For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષ શાસ્ત્ર: આ રાશિના પુરુષો હોય છે પરફેક્ટ હસબન્ડ

જ્યોતિષ શાસ્ત્રની મદદથી તમે જાણી શકશો કે કઈ રાશિના જાતકો સારા પતિ સાબિત થઈ શકે છે. નીચે જણાવેલ 6 રાશિના પુરુષો સારા પતિ સાબિત થાય છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

દરેક વ્યકિતના જીવનમાં પોતાના પતિ કે પત્નીને લઈ એક છવી પહેલેથી જ બનેલી હોય છે. જ્યારે પણ લગ્નની વાત આવે છે ત્યારે આપણને બધાને એક પરફેક્ટ જીવનસાથીની આશા હોય છે. જે આપણા સુખ અને દુઃખ બંનેમાં સાથ નિભાવે. જે આપણને વફાદાર રહે સાથે જ આપણને ખૂબ જ પ્રેમ આપે. આમ તો દરેક વ્યકિતમાં કોઈને કોઈ ખામી જરૂર હોય છે, પણ જ્યારે લાઈફ પાર્ટનરની વાત આવે છે ત્યારે આપણે ખુબ જ સાવધ રહીએ છીએ.

લગ્ન પહેલા કુંડળી મેળવવી જરૂરી છે. જેથી કહેવાય છે કે જ્યારે ગુણ મળે છે ત્યારે જ દિલ પણ મળે છે. જો કે જ્યોતિષ શાસ્ત્રની મદદથી તમે જાણી શકશો કે કઈ રાશિના જાતકો સારા પતિ સાબિત થઈ શકે છે. નીચે જણાવેલ 6 રાશિના પુરુષો સારા પતિ સાબિત થાય છે.

કર્ક

કર્ક

જ્યારે પરફેક્ટ પતિની વાત આવે છે ત્યારે સૌથી ઉપર કર્ક રાશિના પુરુષો આવે છે. આ રાશિના પુરુષો પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ આપે છે. સાથે જ તેમને ખૂબ જ વફાદાર રહે છે. પત્નીની નાની-નાની વાતોનું તેઓ ધ્યાન રાખે છે. પોતાની પત્ની સાથે તેમનો સંબંધ મજબૂત હોય છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. કર્ક રાશિના પુરુષોનો સ્વભાવ ખુશમિજાજ હોય છે. તેમની વાત કરવાની શૈલી પણ અલગ હોય છે. તેઓ સકારાત્મક વિચાર અને આકર્ષક શૈલીવાળા હોય છે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકો પરફેક્ટ હસબન્ડની રેસમાં બીજા નંબરે આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના પુરુષોને સુંદર પત્ની મળે છે. તેઓ પોતાના જીવનસાથીનું ખૂબ જ ધ્યાન રાખે છે. પોતાની પત્નીની નાની-નાની ખુશીઓનું ધ્યાન રાખવું અને સરપ્રાઈઝ આપતા રહેવું તેમને ગમે છે. સિંહ રાશિના પુરુષો આકર્ષક મનાય છે. તેમનો અંદાજ લોભામણો હોય છે.

કન્યા

કન્યા

આ રાશિના પુરુષો કોઈ પણ છોકરીના સપનાના રાજકુમાર સાબિત થઈ શકે છે. જે પણ છોકરીના પતિ કે થનારા પતિ બને છે તે છોકરીઓએ માની લેવું કે તેઓ ખૂબ લકી છે. આ રાશિના પુરુષો માત્ર પોતાની પત્નીને પ્રેમ જ નથી આપતા પણ હંમેશા તેમનું ધ્યાન પણ રાખે છે. તેમને કોઈ દુઃખ આવવા દેતા નથી. પોતાની પત્નીને ઘરના દરેક કામમાં મદદ કરવું તેમને ગમે છે. તેઓ સારા પતિ નહિં પણ સારા પિતા પણ હોય છે.

તુલા

તુલા

આ રાશિના પુરુષો ખૂબ જ રોમેંટિક સ્વભાવના હોય છે. તેઓ પોતાની પત્નીને રાણીની જેમ રાખવું પસંદ કરે છે અને તેમની દરેક નાની નાની ખ્વાહીશોને પૂરીં કરવી તેમને ગમે છે. તેઓ પોતાના જીવનસાથીની લાગણીઓનું ખાસ ધ્યાન રાખે છે. તેઓ હંમેશા તેમનું સન્માન કરે છે. સાથે જ પોતાના સંબંધને સાચવી રાખવા મથે છે.

મકર

મકર

મકર રાશિના પુરુષો હંમેશા પોતાની પત્નીને ખુશ રાખે છે. તેમની સૌથી મોટી ખાસિયત તેમનો ખુશમિજાજી સ્વભાવ હોય છે. તેમની વાતોમાં ગજબનું આકર્ષણ હોય છે. સાથે જ તેઓ હંમેશા પોતાની પત્નીની ખુશીઓ વિશે વિચારે છે. મોટાનું સન્માન અને નાનાને પ્રેમ જેવા ગુણો આ પુરુષોમાં જોવા મળે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના પુરુષો કોઈ પણ પરિસ્થિતિને સાચવવા સક્ષમ હોય છે. તેમના દાંપત્યજીવનમાં કોઈ મુશ્કેલી આવે તો તેઓ પોતાના સાથીનો હાથ ક્યારેય છોડતા નથી. ઉપરાંત તેમનો સેન્સ ઓફ હ્યુમર ગજબનો હોય છે. પોતાના સંબંધને લઈ તેઓ પૂરાં સમર્પિત અને વફાદાર હોય છે.

English summary
By closely analyzing your zodiac sign you can get a much better idea of who youll be most compatible with the love department.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X