For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો નવરાત્રીમાં ક્યારે અને કેવી રીતે કરશો કન્યા પુજન

By Desk
|
Google Oneindia Gujarati News

નવરાત્રીનો સમય એટલે દરેક ઘર-ઘર અને મંદિરોમાં માતાની પુજા કરવાનો સમય. જેમાં અનેક વિધી વિધાનો અને મંત્રો દ્વાર માતાને ખુશ કરવા પ્રયત્ન થાય છે. નવરાત્રીનો સમય એટલે માતાની ભક્તિમાં ડુબી જવાનો સમય. આ નવ દિવસ હિંદુ શાસ્ત્રો પ્રમાણે અતિ શુભ મનાય છે. જેમાં દરરોજ માતાના નવે નવ સ્વરુપોને રીઝવવા અનેક શાસ્ત્રીય વિધી-વિધાનો કરવામાં આવે છે. તેમાંની જ એક છે કન્યા પુજન.

kanya pujan

પ્રાચિન કાળથી કન્યા બચાઓ અભિયાનને ધર્મ સાથે જોડી દેવાયુ છે. તેના ફળ સ્વરુપે આજે પણ નવરાત્રીના પવિત્ર દિવસોમાં કન્યાઓનુ પુજન કરવામાં આવે છે. આ દમિયાન સ્ત્રીના નવ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે, જે સ્ત્રીના વ્યકિતત્વમાં પહેલેથી હોય છે. નવરાત્રીના નવ દિવસ સુધી ઘર-ઘરે સ્ત્રીઓનુ પુજા થાય છે.

kanya pujan

શાસ્ત્રાનુસાર કન્યા પુજન પાછળનુ ધાર્મિક કારણ
નવરાત્રીના આઠમાં દિવસે કન્યા પુજન પાછળ આપણા ઋષીમુનીઓનો ઉદેશ્ય 'કન્યા પુજન, કન્યા અત્યાચાર રોકો ' નો હતો. તે સમયે વિજ્ઞાન એટલુ ન્હોતુ વિકસ્યુ કે ભ્રુણ હત્યા થઈ શકે, માટે દિકરીઓ પર અત્યાચાર કરવામાં આવતા હતા. દિકરા-દીકરીમાં ભેદભાવ કરવામાં આવતો અને દિકરીઓ પર પોતાના નિર્ણયો થોપાતા. આ અત્યાચારોને રોકવા માટે આપણા મુનીઓ એ કન્યા પુજનનુ વિધાન રાખ્યુ હતું.

kanya pujan

કયા દિવસે કરશો કન્યા પુજન
આમ તો નવરાત્રીના નવે નવ દિવસ કન્યાઓને ભોજન કરાવવુ લાભપ્રદ ગણાય છે. શાસ્ત્રો મુજબ કન્યા પુજન માટે આઠમનો દિવસ સૌથી સારો મનાય છે. નવરાત્રીના નવે-નવ દિવસના ઉપવાસ કરનારાઓએ નવમીના દિવસે કન્યા પુજન કર્યા બાદ ભોજન કરવુ.

kanya pujan

કન્યા પુજનની વિધી
એક દિવસ અગાઉથી કન્યાઓને આમંત્રણ આપવુ જોઈએ. ત્યારબાદ બીજા દિવસે કન્યાઓનુ પુજન કરવુ. નવ કન્યાઓ સાથે એક છોકરો પણ હોવો જોઈએ. નવ કન્યાઓ સાથે એક છોકરાનુ પણ પુજન કરવુ. કન્યાઓ જ્યારે ઘરે આવે તે સમયે તેમના પર પુષ્પ વર્ષા કરી માતા દુર્ગાના નવે નામોનુ ઉચ્ચારણ કરી જયજયકાર કરવો જોઈએ.

kanya pujan

ત્યારબાદ આ કન્યાઓને સ્વચ્છ આસન પર બેસાડી દુધ વડે તેમના પગ ધોવા જોઈએ. તેમના માથા પર કુમકુમ ચાંદલો કરી પુષ્પ વર્ષા કરવી જોઈએ. માતા ભગવતીનુ ધ્યાન કરી દેવી સ્વરુપ આ નવ કન્યાઓને તેમના પસંદનુ ભોજન કરાવવુ જોઈએ. ભોજનબાદ તમારી શક્તિ મુજબ તેમને કપડા, ઉપહાર કે દક્ષિણા આપી ચરણ સ્પર્શ કરી તેમના આશિર્વાદ લેવા જોઈએ.

kanya pujan

સૂચના-નવરાત્રી સિવાય પણ દર મહિને એક વખત નવ કન્યાઓનુ પુજન કરી ભોજન કરાવવાથી ઘરમાં ક્યારેય દરિદ્રતા આવશે નહિં અને તમારી બધી ઈચ્છાઓ પુરી થશે.

English summary
Kanya Pujan is a Hindu holy day celebrated on the eighth and ninth day of Navaratri festival. Nine young girls representing the nine forms of Goddess Durga are worshiped.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X