For Quick Alerts
For Daily Alerts
નવરાત્રી ઉપવાસ દરમિયાન રાખો આ વાતોનું ખાસ ધ્યાન...
18 માર્ચથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવ દિવસ ચાલનાર આ પૂજામાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજા કરવાથી જાતકને દરેક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે. આ દરમિયાન કેટલાક જાતકો નવ દિવસના ઉપવાસ રાખે છે. આવો જાણીએ આ નવરાત્રીના નવ દિવસ દરમિયાન
જાતકોએ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું.
- દાઢી-મુંછ અને વાળ ન કાપવા
- આ વ્રત દરમિયાન દાઢી-મુછ અને વાળ કાપવા નહિં.
- નવ દિવસ સુધી નખ પણ ન કાપવા.
- કળશ સ્થાપના કરનાર કે અખંડ દિવો પ્રગટાવનારા જાતકોએ નવ દિવસ સુધી પોતાનું ઘર ખાલી છોડવું નહિં.
- ઘરમાં સાત્વિક ભોજન બનાવવું
- ઘરમાં સાત્વિક ભોજન બનાવવું જોઈએ.
- લસણ, ડુંગળી, કે માંસાહાર કરવાથી બચવું.
- નવરાત્રીમાં વ્રત કરનારા લોકોએ પૂજા દરમિયાન બેલ્ટ, જૂતા-ચંપલ કે ચામડાની બનેલી વસ્તુ પહેરવી નહિં.
- માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરવી
- કાળા રંગના વસ્ત્રો પહેરવાથી બચવું.
- વ્રત કરનારા જાતકોએ અનાજ અને મીઠાનું સેવન ન કરવું.
- સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન 7 દિવસ પૂજા ન કરવીં.
- ઘરમાં હિંસા કે કલેશ ન કરવો
- નવરાત્રી દરમિયાન હિંસા કે કલેશ કરવો નહિં.
- વ્રત રાખનારા જમીન પર સુવે તો વધુ લાભ થાય છે.
- કોઈની બુરાઈ કરવી નહિ.