• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આવનારા વર્ષ 2020 માટે નાસ્ત્રેદમસે કરી છે ચૌકાવનારી ભવિષ્યવાણી!

|

ફ્રેન્ચ ભવિષ્યવેતા નાસ્ત્રેદમસને કોણ નથી ઓળખતુ. સદીઓ પહેલા તેને કરેલી આગાહીઓ હજુ પણ સાચી પડી રહી છે. 2020 શરૂ થવાનું છે ત્યારે હવે ફરીથી નાસ્ત્રેદમસની આગાહીઓની વાત શરૂ થવાની શરૂ થઈ ગઈ છે. આજે અમે તમને 2020 માટેની નાસ્ત્રેદમસની કેટલીક એવી આગાહીઓની વિશે જણાવીશું જે સાચી પડી શકે છે.

14 ડિસેમ્બર 1503 ના રોજ ફ્રાન્સમાં જન્મેલા નાસ્ત્રેદમસે સો છંદોમાં વિવિધ આગાહીઓ કરી છે. જેમાં 12 સદીઓ સમાઈ છે. છેલ્લા બે છંદો અપભ્રંસ થઈ ગયા છે. નાસ્ત્રેદમસની દરેક આગાહીઓને સમગ્ર વિશ્વમાં ગંભીરતાથી લેવામાં આવે છે, કારણ કે લગભગ આ બધી આગાહીઓ સાચી પડી છે. નાસ્ત્રેદમસે ગણતરી મુજબ હાલમાં પૃથ્વી ચંદ્રના બીજા ચક્રના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. જે 1889 માં શરૂ થયુ છે અને 2243 માં સમાપ્ત થશે. નાસ્ત્રેદમસ મુજબ આ સમયગાળો માનવજાત માટે રજત યુગ સમાન છે. નાસ્ત્રેદમસે લગભગ 500 વર્ષ પહેલાં આ આગાહી કરી હતી.

શું ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થયું છે?

શું ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થયું છે?

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં વારંવાર એક મોટા મહાયુદ્ધનો ઉલ્લેખ આવે છે. એવું કહેવામાં આવે છે કે આ પરિસ્થિતિ અત્યારથી 2025 સુધીમાં સર્જાઈ શકેે છે. એવુ પણ કહેવાય છે કે યુદ્ધમાં ભારત નિર્ણાયક અને શાંતિદુતની ભૂમિકા ભજવશે તેમજ વિશ્વને આ યુદ્ધમાંથી બહાર કાઢવામાં મોટો ફાળો આપશે. આ સમય દરમિયાન ભારત વિશ્વગુરુ તરીકે ઉભરશે. આ ભવિષ્યવાણીમાં એક મહાન નેતાનો પણ ઉલ્લેખ છે. જે દુનિયાભરનો પ્રિય નેતા હશે. જો કે આ નેતા કયા દેશમાં જન્મ લેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. ભારત સહિત ઘણા દેશો તેને તેના મહાન નેતાઓ સાથે જોડીને જોઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદી આગામી ચૂંટણીમાં પણ વડાપ્રધાન બની રહેશે?

નરેન્દ્ર મોદી આગામી ચૂંટણીમાં પણ વડાપ્રધાન બની રહેશે?

નાસ્ત્રેદમસની બીજી આગાહી વિશે વાત કરીએ તો તેમના જ એક પુસ્તક "ધ પ્રોફેસીઝ" માં ઉલ્લેખ છે કે વર્ષ 2014 થી 2026 દરમિયાન ભારતનું નેતૃત્વ એક જ વ્યક્તિના હાથમાં રહેશે. શરૂઆતમાં તેની નીતિઓ અને વર્તનથી લોકોને ચિડ રહેશે પરંતુ પછી તેના નિર્ણયોને કારણે લોકો તેને પસંદ કરશે. લાંબા સમય સુધી દેશની લગામ તેમને સોંપી દેશે. આ વાતને નરેન્દ્ર મોદી સાથ જોડીને જોવામાં આવે છે.

કુદરતી આફતો આવશે?

કુદરતી આફતો આવશે?

નાસ્ત્રેદમસની પૃથ્વીના અંત થવાની ભવિષ્યવાણી દુનિયાભરમાં ચર્ચાનો વિષય રહી છે. તેમની આગાહી છે કે 21 મી સદી પૃથ્વી માટે મહાપ્રલય સમાન હશે. એક દિવસ એવો આવશે જ્યારે પૃથ્વી સળગવા માંડશે. સમુદ્રમાંથી અગ્નિ નિકળશે. સમુદ્રનું પાણી એટલું ગરમ ​​હશે કે તેમાં રહેતા પ્રાણીઓ મોતને ભેટશે. પૃથ્વી પરના શ્વાસ લેવાનું મુશ્કેલ બનશે. ક્યાંક અગ્નિ તો ક્યાંક પૃથ્વી બરફથી ઢંકાઈ જશે. સુનામીથી પૃથ્વીનો દરેક ખુણો પ્રભાવિત થશે. આ આગાહીને સુનામી અને કેટરિના સહિતના અન્ય વાવાઝોડા સાથે જોડીને પણ જોવાય છે. આ આગાહી મુજબ ઉનાળાના દિવસોમાં ભયંકર ગરમી, વરસાદમાં ભયંકર વરસાદ અને શિયાળામાં ભયંકર ઠંડી પડશે.

PM Modi Horoscope: વર્ષ 2020 શું લઈને આવી રહ્યું છે પીએમ નરેન્દ્ર મોદી માટે?

English summary
Nostradamus considered that in 2020 a new era will begin, both in terms of the calendar, but also realistically.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more