For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાલસર્પ અને પુષ્ય નક્ષત્રમાં થઈ રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, ગર્ભવતી સ્ત્રી કરે આ ઉપાય

31 જાન્યુઆરી 2018ને બુધવારે વિવિધ યોગોમાં ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યુ છે. પહેલો યોગ છે પુષ્ય નક્ષત્ર અને બીજો યોગ છે કાલસર્પ યોગ. આ અંગે વધુ વાંચો અહીં

By Sushila Chauhan
|
Google Oneindia Gujarati News

31 જાન્યુઆરી 2018ને બુધવારે વિવિધ યોગોમાં ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યુ છે. પહેલો યોગ છે પુષ્ય નક્ષત્ર અને બીજો યોગ છે કાલસર્પ યોગ. તેની સાથે જ ગ્રહણ કર્ક રાશિ એટલે કે ચંદ્રની પોતાની રાશિમાં છે. આ યોગો મનુષ્ય, પ્રકૃતિ અને પર્યાવરણ પર વ્યાપક અસર કરશે. ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ આ ગ્રહણ દરમિયાન ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

કાલસર્પ યોગ

કાલસર્પ યોગ

ગ્રહણ ગોચર અનુસાર 31 જાન્યુઆરીની સાંજે 5.18 વાગ્યે ગ્રહણનો પ્રારંભ થશે. તે સમયે કર્ક રાશિ લગ્નમાં હશે. તેમાં ચંદ્ર અને રાહુ તથા સપ્તમ સ્થાન મકર રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને કેતુ હશે. આ રીતે પ્રથમ ભાવમાં રાહુ અને સપ્તમ ભાવમાં કેતુને કારણે આ કાલસર્પ યોગ અનંત કાલસર્પ યોગ બની રહ્યો છે. આ કાલસર્પ યોગને કારણે જાતકોએ ભયાનક માનસિક કષ્ટો ભોગવવા પડશે. મન વિચલિત રહેશે. વ્યક્તિની બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે અને તે પોતાના લોકો સાથે દગો પણ કરી શકે છે.

અનંત કાલસર્પ યોગ

અનંત કાલસર્પ યોગ

અનંત કાલસર્પ યોગને કારણે કોર્ટ-કચેરી, પોલીસમાં ફસાવાની નોબત આવી શકે છે. વેપારમાં અપ-ડાઉન થશે. આ સમયે મન અને મસ્તિષ્કના સ્વામી ચંદ્રને ગ્રહણ લાગી રહ્યો છે. જેથી તમામ રાશિના જાતકોએ તેના પરિણામ ભોગવવા પડશે.

ચંદ્ર જળનો પ્રતિનિધિ ગ્રહ

ચંદ્ર જળનો પ્રતિનિધિ ગ્રહ

ચંદ્ર જળનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી કોઈ મોટી જળ આપદાનો સંકેત પણ છે. ગ્રહણની અસર ત્રણ માસ સુધી રહે છે. તેથી આવનારા ત્રણ માસ કોઈ મોટી પ્રાકૃતિક આપદા, સમુદ્રમાં ભૂકંપ, દુનિયાના કોઈ ભાગમાં જળ પ્રલય શઈ શકે છે.ગ્રહણનો પ્રારંભ પુષ્ય નક્ષત્રમાં અને સમાપ્તિ અશ્લેષા નક્ષત્રમાં થશે. પુષ્ય નક્ષત્ર પર શનિનું આધિપત્ય છે. જેથી આ સ્થિતિ સારી નથી. પુષ્ય અને અશ્લેષા નક્ષત્રમાં જન્મેલા સ્ત્રી-પુરુષોએ સાવધાન રહેવું. આ લોકોએ કોઈ પણ રીતે ગ્રહણના દર્શન કરવા નહિં.

મેષ, કર્ક, સિંહ, ધન રાશિની ગર્ભવતી સ્ત્રીઓ માટે કષ્ટકારી

મેષ, કર્ક, સિંહ, ધન રાશિની ગર્ભવતી સ્ત્રીઓ માટે કષ્ટકારી

આ રાશિવાળા માટે ચંદ્ર ગ્રહણ કષ્ટકારી રહેશે. આ રાશિની ગર્ભવતી સ્ત્રીઓએ ગહણ જોવું નહિં. ગ્રહણ શરૂ થતા પહેલા તુલસીના પાનને ગાયના છાણમાં ભેળવી લેપ બનાવી તેને પોતાના ગર્ભ પર લગાવી લેવો. શક્ય હોય તો તુલસીની માળાથી ऊं नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરવો. તુલસીની માળા પોતાની સાથે જ રાખવી. તેને ગ્રહણકાળ દરમિયાન પોતાનાથી અલગ ન કરવી.

કુંભ, તુલા, કન્યા, વૃષભ રાશિની ગર્ભવતી સ્ત્રીઓ માટે શુભ

કુંભ, તુલા, કન્યા, વૃષભ રાશિની ગર્ભવતી સ્ત્રીઓ માટે શુભ

આ રાશિની ગર્ભવતી સ્ત્રીઓએ પણ થોડા સાવધાન રહેવું. તુલસીના પાન અને ગાયના છાણાનો ગર્ભ પર લેપ કરવો અગત્યનો છે. આ સમયે ચપ્પુ, કાતર, બ્લેડ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો. ખાન-પાનની વસ્તુઓમાં તુલસીના પાન નાખો અને આ સમયે ऊं कृं कृष्णाय नमः मंत्र નો જાપ કરો. તમારા ગર્ભ પર પીળું રેશમી કપડુ ઢાંકી રાખો.

મિથુન, વૃશ્ચિક, મકર, મીન રાશિની ગર્ભવતી સ્ત્રીઓ માટે મિશ્રિત

મિથુન, વૃશ્ચિક, મકર, મીન રાશિની ગર્ભવતી સ્ત્રીઓ માટે મિશ્રિત

આ રાશિની ગર્ભવતી સ્ત્રીઓ માટે ગ્રહણનું પરિણામ મિશ્રિત રહેશે. તુલસીના પાન અને ગાયના છાણાનો લેપ ગર્ભ પર જરૂર લગાવો. લાલ ચંદનની માળા ધારણ કરો. ગ્રહણ દરમિયાન ખાન-પાન વર્જિત છે. આ સમયે ચાંદીનો એક ચંદ્ર તમારી સાથે રાખો અને ગ્રહણ સમાપ્તિ પછી તેને મંદિરમાં દાન કરી દો. ગ્રહણ દરમિયાન ऊं नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરો.

English summary
On Wednesday, January 31, 2018 the Moon will be totally eclipsed for 1 hour and 16 minutes.Tips for Pregnant Women to be safe in Chandra Grahan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X