• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rahu Ketu Transit 2020: આ 4 રાશિ પર સૌથી વધુ અસર કરશે રાહુ- કેતુનું રાશિ પરિવર્તન

|

સપ્ટેમ્બર મહિિનામાં ગુરુ ધન રાશિમાં માર્ગી થશે અને રાહુ- કેતુનું રાશિ પરિવર્તન થશે. જ્યોતિશશાસ્ત્રમાં પાપ ગ્રહના રૂપમાં માન્ય રાહુ અને કેતુ હંમેશા એકસાથે જ રાશિ પરિવર્તન કરે છે. 23 સપ્ટેમ્બરે રાહુ શુક્રની રાશિ વૃષભમાં અને કેતુ મંગળની રાશિ વૃશ્ચિકમાં પ્રવેસશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જો રાહુ કેતુ બગડી જાય તો જિંદગી નરક સમાન બનાવી દે છે અને જો દેવા પર આવી જાય તો ગરીબને પણ રાજા બનાવી દે છે. આ માટે બંને રાશિ પરિવર્તન કેટલાય લોકો માટે રાહત લઈને આવશે તો કેટલીક રાશિઓ માટે આફત.

કેવો છે આ ગ્રહ કેતુ

કેવો છે આ ગ્રહ કેતુ

વૈદિક જ્યોતિષમાં કેતુ એક માયાવી ગ્રહ છે. આ મોક્ષ, અધ્યાત્મ અને વૈરાગ્ય કારક માનવામાં આવે છે. કેતુને લઈને એમપણ કહેવાય છે કે જે વ્યક્તિ પર આ ગ્રહ મહેરબાન થાય છે તેને માલામાલ કરી દે છે. તેનાથી તદ્દન વિપરીત જો લેવા પર આવી જાય તો આ ગ્રહ કોઈ વ્યક્તિને કંગાળ પણ બનાવી દે છે.

કેતુ પોતાની દશામાં જેટલી તેજીથી ધન અને પ્રતિષ્ઠા લાવે છે તેટલી જ તેજીથી તેને પોતાની સાથે પણ લઈ જાય છે. આ માયાવી ગ્રહ બધું જ માયાવી જ આપે છે. કેતુ દિમાગ ઉપર એવી માયા નાખે છે કે માણસ પોતાની આગળ કોઈને કંઈ નથી સમજતો. જો કેતુ શુભ હોય તો સારી કલ્પના શક્તિ આપે છે. તો આવો જાણીએ રાહુ કેતુનું આ રાશિ પરિવર્તન કઈ રાશિ પર સૌથી વધુ પ્રભાવ પાડશે.

મેષ

મેષ

મેષ રાશિના જાતકો માટે રાહુ અને કેતુનો પ્રભાવ મિશ્રિત ફળદાયક રહેશે. તમારે એવાં કાર્યો કરવાં પડશે જેમાં વધુ ધન ખર્ચ થશે. સાથે જ તમે સ્વાસ્થ્યનું પણ સારું ધ્યાન રાખો અને ઘરની બહાર જ્યારે પણ નીકળો તો પૂરી સુરક્ષાનું ધ્યાન રાખો. તમારે કારણ વિમાની કોઈ યાત્રા કરવી પડી શકે છે. આ દરમિયાન કોઈ સાથે મતભેદ ના રાખવો, નહિતર તમને જ નુકસાન થશે.

વૃષભ

વૃષભ

કર્ક રાશિ માટે રાહુ-કેતુનો પ્રભાવ સંતાન સંબંધી સમસ્યા માટે યોગ્ય નહિ હોય. તમારા વેપારમાં લાભ ઘટશે અને ખર્ચ વધશે. તમે કોઈના ભ્રમ અને કપટમાં ના આવો, મહેનત કરતા રહો સફતા જરૂર મળશે. સંતાન સંબંધિત કેટલીક સમસ્યા તમને પરેશાન કરી શકે છે. આ સમયે તમે ખાણી પીણી પર વિશેષ ધ્યાન રાખો અને સુરક્ષા સાથે જ ઘરેથી નીકળો.

સિંહ

સિંહ

સિંહ રાશિ માટે રાહુ-કેતુનો પ્રભાવ મધ્યમ ફળદાયક રહેશે. તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે નહિતર તમારે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઘરેલૂ ગૂંચવણોથી તમે માનસિક તણાવ અનુભવી શકો છો. માટે શાંતિ સાથે કામ કરો. વ્યર્થની વાતોને ઉત્તેજન આપવું નહિ. તમારી આવકમાં ઘટાડો આવી શકે છે, જેનાથી તમારાં કાર્ય અટકી શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિ માટે રાહુ-કેતુનો પ્રભાવ કોઈ નુકસાન કરી શકે છે. માટે તમે કોઈપણ પ્રકારના માનસિક તણાવથી બચવું અને એકાગ્રતા સાથે કામ કરવું. તમારે ધન સંબંધી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે, બની શકે છે કે તમારે કોઈ પાસેથી લોન લેવી પડે. આ દરમિયાન કોઈપણ પ્રકારની સ્કિમની લાલચમાં આવવું નહિ. વાહનથી દૂરી બનાવી રાખો અને સાથે જ તમારા પરિવારના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખો.

ગણેશ ચતુર્થીઃ લંબોદરની આ દૂર્લભ પ્રતિમાઓ શું તમે જોઈ છે?

English summary
Rahu Ketu Transit 2020: these 4 zodiac will be most affected
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X