નવરાત્રી 2019: આ રાશિના લોકોના ઘરે પધારશે માતા, આપશે વિશેષ આશિર્વાદ
આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થશે. હિંદુ ધર્મમાં નવરાત્રીને ખાસ ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દરમિયાન જે ભક્તો માતાની સાચા દિલથી આરાધના કરે છે, માતા તેમની મનોકામના જલ્દી પૂરીં કરે છે. નવરાત્રીનો આ સમય અત્યંત શુભ મનાય છે. લોકો માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ તેમના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરે છે. નવરાત્રીનો આ તહેવાર દરેક રાશિના જાતકોને પ્રભાવિત કરે છે. આજે અહીં તમને જણાવિશું કે નવરાત્રીના આ નવ દિવસ તમારી રાશિ પર કેવી અસર કરશે.

મેષ
શારદીય નવરાત્રી અત્યંત ખાસ રહેવાની છે. આ નવ દિવસ દરમિયાન તમે તમારા કાર્યક્ષેત્રે અને વેપારમાં ઉન્નતિ હાંસલ કરશો. તમારી તબિયતને લઈ સાવધાન રહેજો. માતાનું પૂજન કરવા માટે લાલ ફૂલ અને લાલ ચંદનની માળાનો ઉપયોગ કરજો.

વૃષભ
માતાના આગમનથી આ રાશિના જાતકોને કેરિયરમાં લાભ થશે. આ દરમિયાન શત્રુ પક્ષથી સાવધાન રહેજો. તેમનાથી બચવા માટે સફેદ ચંદનની માળા લઈ દેવીના મંત્રોનો જાપ કરજો.

મિથુન
મિથુન રાશિના જાતકો કે જેઓ નોકરીની શોધમાં છે તેમની શોધ આ નવરાત્રી દરમિયાન પૂરીં થશે. માતાની કૃપા મેળવવા માટે તુલસીની માળાથી ગાયત્રી મંત્રના જાપ કરજો. માતાને ભોગમાં ખીર ધરાવો.

કર્ક
કર્ક રાશિના જાતકો આ સમયે થોડા સાવધાન રહે. વેપારમાં જોડાયેલા તમારા ભાગીદાર તરફથી દગો થઈ શકે છે. આ કારણે તમારી ચિંતા વધશે. તમે સફેદ ચંદનની માળાથી જાપ કરો અને દૂધની બનેલી મિઠાઈનો ભોગ ધરાવો.

સિંહ
માતાને સમર્પિત આ પર્વની સાથે જ સિંહ રાશિના જાતકોનો સારો સમય શરૂ થઈ જાય છે. આરોગ્ય મામલે લાભ થશે અને કોઈ જૂની બિમારીથી છૂટકારો મળશે. ગુલાબી રત્નથી બનેલી માળાથી મંત્ર જાપ કરવાથી લાભ થશે.

કન્યા
નવરાત્રિ દરમિયાન કન્યા રાશિના જાતકો પોતાની તબિયતનું ધ્યાન રાખે. બહારનું જમવાનું ટાળે. માતાને ખુશ કરવા માટે તુલસીની માળાથી ગાયત્રી દુર્ગા મંત્રનો જાપ કરવાથી લાભ થશે.

તુલા
29 સપ્ટેમ્બરે શરૂ થનારી આ નવરાત્રી સાથે તુલા રાશિ માટે પણ સારા સમયની શરૂઆત થાય છે. આ સમયે તમને ધનલાભ થવાની શક્યતા છે. માતાની દિલથી ભક્તિ કરજો.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય સકારાત્મક રહેશે. જેઓ પોતાનો બિઝનસ શરૂ કરવા ઈચ્છે છે તેમની માટે આ સમય સારો રહેશે. જરૂરિયાતમંદો પર માતાની કૃપા જળવાઈ રહેશે.

ધન
આ નવરાત્રીમાં મા ના શુભ પગલાં તમારા ઘરે આવશે. આ દરમિયાન નવું વાહન કે ઘરની ખરીદી થઈ શકે છે. તમે ભૌતિક સુખ-સુવિધાની વસ્તુઓ પર ખર્ચા કરશો. તમે માતાને પીળા રંગની મિઠાઈ ભોગ લગાવજો.

મકર
મકર રાશિના જાતકો માટે આ સમય કંઈ ખાસ નથી. તમારા ખર્ચા વધી શકે છે. આર્થિક નુકશાનની શક્યતા છે. માતાને હલવાનો પ્રસાદ ચઢાવજો.

કુંભ
કુંભ રાશિના જાતકો માટે આ નવ દિવસ અત્યંત શુભ રહેશે. આર્થિક ઉન્નતિમાં અડચણ આવી રહી છે તો આ દરમિયાન તેમાંથી છૂટકારો મળશે. તમે માતાને અડદની દાળની બનેલી મિઠાઈનો ભોગ લગાવજો.

મીન
તમારા માટે આ નવ દિવસ અનુકૂળ રહેશે. વેપારમાં ઉન્નતિ જોવા મળશે. પ્રવાસ દરમિયાન થોડા સાવધાન રહેજો. માતાની કૃપા મેળવવા માટે પીળી મિઠાઈ અને કેળાનો ભોગ લગાવજો.
નવરાત્રી 2019: આ તારીખથી શરૂ થઇ રહી છે શારદીય નવરાત્રી