપમાં ઓળખવામાં આવે છે. આ વર્ષે નરસિંહ જયંતિ 25 મે 2021ને મંગળવારે આવી રહી છે. આ દિવસે નરસિંહ ભગવાનની પૂજા કરી જીવનના સંકટોને નાશ કરવાની કામના કરાય છે.

નરસિંહ જયંતીની કથા જરૂર વાંચવી
નરસિંહ અવતાર ભગવાન વિષ્ણુના પ્રમુખ 10 અવતારોમાંથી એક છે. નરસિંહ અવતારમાં ભગવાન વિષ્ણુએ અડધા મનુષ્ય અને અડધા સિંહનું શરીર ધારણ કરી દાનવ રાજ હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો. પૌરાણિક કથાઓ મુજબ એક સમય કશ્યપ નામના ઋષિ થયા હતા. તેમની પત્નીનું નામ દિતિ હતું. તેમને બે પુત્ર થયા, જેમાંથી એકનું નામ હરિણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશ્યપુ હતું. હિરણ્યાક્ષને ભગવાન વિષ્ણુએ પૃથ્વીની રક્ષા કરવા માટે વરાહ અવતાર ધારણ કરી મારી નાખ્યો હતો. પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે હિર્ણયકશ્યપુએ બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી અજેય થવાનું વરદાન પ્રાપ્ત કરી લીધું. તેણે વરદાન મેળવી લીધું કે તે દિવસે પણ ના મરે, રાત્રે પણ ન મરે, ઓરડાની બહાર પણ ના મરે અને અંદર પણ ન મરે, માણસ પણ ન મારી શકે અને પ્રાણી પણ ન મારી શકે. તે પોતાની પ્રજા પર પણ અત્યાચાર કરવા લાગ્યો. આ દરમિયાન હિરણ્યકશ્યપુની પત્ની કયાધુએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ પ્રહ્લાદ રાખ્યું. એક રાક્ષસ કુળમાં જન્મ લીધા બાદ પણ પ્રહલાદ ભગવાન નારાયણનો પરમ ભક્ત હતો અને તે હંમેશા પોતાના પિતા દ્વારા કરવામાં આવતા અપરાધોનો વિરોધ કરતો હતો.

નારાયણ ભક્તિથી હટાવવા હિરણ્યકશ્યપુએ ઘણા પ્રયાસ કર્યા
પોતાના પુત્રને નારાયણ ભક્તિથી હટાવવા માટે હિરણ્યકશ્યપુએ કેટલાય પ્રયત્નો કર્યા, તેના પર કેટલાય અત્યાચાર પણ કર્યા પરંતુ પ્રહલાદ પોતાના પથથી વિચલિત ના થયો. તે પોતાના પિતાને હંમેશા કહેતો હતો કે તમે મારા પર ગમે તેટલો અત્યાચાર કરી લો પરંતુ મને નારાયણ દર વખતે બચાવી લેશે. આ વાતથી ક્રોધિત થઈ હિરણ્યકશ્યપુએ તેને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસાડી જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો. હોલિકાને વરદાનુ હતું કે અગ્ની તેને સળગાવી નહોતી શકતી. પરંતુ જ્યારે પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડીને અગ્નિને હવાલે કરી દેવામાં આવ્યો તો તેમાં હોલિકા તો સળગીને ખાખ થઈ જ ગઈ પરંતુ પ્રહલાદને કંઈ ના થયું.
Lunar Eclipse 2021: બુદ્ધ પૂર્ણિમાના દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે, સમય અને સૂતક કાળ જાણો
આ ઘટનાએ હિરણ્યકશ્યપુને બહુ ક્રોધિત કરી દીધો. તું બહુ નારાયણ નારાયણ કરતો ફરે છેને તો કે ક્યાં છે તારા નારાયણ. પ્રહલાદે જવાબ આપ્યો કે પિતાજી મારા નારાયણ આ શ્રૃષ્ટિના કણ કણમાં વ્યાપ્ત છે. ક્રોધિત હિરણ્યકશ્યપુએ કહ્યું કે, શું તારા ભગવાન આ થાંભલામાં પણ છે? પ્રહલાદે હા કહેતાં જ હિરણ્યકશ્યપુએ થાંભલા પર પ્રહારકર દીધો ત્યારે જ થાંભલાને ફાડી ભગવાન વિષ્ણુ અડધા સિંહ અને અડધા મનુષ્યના રૂપમાં નરસિંહ અવતાર લઈ પ્રકટ થયા અને તેમણે હિરણ્યકશ્યપનો વધ કર્યો.

નરસિંહ પૂજનની વિધિ
નરસિંહ જયંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. તમારા ઘરના પૂજા સ્થળે એક લાલ શ્વેત વસ્ત્ર પાથરી તેના પર ભગવાન નરસિંહ અને મા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. સમસ્ય સામગ્રીથી પૂજા કરો. ભગવાન નરસિંહની પૂજામાં ફળ, ફુલ, પંચમેવા, કુમકુમ કેસર, નારિયેળ, અક્ષત અને પીતાંબરનો ઉપયોગ કરો. ભગવાન નરસિંહના મંત્ર ઓમ, નરસિંહાય વરપ્રદાય નમઃ મંત્રનો જાપ કરો. દિવસભર વ્રત રાખો.

ભગવાન નરસિંહની પૂજાના લાભ
- ભગવાન નરસિંહની પૂજા અને વ્રત રાખવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. જે જાતકો નરસિંહ જયંતિના દિવસે વિધિ વિધાનથી નરસિંહ ભગવાનની પૂજા કરે છે તેમને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. કોર્ટ કચેરી સંબંધી મામલાઓમાં જીત હાંસલ થાય છે.
- કોઈપણ પ્રકારના આકસ્મિક સંકટ સમયે ભગવાન નરસિંહને યાદ કરવાથી સંક્ટમાંથી તરત મુક્તિ મળે છે.
- ગર્ભવતી મહિલાઓ જો પ્રસવ સમયે ભગવાન નરસિંહના મંત્રનો જાપ કરે છે તો તેમનો પ્રસવ સુખપૂર્વક અને દર્દ વિના જ થઈ જાય છે.