Navratri 2020: નવદૂર્ગાનુ પાંચમુ સ્વરૂપ 'સ્કંદમાતા'
નવરાત્રિનો પાંચમો દિવસઃ સ્કંદમાતા
રૂપઃ સરસ, સૌમ્ય અને મોહક
ભૂજાઓઃ ચાર
વાહનઃ સિંહ
પૂજા કરવાથી મોક્ષ મળે છે.
નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદમાતાના નામે હોય છે. માના દરેક સ્વરૂપની જેમ આ રૂપ પણ ખૂબ જ સરસ અને મોહક છે. સ્કંદમાતા પોતાના ભક્તોને મોક્ષ આપે છે. ભલે ગમે તેટલો પાપી કેમ ન હોય પરંતુતે માના શરણમાં જાય તો મા તેને પણ પોતાના પ્રેમના પાલવથી ઢાંકી લે છે. મા સ્કંદમાતાની પૂજા નિમ્ન લિખિત મંત્રથી આરંભ કરવી જોઈએ.
या देवी सर्वभूतेषु मां स्कंदमाता रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
આ દેવીને ચાર ભૂજાઓ છે. માતાએ ઉપરવાળી ભૂજાથી સ્કંદને ખોળામાં પકડેલો છે. નીચેવાળી ભૂજામાં કમળનુ પુષ્પ છે.ડ ડાબી તરફ ઉપરવાળી ભૂજામાં વરદમુદ્રામાં છે અને નીચેવાલી ભૂજામાં કમળ પુષ્પ છે. કહે છે કે તેમની કૃપાથી મૂઢમાં પણ જીવ આવી જાય છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતાના કારણે તેમને સ્કંદમાતા નામથી ઓળખવામાં આવ્યા છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે માટે તેમને પદ્માસના પણ કહેવાય છે. સિંહ તેમનુ વાહન છે.
શાસ્ત્રોમાં તેમનુ પુષ્કળ મહત્વ જણાવવામાં આવ્યુ છે. તેમની ઉપાસનાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. ભક્તને મોક્ષ મળે છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય બની જાય છે.
Navratri 2020: ચોથા દિવસે થાય છે 'મા કૂષ્માંડા'ની પૂજા