• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Inspirational Story: રૂપથી વધુ મહત્વપૂર્ણ હોય છે ગુણ, વાંચો આ જ્ઞાનવર્ધક કથા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંસારમાં રૂપના મહત્વને કોણ નકારી શકે છે? સુંદરતાનુ આકર્ષણ એટલુ તીવ્ર હોય છે કે આ ભૌતિક જગતમાં તેેને ચુંબકની સંજ્ઞા આપવામાં આવી છે. સંસારના વ્યવહાર પર નજર નાખીએ તો આ બાબતે કોઈ બેમત ન હોઈ શકે કે રૂપનુ મહત્વ સર્વત્ર છે. એ પણ માનવામાં આવે છે કે ઘણી વાર રૂપ ગુણો પર પણ ભારે પડી જાય છે. ક્યારેક તો એ પણ જોવા મળે છે કે ગુણી વ્યક્તિને પાછળ છોડીને અયોગ્ય વ્યક્તિ તે સ્થાન મેળવી લે છે જેને યોગ્ય તે વાસ્તવમાં નથી હોતા. કહેવાનુ તાત્પર્ય એ છે કે સંસારમાં રૂપ બધાના માથે ચડીને બોલે છે. પરંતુ શું વાસ્તવમાં રૂપ, ગુણોથી વધુ મહત્વપૂર્ણ છે? શું સુંદરતા આગળ ગુણોનુ કોઈ મોલ નથી હોતુ? આજની કથાથી જાણીએ -

એક શેઠજી હતા...

એક શેઠજી હતા...

એક શેઠજી હતા જે અપાર ધનના સ્વામી હતા. પોતાની એકની એક દીકરીના લગ્ન માટે એક વર શોધી રહ્યા હતા. ઘણુ શોધ્યા બાદ 2 યુવકો પર વાત અટકી ગઈ. એક યુવક અત્યંત સ્વરૂપવાન હતો જેનાથી દરેક યુવતી લગ્ન કરવા ઈચ્છતી હતી. શેઠજીની દીકરીને એ જ યોગ્ય લાગી રહ્યો હતો. બીજો યુવક દેખાવમાં સામાન્ય હતો પરંતુ ખૂબ જ યોગ્ય હતો. આ યુવક શેઠજીને ખૂબ ગમી ગયો હતો. આ મુદ્દે પિતા અને દીકરીમાં અસંમતિ થઈ ગઈ હતી. શેઠજી પરેશાન હતા કે દીકરીને કઈ રીતે સમજાવવામાં આવે. શેઠજીએ એક સત મહારાજ પાસે દીક્ષા લીધી હતી. સંયોગથી તે પધાર્યા હતા અને શહેરની બહાર આશ્રમમાં રોકાયા હતા. શેઠજી દીકરી સહિત તેમના પાસે ગયા અને આખી વાત જણાવી.

શેઠ પોતાની દીકરી સાથે પગપાળા નીકળી પડ્યા..

શેઠ પોતાની દીકરી સાથે પગપાળા નીકળી પડ્યા..

શેઠજી દીકરીને લઈને તેમની પાસે ગયા અને આખી વાત જણાવી. સંતે કહ્યુ કે શેઠ! તમારી સમસ્યાનુ સમાધાન હું કાલે કરીશ. કાલે તમે બપોર કન્યાને લઈને મારી પાસે આવી જજો. કાલે તમારા બે કામ કરવાના રહેશે. શહેરની સીમા સમાપ્ત થતા જ વાહન છોડી દેવાનુ અને દીકરી સાથે પગપાળા જ આવવાનુ. બીજી વાત તમારે રસ્તામાં પાણી સોનાની રત્ન જડિત સુરાહીમાં લાવવાનુ. બીજા દિવસે શેઠ પોતાની દીકરી સાથે પગપાળા નીકળી પડ્યા. ગરમીના દિવસો હતા અને તપતી બપોરે પગે ચાલીને દીકરીને જીવ આફતમાં પડી રહ્યો હતો. તેના પર જ્યારે તરસ લાગતી તો સુરાહીનુ પાણી એટલુ ગરમ થઈ રહ્યુ હતુ કે ગળામાંથી ઉતરતુ નહોતુ. બંને ગમે તેમ કરીને આશ્રમ પહોંચ્યા અને એક તરફ ઢળી પડ્યા.

આ જ તફાવત છે અને રૂપ અને ગુણોમાં..

આ જ તફાવત છે અને રૂપ અને ગુણોમાં..

તેમની હાલત જોઈને સંતે કહ્યુ - દીકરી! ત્યાં જો, એક કાળુ માટલુ મૂક્યુ છે. તેમાં ઠંડુ પાણી છે, જઈને પોતાની તરસ છિપાવી દે. શેઠજી અને તેમની દીકરી ફટાફટ માટલા સુધી પહોંચ્યા અને મન ભરીને પાણી પીધુ. હાથ-મોઢુ ધોયા. હવે સંતે હસીને કહ્યુ - જોયુ દીકરી! સોનાની સુરાહી કેટલી સુંદર હતી પરંતુ જીવમાં જીવ આવ્યો આ કાળા કુરુપ માટલાના જળથી. આ જ તફાવત છે અને રૂપ અને ગુણોમાં. જીવનયાત્રા ખૂબ લાંબી છે, રૂપની ઉંમર બહુ નાની. ઉંમર સાથે રૂપ ઘટતુ જાય છે, પરંતુ ગુણ વધતા જાય છે. જીવનપથ પર ગમે ત્યારે કષ્ટોનો કોઈ પણ રીતે સામનો થઈ શકે છે. એ વખતે ગુણો કામમાં આવે છે, રૂપ નહિ. હવે શેઠજીની દીકરી વાતને સમજી ચૂકી હતી.

શિક્ષા

દોસ્તો! જીવનમાં રૂપના મહત્વને કમ ન આંકી શકાય પરંતુ તે જ બધુ નથી હોતુ. જ્યારે વાત ગુણો સાથે તુલનાની હોય, તો રૂપનુ પલડુ સદાય હલકુ જ રહે છે.

ગુજરાતઃ સુરતના ONGC પ્લાન્ટમાં મોડી રાતે ભીષણ આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળેગુજરાતઃ સુરતના ONGC પ્લાન્ટમાં મોડી રાતે ભીષણ આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે

English summary
Qualities are more important than your look, Read thi motivational story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X