પૂર્ણિમાના દિવસે કરો આ કામ, જીવનની મુશ્કેલીનો આવી જશે અંત

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

હિંદુ પંચાંગ અનુસાર દરેક માસના શુક્લ પક્ષના અંતિમ દિવસને પુનમ કહે છે. આ દિવસે ચંદ્ર પોતાની પૂર્ણ કળાએ ખીલ્યો હોય છે. ચંદ્ર વ્યકિતના મન, મગજ અને લાગણીઓને અસર કરે છે. જેથી આ દિવસે ખાસ કામોની સિદ્ધિ મેળવવા યોગ્ય ગણાય છે. જો તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી ચાલી રહી હોય અથવા ગ્રહદશા સારી ન ચાલતી હોય તો પૂનમના દિવસે આ ઉપાયો તમને તમામ મુશ્કેલીમાંથી છૂટકારો અપાવી શકે છે.

માનસિક તાણ

માનસિક તાણ

જો તમે કોઈ કારણસર ચિંતામાં છો. કાર્યો પૂરાં થતા નથી. જેથી, મન પરેશાન રહે છે. ત્યારે દરેક પૂનમે કોઈ શિવ મંદિરમાં સવા કિલો ચોખા લઈને જાવ અને ભગવાન શિવની વિધિવત પૂજા કરી તમારા બંને હાથથી આ ચોખા અર્પિત કરો. વધેલા ચોખા ત્યાંજ મંદિરમાં કે જરૂરિયાત ધરાવતી વ્યકિતને આપી દો. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને મન શાંત બનશે.

આર્થિક મુશ્કેલી

આર્થિક મુશ્કેલી

તમારી આર્થિક સ્થિતિ સારી ન હોય અને તમે દેવા હેઠળ દબાયેલા છો. તમારા કુટુંબમાં કલેશ રહ્યા કરે છે તો પૂનમના દિવસે શિવલિંગ પર કાચૂ દૂધ, મધ, બિલીપત્ર, અને ફળ અર્પિત કરો. સફેદ ચંદનમાં કેસર ભેળવી શિવને લગાવો. તેનાથી ગૃહ ક્લેશમાંથી મુક્તિ મળશે. આર્થિક પ્રગતિના રસ્તા ખુલશે.

સકારાત્મક ઉર્જા

સકારાત્મક ઉર્જા

પૂનમના દિવસે ઘરના મુખ્ય દરવાજાની બહાર પાણીથી ધોઈ ત્યાં હળદર, કંકુ અને રંગોળી બનાવો. દરવાજા પર કેરીના પાનનો તોરણ બાંધો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે અને ઘરમાં શુભતા આવે છે.

ધન સંચય

ધન સંચય

મહાલક્ષ્મીની કૃપા માટે દરેક પૂનમના દિવસે ચંદ્ર ઉદય સાથે સાબુદાણાની ખીર બનાવો અને માતા લક્ષ્મીને નિવેધ ધરાવો. આ ખીરનો પ્રસાદ તમારા બાળકોને વહેંચો. તમારા ઘરમાં પૈસા ખૂટશે નહિં.

ધ્યાનમાં રાખવાની બાબતો

ધ્યાનમાં રાખવાની બાબતો

દરેક પૂનમના દિવસે સવારે ઘરના દરવાજા પર હળદરથી ઓમ લખો. તેનાથી આર્થિક મુશ્કેલી દૂર થાય છે અને ઘરમાં બિમારીઓ પ્રવેશ કરતી નથી. પૂનમના દિવસે તામસી ભોજન, ડુંગળી, લસણ, માંસાહાર, દારૂનું સેવન ન કરવું. તેનાથી ગ્રહ દોષમાં વધારો થાય છે. પૂનમના દિવસે સંભોગ કરવો નહિં. તેનાથી વ્યકિતને પિતૃદોષ લાગે છે.

English summary
Phalguna Purnima, here is muhurut and Puja Vidhi

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.