છેતરાશો નહીં: આ રીતે ઓળખો સાચું મોતી

Posted By:
Subscribe to Oneindia News

મોતી એક એવું રત્ન છે, જે અંગે મોટાભાગના લોકો પરિચિત છે. માળા, આભૂષણ, ગળાનો હાર વેગેરમાં મોતીનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે જ જેને વધારે ગુસ્સો આવતો હોય કે તેમનો ચંદ્ર કમજોર હોય તેમને પણ મોતી પહેરવાની સલાહ અપાય છે. શાસ્ત્રો પ્રમાણે મોતી આઠ પ્રકારના હોય છે જેમકે, અભ્ર મોતી, શંખ મોતી, શુકિત મોતી, સર્પ મોતી, ગજ મોતી, બૉસ મોતી, શૂકર મોતી અને મીન મોતી.

astrogoly

અસલી મોતીની બે જાત હોય છે

અસલી મોતિઓની બે જાત હોય છે. પ્રાકૃતિક મોતી જે છીપમાંથી મળે છે અને બીજું કલ્ચર્ડ મોતી જેને ફાર્મમાં તૈયાર કરવામાં આવે છે. પ્રાકૃતિક મોતી અને કલ્ચર્ડ મોતીનો રંગ, આકાર, ચમક અને અન્ય લક્ષ્ણોમાં ફરક હોય છે. પ્રાકૃતિક મોતી ઓછા મળે છે અને તેમની કિંમત પણ વધારે હોય છે.

astrology

તમારી ઈચ્છા મોતી પહેરવાની હોય તો અસલી અને નકલીની ઓળખ તમને હોવી જોઈએ..આજે અમે તમને કેટલાક એવા રસ્તા બતાવીશું જેનાથી તમે અસલી અને નકલીનો ભેદ કરી શકશો.

  • અસલી મોતીને ગાયના ઘીમાં નાખવાથી થોડી વારમાં ઘી ઓગળી જાય છે, જ્યારે નકલી મોતીમાં એવું થતું નથી.
  • બે મોતીઓને પોતાના અંગૂઠા અને તર્જની આંગળીથી પકડો અને સામેના ચાવવા વાળા દાતથી તેને દબાવો. ડાબેથી જમણી અને જમણીથી ડાબી બાજુ રગડતા મોતીને દાંતની વચ્ચે ફેરવતા રહો. સામાન્ય રીતે અસલી મોતીની બનાવટ થોડી ખરબચડી કે કરકરી હોય છે. અને તેના ઉપરના ભાગમાં થોડી ખામીઓ હોય છે. કાચ કે પ્લાસ્ટીકનો બનેલો મોતી તમે સરળતાથી ઓળખી શકો છો. 
  • મોતીનું ઉત્પાદન પ્રાકૃતિક છે, પરિણામે દરેક મોતી મોટાભાગે બીજા મોતીથી થોડો અલગ હોય છે. દરેક મોતી સંપૂર્ણ રીતે ગોળ હોતો નથી, પણ તે ઈંડા આકારનો હોય છે. તેનું મળવું દુર્લભ હોય છે. અસલી મોતીની ઓળખ માટે પોતાના હાથમાં લઈ તેનું નિરિક્ષણ કરો અને જુઓ તમને કેવો લાગે છે.
  • અસલી મોતી ચામડીના સંપર્કમાં આવતા થોડી વાર માટે ઘણા ઠંડા લાગે છે. બીજી બાજુ નકલી મોતીનું તાપમાન મોટાભાગે રૂમના તાપમાન જેટલું હોય છે અને તે જલ્દીથી ગરમ થઈ જાય છે.
  • તમે એક કે બે મોતીને પોતાના હાથમાં લઈ ઉછાળી અનુમાન લગાવો કે તેનું વજન કેટલું છે. મોટાભાગે અસલી મોતીની સરખામણીએ નકલી મોતી વધારે વજનવાળા હોય છે.
  • કોઈ કિમતી પથ્થરની આભા જ તેમનો ગુણ છે. મોતીની આભા તેની સુંદરતા છે. સારામાંના મોતીને જ્યારે સૂર્યની કિરણો અડે છે. તો તેનાથી તેજ પ્રકાશ નીકળે છે. ધ્યાનથી જોશો તો તમે મોતીમાં તમારુ પ્રતિબિંબ જોઈ શકશો.
  • અસલી મોતીમાં એક આછું પડ હોય છે જ્યારે નકલી મોતિઓમાં પાતળુ કુત્રિમ પડ હોય છે અથવા કોઈ પડ હોતુ નથી. જો તમારા મોતીમાં કાણું હોય તો મેગ્નીફાઈન ગ્લાસથી તમે મોતીની અંદર જુઓ. સામાન્ય રીતે અસલી મોતીમાં તમે એક સ્પષ્ટ રેખા જોઈ શકશો જે બહારના પડને કેન્દ્રથી અલગ પાડતુ હોય. 

નોટ- ધ્યાન રાખજો કે અસલી મોતીને જાણવા માટે એક ટેસ્ટ પૂરતો નથી, તે માટે ઉપર જણાવેલી અનેક રીતોનો ઉપયોગ કરવો જોઈએ..

English summary
According to Vedic Astrology Pearl represents the planet Moon. If there is a beneficial Moon in your horoscope, you must wear a Pearl.
Please Wait while comments are loading...