• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Numerology: જન્મતિથિ પ્રમાણે જાણો તમારા વાહનનો લકી નંબર અને રંગ

By desk
|
Google Oneindia Gujarati News

આજનું જીવન દોડ-ધામ ભર્યુ છે. દરેક પાસે સમય નથી. દરેકને ઓછા સમયમાં વધુ કામ કરી લેવું છે. જેણે સમયનું મહત્વ સમજ્યુ છે તેણે પોતાના જીવનમાં કંઈક મેળવ્યું જરૂર છે. જો તમે પણ ઓછા સમયમાં વધુ કામ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારા સમયનું આયોજન કરો અને બીજું તમારી પાસે તમારુ પોતાનું વાહન હોવું અનિવાર્ય છે. પછી ભલે તે ટુ-વ્હિલર હોય કે ફોર વ્હિલર. પણ જ્યારે તમે વાહન ખરીદો છો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે તમે કયા રંગનું વાહન લેશો અને બીજું એ કે તમારા વાહનનો નંબર કયો રાખશો. આજે અમે તમને જણાવિશું અંક જ્યોતિષ પ્રમાણે તમારા વાહનનો રંગ અને નંબર કયો હોવો જોઈએ.

01, 10, 19 કે 28 તારીખે જન્મેલા

01, 10, 19 કે 28 તારીખે જન્મેલા

જો તમારો જન્મ કોઈ પણ માસની 01, 10, 19 કે 28 તારીખે થયો છે તો તમે તમારા વાહનનો નંબરનો કુલ યોગ 1, 4 અને 7 રાખો. અને પીળો, સુવર્ણ તથા આછા રંગોના વાહનની પસંદગી કરો. તમે 6 અને 8 નંબરનુ વાહન ન રાખો. ઉપરાંત વાદળી, ભૂરો, જાંબલી કે કાળા રંગનું વાહન ન ખરીદો, નહિંતર તેનાથી તમને કોઈ હાની કે દુર્ઘટના થઈ શકે છે.

 02, 11, 20 અને 29 તારીખે જન્મેલા

02, 11, 20 અને 29 તારીખે જન્મેલા

જે લોકોનો જન્મ 02, 11, 20 અને 29 તારીખે થયો છે તો તમારા ગાડીનો નંબરના કુલ યોગ 1, 2, 4 અને 8 હોવો જોઈએ. 9 નંબરનું વાહન તમારે રાખવું નહિં. તમે સફેદ અને આછા રંગના વાહનો રાખી શકો છો. લાલ અને ગુલાબી રંગનું વાહન ન ખરીદો.

03, 12, 21 કે 30 તારીખે જન્મેલા

03, 12, 21 કે 30 તારીખે જન્મેલા

જેઓ 03, 12, 21 કે 30 તારીખે જન્મેલા છે તેમની ગાડીના નંબરનો કુલ યોગ 3, 6 કે 9 હોવો જોઈએ અને પીળા, જાંબલી કે ગુલાબી રંગનું વાહન તેમની માટે શુભ છે. તમારા માટે 5 અને 8 નંબર વાળા વાહન ખરીદવા નહિં. ઉપરાંત આછા રંગો, સફેદ અને ભૂરા રંગનું વાહન ખરીદશો નહિં.

04, 13, 22 અને 31તારીખે જન્મેલા

04, 13, 22 અને 31તારીખે જન્મેલા

જેમનો જન્મ કોઈ પણ માસની ઉપરોક્ત તારીખો એ થયો છે તો તેમની ગાડીના નંબરનો કુલ યોગ 1 અને 4 હોવો જોઈએ. તમે 9, 6 અને 8 નંબરના વાહનો ખરીદશો નહિં. વાદળી અને ભૂરા રંગનું વાહન ખરીદવું નહિં. ગુલાબી અને કાળા રંગનું વાહન પણ ન ખરીદવું.

05, 14, કે 23 તારીખે જન્મેલા

05, 14, કે 23 તારીખે જન્મેલા

ઉપરોક્ત તારીખે જન્મેલા લોકો માટે ગાડીના નંબરનો કુલ યોગ 5 રાખવો જોઈએ. 3, 8 અને 9 અંકના વાહન ખરીદશો નહિં. આછા લીલા, સફેદ અને ભૂરા રંગનું વાહન ખરીદો. પીળા, ગુલાબી અને ભૂરા રંગનું વાહન ખરીદો. પીળા, ગુલાબી અને કાળા રંગનું વાહન તમારા માટે નુકશાન કારક છે.

 06, 15, અને 24 તારીખે જન્મેલા

06, 15, અને 24 તારીખે જન્મેલા

આ તારીખે જન્મેલા જાતકોના વાહનના નંબરનો યોગ 3, 6 અને 9 હોવો જોઈએ. 4 અને 8 નંબરનું વાહન લેવાથી બચો. તમને આછો વાદળી, પીળો કે ગુલાબી રંગનું વાહન લાભ કરાવશે. કાળા રંગનું વાહન ખરીદશો નહિં.

07, 16, કે 25 તારીખે જન્મેલા

07, 16, કે 25 તારીખે જન્મેલા

આ પ્રમાણેની તારીખે જન્મેલા લોકો પોતાની ગાડીના વાહનના નંબરનો કુલ યોગ 1, 4 અને 7 રાખે. 8 કે 9 અંક વાળુ વાહન ખરીદવું નહિં. વાદળી અને સફેદ રંગનું વાહન ખરીદો. પીળા અને કાળા રંગનું વાહન ન ખરીદો.

08, 17, અને 26 તારીખે જન્મેલા

08, 17, અને 26 તારીખે જન્મેલા

આ તારીખે જન્મેલા જાતકો પોતાના વાહનના નંબરનો કુલ યોગ 8 રાખો. તમે 1 અને 4 નંબરનું વાહન ખરીદો. તમારા માટે કાળા, વાદળી અને જાંબલી રંગનું વાહન શુભ મનાય. લાલ કે ગુલાબી રંગનું વાહન તમને હાની કરી શકે છે

09, 18, કે 27 તારીખે જન્મેલા

09, 18, કે 27 તારીખે જન્મેલા

આ તારીખે જન્મેલા જાતકો માટે તેમની ગાડીના નંબરનો કુલ યોગ 3, 6 અને 9 રાખજો. 5 અને 7 નંબરનું વાહન તમારા માટે શુભ નથી. તમે ઘટ્ટ લાલ, ગુલાબી અને ફિરોજી રંગનું વાહન ખરીદો. તમે કાળા અને વાદળી રંગનું વાહન ખરીદો નહિં.

English summary
Indian vedic numerology brings out the energies in the numbers. Numerology or number science tells us about how to select a fortunate vehicle number for your bike or car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X