Lunar Eclipse 2020: જાણો ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવુ અને શું ન કરવુ?
5 જૂને ઉપચ્છાયા અથવા પેનુમબ્રલ ચંદ્રગ્રહણ છે કે જે ભારતમાં દેખાશે નહિ. માટે ધર્માના જાણકારોનુ કહેવુ છે કે આના માટે કોઈ સૂતર લાગશે નહિ. પરંતુ ગ્રહણને માનનારા દરેક નિયમનુ પાલન કરે છે, ભલે તે ગ્રહણ ભારતમાં પ્રભાવી નથી પરંતુ ગ્રહણને માનનારા લોકો આ દરમિયાન અમુક ખાસ વાતોનુ ધ્યાન રાખે છે. અમે તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણનુ સૂતર ગ્રહણથી 9 કલાક પહેલા લાગે છે અને આ દરમિયાન જે વાતોનુ ધ્યાન રાખવાનુ તે વાતો વિશે આવો વિસ્તારથી જાણીએ.

આ કામ ન કરવા જોઈએ...
- ગ્રહણ કાળમાં ભોજન ન કરવુ.
- ગર્ભવતી સ્ત્રીઓએ બહાર ન નીકળવુ.
- સહવાસ ન કરવો, ખોટુ ન બોલવુ અને સૂવુ નહિ.
- પૂજા સ્થળને સ્પર્શ ન કરવો.
- માંસ-મદીરાનુ સેવન ન કરવુ.
- ડુંગળી-લસણ પણ ન ખાવુ.
- લડાઈ-ઝઘડા ન કરવા.
- પ્રભુુનુ ધ્યાન ધરવુ.
- ગ્રહણ કાળમાં તુલસીન છોડને અડવુ નહિ પરંતુ તુલસી પાસે એક તેલનો દીવો પ્રગટાવીને રાખવો.

ગ્રહણ કાળમાં કરો આ કામ
ગ્રહણ કાળ દરમિયાન ભગવાનનુ ધ્યાન ધરવુ જોઈએ અને અમુક મંત્રોના જાપ કરવા જોઈઅએ કે જે નીચે મુજબ છે...
હનુમાનજીનો મંત્ર - ऊं રામદૂતાય નમઃ
ભગવાન વિષ્ણુનો મંત્ર - ऊं નમો ભગવતે વાસુદેવાય નમઃ
મહાદેવનો જાપ - ऊं નમઃ શિવાય
શ્રીકૃષ્ણ મંત્ર - ક્લીં કૃષ્ણાય નમઃ
શ્રીરામનો જાપ - સીતારામ

ક્યારે લાગશે ગ્રહણ અને ક્યાં દેખાશે
ચંદ્રગ્રહણ 5 જૂનની રાતે 11 વાગીને 16 મિનિટથી શરૂ થઈ જશે. પછી 6 જૂનની રાતે 2 વાગીને 32 મિનિટ સુધી રહેશે. આ ચંદ્રગ્રહણ દુનિયાના અમુક ભાગોમાં જ થોડા સમય માટે દેખાશે. મોટાભાગે એશિયા(ભારત સહિત), ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ/પૂર્વ દક્ષિણ અમેરિકા, યુરોપ, પ્રશાંત, એટલાંટિક, હિંદમહાસાગર અને આર્કટિકના મોટાભાગના સ્કાઈવૉચર્સ ચંદ્રગ્રહણ જોઈ શકે છે.

ક્યારે લાગે છે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ
ઉપચ્છાયા ચંદ્રગ્રહણ ત્યારે લાગે છે જ્યારે પૃથ્વી પરિક્રમા કરવા દરમિયાન ચંદ્રમા પેનમ્બ્રાથી પસાર થાય છે. આ પૃથ્વીની છાયાનો બહારનો ભાગ હોય છે. આ દરમિયાન ચંદ્રમા સામાન્યથી થોડા ઉંડો દેખાય છે. ખગોળશાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય, સાથે જ આવી સ્થિતિમાં પણ ચંદ્રગ્રહણ માનવામાંમ આવે છે જ્યારે પૃથ્વીની છાયાથી ચંદ્રમાં સંપૂર્ણપણે અથવા આંશિક રૂપે ઢંકાઈ જાય છે. આ સ્થિતિમાં પૃથ્વી સૂર્યની કિરણોને ચંદ્રમા સુધી નહિ પહોંચવા દે. આના કારણે પૃથ્વીના એ ભાગમાં ચંદ્રગ્રહણ દેખાય છે.
8 જૂનથી ખુલશે મંદિરોના કપાટ, નહિ મળે પ્રસાદ, જાણી લો નવા નિયમ