6 મૂલાંકવાળાની ઉંમર સાથે વધે છે સુંદરતા, પૈસાની પણ નથી હોતી કમી
નવી દિલ્લીઃ આપણી જન્મતિથિ પણ આપણા જીવન વિશે ઘણુ બધુ બતાવે છે. હા, અમે વાત કરી રહ્યા છે ન્યૂમરોલૉજી એટલે કે અંકશાસ્ત્ર વિશે જેનાથી અમે તમારા ભવિષ્ય વિશે જાણી શકીએ છીએ. આજે અમે અહીં મૂલાંક 6 વાળા લોકો વિશે ચર્ચા કરવાના છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો હોય તો તમારો મૂલાંક 6 છે. તો આવો, તમને તમારા મૂલાંકના આધારે તમારી સાથે જોડાયેલી મહત્વની જાણકારી આપીએ.

ધનવાન અને સુંદર હોય છે 6 મૂલાંકવાળા
6 મૂલાંકવાળાનો સ્વામી ગ્રહ હોય છે શુક્ર જેને ભોગ વિલાસ અને ભૌતિક સુખોનો સ્વામી માનવામાં આવે છે. શુક્ર દેવની કૃપાથી આ મૂલાંકના જાતકો ખૂબ જ સરસ જીવન જીવે છે. શુક્રની મજબૂત સ્થિતિ તેમને બધી સાંસારિક વસ્તુઓ ઉપલબ્ધ કરાવે છે. કુલ મળીને એ રાજા સમાન પોતાનુ જીવન વ્યતીત કરે છે.

આ ખૂબીઓ હોય છે 6 મૂલાંકવાળામાં
પોતાના સ્વામી ગ્રહની જેમ જ આ મૂલાંકના જાતક ખૂબ જ શાંત હોય છે. તેમને બીજાની બાબતમાં દખલ દેવાનુ પસંદ નથી હોતુ. તેમને તૈયાર થવાનુ અને બની-ઠનીને રહેવાનુ ગમે છે. આ મૂલાંકના લોકો સુંદર કદ-કાઠીવાળા હોય છે. સાથે જ તે ખૂબ જ પ્રભાવશાળી પણ માનવામાં આવે છે. તમને હસમુખ સ્વભાવ દરેકને ગમી જાય છે અને લોકો સરળતાથી તેમની તરફ ખેંચાઈ જાય છે.

જલ્દી બુઢ્ઢા નથી થતા
6 મૂલાંકવાળા લોકોની સુંદરતા તેમની ઉંમર સાથે વધતી જાય છે એટલે કે એ લોકો જલ્દી બુઢ્ઢા નથી થતા. પોતાના વ્યવહાર અને સુંદરતાથી એ લોકોને જલ્દી પોતાના તરફ આકર્ષિત કરી લે છે. ખાસ કરીને આ મૂલાંકવાળી મહિલાઓ પોતાની સુંદરતા માટે જાણીતી છે.

6 મૂલાંકવાળાની નબળાઈઓ
આમ તો આ લોકો ખૂબ જ સમજદાર અને વિશ્વસનીય માનવામાં આવે છે પરંતુ ઘણી વાર તેમને વિપરીત લિંગ પ્રત્યે યૌન આકર્ષણ વધુ હોય છે જેના કારણે તે ખોટા નિર્ણય લે છે. તેમની આ આદત તેમની છબી અને પ્રતિષ્ઠાને ધૂંધળી કરી દે છે. તેમની બીજી મોટી નબળાઈ ખોટુ ખાનપાન છે. આ લોકો શરાબના પણ શોખીન હોય છે.

ખૂબ જ ખર્ચીલા હોય છે
આ મૂલાંકના જાતકો ખૂબ જ ખર્ચીલા હોય છે. અમે તમને જણાવ્યુ તે મુજબ તેઓ ભૌતિક સુખ સુવિધાઓ પ્રત્યે જલ્દી આકર્ષિત થઈ જાય છે માટે મોજ-શોખ પર એ ઘણા પૈસા ખર્ચે છે. જો કે, એ પોતાની મહેનત અને સૂઝબૂઝથી પૈસા કમાવવાનો હુનર પણ ધરાવે છે. ઘણા વાર પૈસાને લઈને તેમને કોર્ટના ધક્કા પણ ખાવા પડે છે.

શુક્રવારનો દિવસ હોય છે શુભ
મૂલાંક 6વાળા માટે શુક્રવારનો દિવસ સૌથી વધુ ભાગ્યશાળી માનવામાં આવે છે. જો શુક્રવારના દિવસે કોઈ સારુ કામ કરે તો તેમાં સફળતા જરુર મળે છે. કોઈ પણ શુભ કાર્ય માટે આ દિવસ અનુકૂળ છે. આ ઉપરાંત જો તમે પોતાના મહત્વપૂર્ણ નિર્ણયો આ દિવસે લેશો તો તમને મનગમતુ પરિણામ મળશે.

6 મૂલાંકવાળા માટે શુભ રંગ, શુભ દિવસ અને શુભ તારીખ
આ મૂલાંકવાળા માટે 6, 15 અને 24 તારીખો શુભ હોય છે. જો રંગોની વાત કરીએ તો હળવો વાદળી, હળવો ગુલાબી અને સફેદ રંગ અનુકૂળ હોય છે. તેમના માટે શુભ હોય છે. આ મૂલાંકવાળા માટે સોમવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવારના દિવસ અનુકૂળ હોય છે.