India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ષ 2019માં તમારી રાશિ પ્રમાણે જાણો કયો મહિનો છે તમારા માટે શુભ

|
Google Oneindia Gujarati News

નવા વર્ષની શરૂઆત થવાની સાથે જ તમારા મનમાં ભવિષ્યને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કેવું રહેશે તમારું 2019નું વર્ષ? શું તમારું ભાગ્ય ચમકશે કે તમારા પ્રયત્નોમાં સફળતા મળશે? કેવું રહેશે તમારું કરિયર, શું આ વખતે પ્રમોશન મળશે, દાંપત્ય જીવનમાં ખુશીઓ રહેશે કે પછી જીવનસાથી સાથે ઝઘડા થતા રહેશે?

જો તમારે આ સવાલોના જવાબ જોઈએ છે, તો આ લેખ તમારા માટે જ છે. આજે અમે તમારા માટે કેટલીક મહત્વની માહિતી લઈને આવ્યા છીએ. જી હાં, નવા વર્ષ દરેક રાશિ માટે નવી આશાઓ લઈને આવ્યું છે. જેમાં તમારા માટે કંઈકનું કંઈક સારું છુપાયેલું છે.

આ પણ વાંચો: 2019 માં આ ત્રણ રાશિઓના ઘરે વાગશે શહેનાઇ, જાણો કઈ છે તે રાશિઓ

જો તમને જાણ થાય કે આ વર્ષે તમારા માટે કયો મહિનો શુભ છે. તો તમે તમારી નિષ્ફળતાને સફળતામાં બદલી શકો છે. તો ચાલો જાણીએ નવા વર્ષે કયો મહિનો તમારા માટે શુભ અને ખાસ રહેશે.

મેષ

મેષ

આ રાશિના જાતકો માટે જાન્યુઆરીનો મહિનો સૌથી ખાસ રહેશે, ખાસ કરીને કામકાજના મોરચે તમને સફળતા મળશે. સાથે જ તમારો સંબંધ વધુ મજબૂત થશે.

વૃષભ

વૃષભ

આ વર્ષે તમારા માટે ડિસેમ્બર મહિનો વધુ ભાગ્યશાળી રહેશે. આ મહિને તમારા આર્થિક પ્રયાસ સફળ થશે, જેથી તમારી પૈસાની સમસ્યાનું સમાધાન થશે. એટલું જ નહીં તમારી મનોકામના પણ પૂરી થઈ શકે છે.

મિથુન

મિથુન

આ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો વધુ સારા પરિણામ આપશે. પરિવારમાં સુખ અને શાંતિ જળવાશે, તો સંબંધો સુધરશે. આર્થિક મોરચે સફળતા મળશે.

કર્ક

કર્ક

તમારા માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ શુભ રહેશે. લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ દૂર થશે અને સુખમાં વધારો થશે.

સિંહ

સિંહ

સિંહ રાશિવાળા જાતકોના જીવનમાં ફેબ્રુઆરી મહિનો ખુશીઓ લઈને આવશે. આ સમયે તમને ખૂબ જ સારી તક મળશે, જેનાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

કન્યા

કન્યા

તમારા માટે ઓગસ્ટ મહિનો ખાસ રહેશે. આ દરમિયાન તમને આગળ વધવાની તક મળશે, જેને છોડતા નહીં. એટલું જ નહીં આર્થિક સ્થિતિ સુધરતા તમને રાહત અનુભવાશે.

તુલા

તુલા

આ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો ભાગ્યશાળી રહેશે. તમારી મહેનત રંગ લાવશે અને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે. એટલું જ નહીં કપલ્સ માટે આ સમય રોમેન્ટિક રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

ઓક્ટોબર મહિનો તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન તમે જે કાર્ય કરશો તેમાં સફળતા મળશે.

ધન

ધન

ધન રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો સારો રહેશે. તમારી ખુશીઓમાં વૃદ્ધિ થશે અને આગળ વધવાની તક પ્રાપ્ત થશે.

મકર

મકર

મકર રાશિના લોકોને શનિદેવની કૃપાથી આશા પ્રમાણએ જ ફાયદો થશે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો તમારા માટે શુભ રહેશે. તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સફળતા મળશે.

કુંભ

કુંભ

પ્રેમ મામલે નવેમ્બર મહિનો તમારા માટે ખાસ રહેશે. જો તમને કોઈ ગમે છે, તો દિલની વાત કહી નાખો, સકારાત્મક જવાબ મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો લાભદાયક સાબિત થશે. તમારા કામમાં વૃદ્ધિ થશે.

મીન

મીન

આ રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનો ભાગ્યશાળી રહેશે. તમારા તમામ કામ સફળ થશે અને જીવનમાં ખુશી આવશે.

English summary
know wich month will be luckiest for you in 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X