2 ઓક્ટોબર 2016 : આજનુ રાશિફળ

Posted By:
Subscribe to Oneindia News

અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને રોજ તમારા દૈનિક રાશિફળની વિગતવાર માહિતી જાણાવીશું. તો જો જ્યોતિષ મુજબ તમે આજનો તમારો દિવસ કેવો જશે તે જાણવા ઇચ્છો છો તો વાંચો તમારું રાશિફળ અહીં.

આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

મેષ

મેષ

જે કામ કરશો તેનુ જોઈતુ પરિણામ મળશે. ઘરનુ વાતાવરણ આનંદદાયી રહેશે. દરેક કામો સમય પર પુર્ણ થશે. સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે. વિવાદો દુર કરવામાં ઘણે અંશે સફળ રહેશો. પૈસાને લઈ કોઈ મુશ્કેલી ઉભી થઈ શકે છે. જબરજસ્તી પોતાની વાત મનાવાના પ્રયત્નો કરશો નહિં.

વૃષભ

વૃષભ

શુભ સમાચાર મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. ઘણાબધા લોકો તમને મદદરુપ થશે. તમારા વ્યવહાર અને ઉદારતાથી લોકોના દિલ જીતી શકશો. જીવનશૈલીમાં બદલાવની ઈચ્છા જાગશે. મિલકતને લગતા કામોમાં ફાયદો થઈ શકે છે. કોઈ રોકાણ કર્યુ હોય તો તે ફાયદો પહોંચાડશે. મહત્વના સંબંધોમાં તનાવ આવી શકે છે.

મિથુન

મિથુન

કારણ વગર પરિવારમાં તનાવ વધશે. કાર્યક્ષેત્રે નવા બદલાવનુ પ્લાનિંગ થશે. અનેક જવાબદારીઓ આવી પડશે. આકસ્મિક ધન ખર્ચ થઈ શકે છે. સંતાનો વિષે ચિંતા વધશે. દુરથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નવી ઓફર માટે તૈયાર રહેશો. પ્રિય પાત્ર સમક્ષ પોતાની લાગણી રજુ કરી શકશો.

કર્ક

કર્ક

આજનો દિવસ આધ્યાત્મમાં વિતશે. વધુ સંવેદનશીલતા અનુભવશો. સારા અવસર ઉભા થશે. મધ્યાહન બાદ ઉપાધિઓને કારણે ચિંતિત રહેશો. ખર્ચ વધશે. કામકાજમાં કોઈ નવા બદલાવ કરશો નહિં જેમ ચાલે છે તેમ ચાલવા દો. કોઈપણ કામમાં ઉતાવળ કરશો નહિં. ગુસ્સો વધુ આવશે.

સિંહ

સિંહ

તમારી મધુરવાણી તમને જીતાડશે. સમયનો સદઉપયોગ કરશો તો મોટા કામો પાર પાડી શકશો. પારિવારિક અનબનને દુર કરવા પ્રયત્ન કરશો તો સફળ થશો. પ્રેમી સાથે મુલાકાત થઈ શકે છે. જુની વાતો ભુલી ભવિષ્યનુ વિચારો. વિચારેલા કામોને પુરા કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે.

કન્યા

કન્યા

કામનો બોજો ઓછો રહેશે. તમે ઉત્સાહમાં રહેશો. તમારો વ્યવહાર સકારાત્મક રાખો અને થોડા પ્રેક્ટીકલ બનો. આવક વધી શકે છે. તમારી સાથે જોડાયેલા લોકોને પણ કામમાં સફળતા મળશે. તમારી વૈચારિક સમૃધ્ધિ તરફ લોકો આકર્ષાશે. મિત્રો સહકાર આપી શકે છે. નવી મુલાકાતો થઈ શકે છે.

તુલા

તુલા

પૈસા કમાવવાની નવી તકો મળી શકે છે જેની માટે સજાગ રહેજો. શારીરિક માનસિક અસ્વસ્થાને કારણે કોઈની સાથે ઉગ્ર ચર્ચા કે ઝગડો ન થાય તેનુ ધ્યાન રાખજો. રોકાયેલા નાણા છુટા થશે. જુના કોર્ટ-કચેરીના મુદ્દાનો આજે ઉકેલ આવી જશે. વધુ પડતા ખર્ચા પર નિયંત્રણ રાખવુ.

વૃશ્ચિક

વૃશ્ચિક

આજે તમને અનેક ક્ષેત્રે લાભ અને યશ મળી શકે છે. ધનલાભ થઈ શકે છે. પરંતુ મધ્યાહન બાદ શારીરિક-માનસિક અસ્વસ્થતા આવી શકે છે. અન્યો સાથે અનબન ન થાય તેનુ ધ્યાન રાખજો. જે સમસ્યાઓ આવશે તે તમને કોઈને કોઈ સબક શીખવી જશે. અઘરા કામો લોકોની મદદથી પાર પાડી શકશો.

ધનુ

ધનુ

આજનો દિવસ ફળદાયી રહેશે. કોઈ સ્થળની મુલાકાતે જઈ શકો છો. આવક અને વેપાર બંનેમાં વધારો થશે. શારીરિક સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. સારા અવસર મેળશે જેની માટે થોડુ ધૈર્ય રાખજો. તમારી યોજનામાં થોડા ફેરફાર કરશો તો ફાયદામાં રહેશો. યશ અને કિર્તિમાં વધારો થશે.

મકર

મકર

વિદેશથી મળતા સમાચારથી તમારુ મન પ્રફુલિત થશે. ધાર્મિક યાત્રાની સંભાવના છે. વ્યવસાયમાં લાભ થશે. મિત્રો સાથેના સંબંધો સુધરશે. પરિવાર સાથે સમય વિતાવી શકશો. ઓફિસ વાળા ટીમને સાથે રાખી કામ કરશે તો વધુ ફાયદો થશે. મિત્રો અને ભાઈઓની મદદ મળી શકે છે.

કુંભ

કુંભ

ક્રોધ અને વાણી પર સંયમ રાખજો. પરિવારના લોકો સાથે વિવાદમાં પડશો નહિં. મધ્યાહન બાદ સ્વજનો અને મિત્રો સાથે સારો સમય વ્યતિત કરશો. ધાર્મિક પ્રવાસના સંજોગો છે. પરિવાર સાથે ફરવા જઈ શકો છો. અવિવાહિતોને અચાનક કોઈ પ્રસ્તાવ આવી શકે છે. બિઝનસ કરનારાને નસિબ સાથ આપશે.

મીન

મીન

દિવસના કામોથી સંતોષ રહેશે. વ્યાપારમાં ભાગીદારો સાથેનો સંબંધ સારો રહેશે. વાણી પર સંયમ રાખજો. સ્વાસ્થ્ય બગડી શકે છે. અચાનક મહત્વના કામો શરુ કરવા પડે. નિર્માણ કાર્યોમાં ખર્ચા થઈ શકે છે. કામકાજમાં થોડી સાવધાની રાખવી. વાહનથી સાચવવુ અકસ્માત થઈ શકે છે.

English summary
Read daily horoscope, astrology and predictions in Gujarati. Get the your predictions for today.
Please Wait while comments are loading...