Pushya Nakshatra: 24 કલાક 42 મિનિટ રહેશે પુષ્ય નક્ષત્રની ખરીદીનુ મહામૂહુર્ત
નવી દિલ્લીઃ દિવાળી પહેલા આ વખતે 7 અને 8 નવેમ્બરે નક્ષત્રોના રાજા બે દિવસ પોતાની ચમક પ્રસરાવશે. પુષ્ય નક્ષત્રમાં બધા પ્રકારની ખરીદી શુભ અને સ્થાયી હોય છે. માટે આ દિવસે સોનુ, ચાંદી, આભૂષણો, વસ્ત્ર, ભૂમિ, ભવન, વાહન ખરીદવુ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વખતે પુષ્ય નક્ષત્રની ચમક 24 કલાક અને 42 મિનિટ સુધી રહેશે. સર્વફળદાયી પુષ્ય નક્ષત્ર 7 નવેમ્બર શનિવારે 8.04 મિનિટથી પ્રારંભ થઈને આગલા દિવસે 8 નવેમ્બર રવિવારે સવારે 8.46 મિનિટ સુધી રહેશે. નક્ષત્રનો કુલ સમયગાળો 24 કલાક અને 42 મિનિટ રહેશે. રવિવારે સૂર્યોદય પછી લગભગ 2 કલાક સુધી નક્ષત્રનુ વિદ્યમાન રહેવુ શુભફળ આપશે. માટે શનિવાર સાથે રવિવારને પણ આખો દિવસ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરી શકાશે. શનિવાર તેમજ રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી આ શનિ પુષ્ય તેમજ રવિ પુષ્ય નક્ષત્ર કહેવાશે.

સર્વાર્થસિદ્ધિ તેમજ રવિયોગનો સંયોગ
પુષ્ય નક્ષત્રમાં દરેક પ્રકારની ખરીદી સ્થાયી સમૃદ્ધિ આપશે. ખાસ વાત એ છે કે પુષ્ય નક્ષત્રની સાક્ષીમાં સર્વાર્થસિદ્ધિ તેમજ રવિયોગનો સંયોગ પણ રહેશે. શુભકાર્ય તેમજ ખરીદી માટે આવા મહામૂહુર્તનો સંયોગ ખૂબ જ ઓછો બનતો હોય છે. આ દિવસે ભૂમિ, ભવન, વાહન, ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો, સોનુ, ચાંદી, વીમા પોલિસી વગેરેની ખરીદી અત્યંત શુભ માનવામાં આવે છે.

કેમ શુભ હોય છે પુષ્ય નક્ષત્ર
વૈદિક જ્યોતિષ અનુસાર પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ તેમજ ઉપ સ્વામી કે દેવતા બૃહસ્પતિ છે. શનિ સ્થાયિત્વનુ પ્રતીક છે અને બૃહસ્પતિ વૃદ્ધિકારક દેવતા છે. માટે પુષ્ય નક્ષત્રમાં જે પણ ખરીદી કરવામાં આવે છે તેમાં ક્યારેય ઉણપ નથી આવતી અને તે ક્યારેય નષ્ટ નથી થતી. વળી, સ્થાયી રહીને તેમાં વૃદ્ધિ થાય છે.

પુષ્ય નક્ષત્રમાં શું કરવુ
- પુષ્ય નક્ષત્રમાં સોનુ ખરીદવુ સૌથી શુભ માનવામાં આવે છે.
- આ દિવસે કોઈ પણ પીળી વસ્તુ ખરીદવી જોઈએ. ભલે તમે પિત્તળના વાસણો ખરીદો, પીળા અનાજનુ ભંડારણ કરો કે પીળા વસ્ત્રો ખરીદો.
- પુષ્ય નક્ષત્રના દિવસો સ્થાયી લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુનુ પૂજન કરીને તેમને પીતાંબર ધારણ કરાવો. પીળા ફલોનુ નૈવેધ ધરાવો.
- પુષ્ય નક્ષત્રમાં મા લક્ષ્મીને કેસરની ખીરનુ નૈવેધ ધરાવવાથી સર્વસુખ પ્રાપ્ત થાય છે.
- આ દિવસે સોનુ અને પોખરાજ ધારણ કરવુ જોઈએ.
- જે યુવક, યુવતીઓના લગ્નમાં અડચણો આવી રહી હોય, તે પુષ્ય નક્ષત્રમાં કાચા હળદરની ગાંઠ પીળા કપડામાં બાંધીને પૂજન કરીને પોતાની પાસે રાખે.
- આ દિવસે કેળાનો છોડ રોપવો શુભ માનવામાં આવે છે.
- પુષ્ય નક્ષત્રના દિવસે પ્રાતઃકાળ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વારને સાફ, સ્વચ્છ કરીને દરવાજાની બંને તરફ હળદરથી સ્વસ્તિક બનાવીને તેની વચ્ચે કુમકુમનો ચાંદલો કરવાથી લક્ષ્મીનુ આગમન થાય છે.
Happy Diwali: દિવાળીના શુભેચ્છા મેસેજ, વૉટ્સએપ, ફેસબુક સ્ટેટસ અને તસવીરો