
Navrtri 2021: આજે નવરાત્રિનો ત્રીજો અને ચોથો દિવસ એક સાથે, મા ચંદ્રઘંટા અને કૂષ્માંડાની પૂજાનો શુભ સંયોગ
નવરાત્રિનો ત્રીજો દિવસઃ ચંદ્રઘંટા
રૂપઃ સુંદર, મોહક અને અલૌકિક
ભુજાઓઃ દસ
વાહનઃ સિંહ
પૂજા કરવાથી દરેક સમસ્યાનો અંત આવે છે.
નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવાામાં આવે છે પરંતુ હિંદુ પંચાંગ અનુસાર આ વખતે ત્રીજ અને ચોથ એક જ દિવસે આવે છે જેના કારણે મા ચંદ્રઘંટા અને મા કૂષ્માંડાની પૂજાનો શુભ સંયોગ એક જ દિવસે બની રહ્યો છે. આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે માટે મા ચંદ્રઘંટાની સાથે કૂષ્માંડા માતાનુ પૂજન પણ આજે જ કરવામાં આવશે. ત્રીજ અને ચોથ એક જ દિવસે હોવાના કારણે આ વખતે નવરાત્રિનુ સમાપન પણ આઠ દિવસમાં થઈ જશે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલી નવરાત્રિનુ સમાપન 14 ઓક્ટોબરના દિવસે ગુરુવારે થશે.
પૂજા વિધિ
સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરીને પૂજા સ્થળ પર ગંગાજળનો છંટકાવ કરવો.
મા ચંદ્રઘંટા અને કૂષ્માંડા માતાનુ ધ્યાન કરવુ અને તેમની સામે દીવો પ્રગટાવવો.
માતાજીને ચોખા, સિંદૂર, પુષ્પ વગેરે ચડાવવુ.
ત્યારબાદ પ્રસાદ તરીકે ફળ અને મિઠાઈ અર્પણ કરવા.
મા ચંદ્રઘંટા અને મા કૂષ્માંડાની આરતી કરવી.
મા ચંદ્રઘંટાનો દૂધ અથવા દૂધમાંથી બનેલી મિઠાઈનો પ્રસાદ ધરાવવો જોઈએ.
મંત્ર
या देवी सर्वभूतेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
મા ચંદ્રઘંટા
ત્રીજા દિવસની માતા ચંદ્રઘંટા દેવી છે. તેમણે રાક્ષસોના સંહાર માટે અવતાર લીધો હતો. આમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ દેવોની શક્તિઓ શામેલ છે. તેઓ પોતાના હાથમાં તલવાર, ત્રિશૂલ, ધનુષ અને ગદા ધારણ કરે છે. તેમના માથા પર ઘંટાના આકારમાં અર્ધચંદ્ર વિરાજમાન છે માટે તે ચંદ્રઘંટા કહેવાય છે. પોતાના ભક્તો માટે મા ચંદ્રઘંટાનુ સૌમ્ય અને શાંત છે. તે દુષ્ટોનો સંહાર કરે છે.

નવરાત્રિનો ચોથો દિવસઃ કૂષ્માંડા
રૂપઃ સરસ, સૌમ્ય અને મોહક
ભુજાઓઃ આઠ
વાહનઃ સિંહ
પૂજા કરવાથી બધા રોગનો નાશ થાય છે.
મંત્ર
या देवी सर्वभूतेषु मां कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
મા કૂષ્માંડા
નવરાત્રિના ચોથા દિવસે દૂર્ગાના ચોથા સ્વરૂપ કૂષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે. કૂષ્માંડા માતાને આઠ ભૂજાઓ છે માટે તેમને અષ્ટભૂજા દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના શરીરની કાંતિ તેમજ પ્રભા સૂર્ય સમાન દૈદીપ્યમાન છે. તેઓ પોતાની ભૂજાઓમાં કમંડળ, ધનુષ, બાણ, કમણ-પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર તથા ગદા વગેરે વસ્તુઓ ધારણ કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ચારે તરફ અંધકાર હતો ત્યારે તેમના દ્વારા બ્રહ્માંડની ઉત્પતિ થઈ ગી. તેમના પ્રકાશ અને તેજથી દશે દિશાઓ પ્રકાશિત થાય છે. મા કૂષ્માંડા સૃષ્ટિના આદિસ્વરૂપ મા આદિશક્તિ છે.