For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

New Year 2023 Shubh Yoga: શિવ-સિદ્ધ યોગમાં થશે અંગ્રેજીનો પ્રારંભ, રાશિ મુજબ પહેલા દિવસે કરો આ કામ

1 જાન્યુઆરીએ રવિવારથી શિવ અને સિદ્ધ યોગમાં નવુ વર્ષ શરૂ થઈ રહ્યુ છે. જાણો પહેલા દિવસે રાશિ મુજબ કયા કામ કરવા.

By Desk
|
Google Oneindia Gujarati News

New Year 2023ના શુભ યોગઃ સનાતન ધર્મમાં નવુ વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે પરંતુ અંગ્રેજી નવુ વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે. આ વખતે 1 જાન્યુઆરીએ રવિવારથી શિવ અને સિદ્ધ યોગમાં નવુ વર્ષ 2023 શરૂ થઈ રહ્યુ છે. અશ્વિની પણ આ દિવસે નક્ષત્ર સમૂહનુ પ્રથમ નક્ષત્ર હશે. અંગ્રેજી નવા વર્ષ 2023ની શરૂઆત શુભ યોગોમાં થઈ રહી છે. ચાલો જાણીએ કે આ દિવસને તમારા માટે કેવી રીતે શુભ બનાવી શકાય અને વર્ષના પ્રથમ દિવસે તમારી રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા જોઈએ.

pooja

મેષઃ મેષ રાશિના લોકોએ નવા વર્ષના પહેલા દિવસે પોતાના ગુરુ અને ઈષ્ટદેવની પૂજા કરવી. હનુમાન મંદિરમાં જઈને દર્શન કરવા. આ દિવસે અંગારક મહાદેવને જળ અર્પણ કરવાથી આખા વર્ષ દરમિયાન આવનારી પરેશાનીઓથી તમારુ રક્ષણ થશે. સંકટોનુ સમાધાન થશે.

વૃષભ: નવા વર્ષના પ્રથમ દિવસે વૃષભ રાશિના લોકોએ સૂર્યને લાલ ફૂલ નાખીને જળ અર્પણ કરવુ. કોઈ સિદ્ધ ગણેશ મંદિરમાં જઈને દર્શન કરવા. ગણેશજીની મૂર્તિ પરથી સિંદૂર લઈને કપાળ પર તિલક કરવુ. 108 દુર્વા અર્પણ કરવા. નવુ વર્ષ શુભ રહેશે.

મિથુનઃ નવા વર્ષના પહેલા દિવસે મિથુન રાશિના લોકોએ ગણેશજીને બુંદીના લાડુનો નૈવેદ્ય દુર્વા નાખીને ચઢાવવો. આ દિવસે મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને ભોજન કરાવવુ. ભોજનમાં બેસનની મીઠાઈ હોવી જોઈએ. ગરીબોને પીળા ફળનુ દાન કરવુ.

કર્કઃ અંગ્રેજી નવા વર્ષના પહેલા દિવસે કર્ક રાશિના જાતકોએ ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો. શિવલિંગ પર ચંદનનો લેપ લગાવવો અને ધતુરા અને બિલીના પાન ચઢાવવા. રુદ્રાક્ષની માળાથી ઓમ શંકરાય નમઃ મંત્રનો જાપ કરવો અને ખીર ચઢાવવી.

સિંહ: સૂર્યોદય સમયે તાંબાના કળશથી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવુ. પાણીમાં થોડુ લાલ ચંદન નાખવુ. ઓમ ધૃણિ: સૂર્યાય નમ: મંત્રનો જાપ સ્ફટિકની માળાથી કરવો. ગોળથી બનેલી વાનગીઓનો પ્રસાદ ચઢાવવો અને સ્વયં પણ પ્રસાદ ગ્રહણ કરવો.

કન્યા: ભગવાન ગણેશના દર્શન અને પૂજા કર્યા પછી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો. ગણેશજીને માવાની બનેલી મીઠાઈ અર્પણ કરવી. મંદિરની બહાર બેઠેલા ગરીબોને ફળ દાન કરવુ. તાંબાના ચોરસ ટુકડા પર કેસરના નવ ટપકાં લગાવીને તિજોરીમાં રાખવા.

તુલા: તુલા રાશિના જાતકોએ નવા વર્ષના પ્રથમ દિવસે તેમના ઈષ્ટદેવ અને ગુરુનુ ધ્યાન, દર્શન અને પૂજા કરવી. કમલગટ્ટાની માળાથી ઓમ મહાલક્ષ્મયૈ નમઃ મંત્રનો જાપ કરવો. માતા લક્ષ્મીને માખણની ખીર અર્પણ કરવી અને સ્વયં પણ તે ગ્રહણ કરવી.

વૃશ્ચિક: નવા વર્ષના પ્રથમ દિવસ, કોઈ સિદ્ધ શિવ મંદિરમાં જવુ અને શિવલિંગ પર બે મુઠ્ઠી લાલ મસૂર અર્પિત કરવા. ઓમ રુદ્રાય નમઃ ની માળાનો જાપ કરવો. શિવજીને સુખની કામના કરવી. તમારુ નવુ વર્ષ મંગલમય રહેશે.

ધન: ભગવાન નારાયણના દર્શન અને પૂજા કરવી. 27 પીળા ફૂલ ચઢાવવા. દેશી ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. ગરીબોને પીળા ફળનુ દાન કરવુ. પીળા ફળો જાતે પ્રસાદ તરીકે ગ્રહણ કરવા.

મકરઃ નવા વર્ષના પહેલા દિવસે મકર રાશિના લોકોએ ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરવો. શિવલિંગ પર 108 બિલીપત્ર ચઢાવતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. આ દિવસે પીપળના ઝાડની 108 પરિક્રમા કરવી. બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

કુંભઃ નવા વર્ષના પ્રથમ દિવસે સૂર્યોદય સમયે પાણીમાં તલ નાખીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવુ. શનિદેવના દર્શન કરવા. શનિ વજ્ર પિંજરનો પાઠ કરવો. આખા વર્ષ દરમિયાન તમે શનિદેવથી પરેશાન નહીં રહો. સર્વત્ર રક્ષા થશે અને દુશ્મનો તમને પરેશાન નહીં કરે.

મીન: ભગવાન શ્રી હરિ વિષ્ણુના દર્શન-પૂજાન કરવા. ભગવાનને કેસર-ચંદનનુ તિલક લગાવ્યા પછી તે જ તિલક જાતે કરવુ. નારાયણને પીળા ફૂલોથી શણગારો અને દેશી ઘીનુ નૈવેધ ચઢાવવુ. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. સંકટ દૂર થશે.

English summary
New Year 2023 January 1st auspicious yoga Shiva And Siddha yoga Do-Donts according to your zodiac sign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X