Palmistry: જો તમારા હાથમાં હોય 'સરસ્વતી યોગ' તો બનશો જાણીતા વક્તા-લેખક
Saraswati Yog and its Benefits: તમે ક્યારેય વિચાર્યુ છે કે મોટા-મોટા વક્તા કે સંત, પ્રવચનકાર કેવી રીતે કોઈ પણ વિષય પર કલાકો ધારાપ્રવાહ બોલી શકે છે, કે કોઈ લેખક કેવી રીતે રાતોરાત પ્રસિદ્ધિ મેળવી લે છે. વાસ્તવમાં આ બધુ કર્મ સાથે નસીબનો ખેલ હોય છે. મનુષ્ય કર્મ તો કરે છે પરંતુ તેની સફળતા-નિષ્ફળતા તેના ભાગ્ય પર નિર્ભર કરે છે. માટે કર્મ સાથે ભાગ્યનુ હોવુ પણ જરૂરી છે. આજે અમે વાત કરીશુ હસ્તરેખાને આધાર બનાવીને એક એવા વિશેષ યોગની, જે કોઈ વ્યક્તિના હાથમાં હોય તો તેને લેખન કે ઉદબોધનના ક્ષેત્રમાં મોટી સફળતા મળે છે. આ વિશેષ યોગ છે સરસ્વતી યોગ. મા સરસ્વતી જ્ઞાન અને વિદ્યાની દેવી છે, તેમના નામપર આ યોગનુ નામ સરસ્વતી યોગ છે.
કેવી રીતે બને છે સરસ્વતી યોગ
હથેળીમાં જો કોઈ રેખા હસ્પતિ પર્વતથી પ્રારંભ થઈને ચંદ્ર પર્વત સુધી જતી હોય અને એક રેખા ચંદ્ર પર્વતથી પ્રારંભ થઈને બૃહસ્પતિ પર્વ સુધી પહોંચતી હોય. આ બંને રેખાઓ પૂર્ણ વિકસિત, લાલિમાયુક્ત, કપાયા-ફાટ્યા વિનાની હોય તો સરસ્વતી યોગ બને છે. બૃહસ્પતિ પર્વત તર્જની આંગળીન મૂળમાં હોય છે તથા ચંદ્ર પર્વત કનિષ્ઠિકા આંગળીની નીચે બુધ પર્વતની સમાપ્તિથી પ્રારંભ થઈને મણિબંધથી પહેલા સુધીની હથેળીના કિનારાવાળો વિસ્તાર હોય છે. જો આવો યોગ હથેળીમાં હોય તો સરસ્વતી યોગ કહેવામાં આવે છે.
સરસ્વતી યોગનુ ફળ
- સરસ્વતી યોગના પ્રભાવથી વ્યક્તિ કાવ્ય, સંગીત, નૃત્ય વગેરેના ક્ષેત્રમાં પારંગત થાય છે તથા કોઈ એક સમય આવે છે જ્યારે તે પોતાની કલાના માધ્યમથી ફળ મેળવે છે.
- આવા વ્યક્તિ કલાના માધ્યમથી દેશ-વિદેશમાં પૂર્ણ સમ્માન અને ખ્યાતિ મેળવે છે. સરસ્વતી સાથે તેના પર લક્ષ્મીની પણ કૃપા થાય છે.
- સરસ્વતી યોગવાળા વ્યક્તિ લેખન અને સાહિત્યના ક્ષેત્રમાં મોટી સફળતાઓ મેળવે છે. તેમના લેખનની આખી દુનિયા પ્રશંસા કરે છે.
- સરસ્વતી યોગ જેમના હાથમાં હોય તે જાતક પ્રસિદ્ધ વક્તા હોય છે. તેમનામાં કોઈ પણ વિષય પર સતત કલાકો સુધી બોલવામી ક્ષમતા હોય છે. લોકો તેમની વાણીથી પ્રભાવિત રહે છે.
- ફિલ્મોમાં આવા વ્યક્તિઓ વિશેષ ઉપલબ્ધિ મેળવે છે. પોતાના અવાજના દમ પર આવા જાતક સર્વત્ર લોકપ્રિયતા મેળવે છે.
- આ યોગના ખરાબ પાસાં પણ છે. તે એ કે આ જાતક ખૂબ જ ભાવુક અને સંવેદનશીલ હોય છે. ક્યારેક આવા વ્યક્તિ નાની-નાની વાતોમાં વિચલિત થઈ જાય છે અને પોતાનો પિત્તો ગુમાવી બેસે છે.
- જો સરસ્વતી યોગ બનાવતી રેખાઓ કપાયેલી-ફાટેલી હોય તો જાતક પોતાની વાણીના કારણે અપમાનજનક પરિસ્થિતિઓનો સામનો કરે છે.
મંગળનો 24 ડિસેમ્બરે થશે મેષ રાશિમાં પ્રવેશ, વર્ષન છેલ્લા ગોચરથી આ રાશિઓને મળશે લાભ