For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્રત, કથા અને દાનપુષ્ણ દ્વારા અનેકગણું પુષ્ય કર્મ મેળવવાનો માસ એટલે પુરસોત્તમ માસ

16 મેથી અધિકમાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અધિકમાસને 'પુરસોત્તમ માસ' પણ કહે છે. આ મહિને કોઈ પણ માંગલિક કાર્ય કરવું વર્જિત ગણાય છે, પણ આ માસ દરમિયાન ધર્મ-કર્મ, દાન-પુણ્ય પર વધુ ભાર મુકાય છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

16 મેથી અધિકમાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અધિકમાસને 'પુરસોત્તમ માસ' પણ કહે છે. આ મહિને કોઈ પણ માંગલિક કાર્ય કરવું વર્જિત ગણાય છે, પણ આ માસ દરમિયાન ધર્મ-કર્મ, દાન-પુણ્ય પર વધુ ભાર મુકાય છે. કારણ કે આ મહિને કરેલું દાન વિશેષ ફળદાયી રહે છે. અધિકમાસ ભગવાન વિષ્ણુનો માસ છે. તેથી આ માસમાં વિષ્ણુની પૂજા કરવાથી જીવનના તમામ સુખ, ઐશ્વર્ય, પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. અધિકમાસમાં માત્ર ઈશ્વર માટે વ્રત, દાન, હવન, પૂજા, ધ્યાન વગેરે કરવાનું વિધાન છે. આમ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આવો જાણીએ અધિકમાસ દરમિયાન કયા કયા કામો કરવા જોઈએ.

મંત્ર જાપ

મંત્ર જાપ

અધિકમાસમાં ભગવાન વિષ્ણુના પ્રિય મંત્ર 'ओम नमो भगवते वासुदेवाय नम:" મંત્રનો જાપ કરવો જોઈએ. આ માસમાં શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ, પુરુષસુક્ત, શ્રી સૂક્ત, હરિવંશ પુરાણ અને એકાદશી મહાત્મય કથાઓના શ્રવણથી પણ મનોકામનાની પૂર્તિ થાય છે. આ દરમિયાન શ્રી કૃષ્ણ, શ્રીમદભગવત, શ્રી રામ કથા વાચન અને વિષ્ણુ ભગવાનની ઉપાસનાનું ખાસ મહત્વ છે.

કથા શ્રવણ અને પઠન

કથા શ્રવણ અને પઠન

પુરસોત્તમ માસમાં શ્રી હરિની કથા વાંચવા અને સાંભળવાનું અપાસ મહત્વ છે. આ મહિને શ્રીમદ ભાગવત ગીતાનો નિયમિત પાઠ કરવાથી સમસ્ત પ્રકારના રોગ-દ્રેષ દૂર થાય છે. આ મહિને ઉપાસકે જમીન પર સુવું. આ દરમિયાન એક જ સમય ભોજન કરવું. શક્ય હોય તો કથા વાંચન વખતે વધુમાં વધુ લોકો તમારી કથાને સાંભળે તેવી વ્યવસ્થા કરવી.

વિષ્ણુ ઉપાસના

વિષ્ણુ ઉપાસના

પુરસોત્તમ માસમાં ભગવાન વિષ્ણુનું પૂજન અને વિષ્ણુ સહસ્ત્રનામનો નિયમિત જાપ વિશેષ ફળદાયી રહે છે. કોઈ અગત્યનું કામ પૂરું કરવાની કામના સાથે જો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવામાં આવે તો આ મહિનાની સમાપ્તિ સુધીમાં તમારી ઈચ્છા જરૂર પૂરીં થાય છે. આ માસ દરમિયાન વ્યકિતનું આચરણ પવિત્ર અને સૌમ્ય રાખવું, સાથે જ તમારા વ્યવહારમાં પણ નરમાશ રાખવી.

દાન કરવું

દાન કરવું

પુરાણોમાં જણાવ્યા અનુસાર આ મહિને વ્રત-ઉપવાસ, દાન-પુણ્ય, યજ્ઞ-હવન અને ધ્યાન કરવાથી વ્યકિતના તમામ પાપ કર્મોનો ક્ષય થઈ અનેક ગણું પુષ્ણ ફળ મળે છે. આ મહિને ગરીબોમાં યથાશક્તિ દાન કરવું. આ મહિને એક રૂપિયાનું દાન પણ સો ગણું ફળ આપે છે.

દીપદાન: પુરસોત્તમ માસમાં દીપદાન, વસ્ત્ર અને ધાર્મિક કથા પુસ્તકનું દાન કરવાનું ખાસ મહત્વ છે. આ મહિને દીપદાન કરવાથી ધન-વૈભવ સાથે પુણ્યની પ્રાપ્તિ થાય છે.

સોનાનું દાન

સોનાનું દાન

અધિકમાસ દરમિયાન પ્રતિપદાએ ચાંદીના વાસણમાં ધી મુકી કોઈ મંદિરના પુજારીને દાન કરવું. તેનાથી કુટુંબમાં શાંતિ જળવાઈ રહે છે. દ્રિતિયાએ કાંસાના વાસણમાં સોનું દાન કરવાથી ખુશાલી આવે છે. તૃતિયાઓ ચણા કે ચણાની દાળનું દાન કરવાથી વેપારમાં મદદ મળે છે. ચતુર્થીએ ખારેકનું દાન કરવાથી લાભ થાય છે, પંચમીએ ગોળ અને તુવેરની દાળનું દાન કરવાથી સંબંધોમાં મિઠાશ આવે છે.

English summary
This month is considered to be very auspicious , as Lord Vishnu Himself appears in a Calendrical Form to rectify our astrological and astronomical calculations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X