For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાશિના જાતકો બદલો લેવામાં હોય છે એક્સપર્ટ!

બદલો એક એવી વસ્તુ છે જેને લેવાની રીત જે તે વ્યક્તિ પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિ પ્રતિશોધની જ્વાળામાં બળી રહ્યો છે તો જરૂર પોતાનો બદલો લેશે જ.

By Desk
|
Google Oneindia Gujarati News

બદલો એક એવી વસ્તુ છે જેને લેવાની રીત જે તે વ્યક્તિ પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિ પ્રતિશોધની જ્વાળામાં બળી રહ્યો છે તો જરૂર પોતાનો બદલો લેશે જ. પણ બદલો લેવાની રીત દરેક વ્યક્તિની જુદી જુદી હોય છે. કોઈ સામી છાતીએ તો કોઈ ષડયંત્ર રચીને બદલો લે છે. આજે અમે તમને જણાવીશું કઈ રાશિનો બદલો લેવાની રીત કેવા પ્રકારની હોય છે.

મેષ

મેષ

મેષ રાશિના જાતકો મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. જે એક વિનાશકારી ગ્રહ મનાય છે. આ રાશિના જાતકો જ્યારે બદલો લેવા પર આવી જાય છે ત્યારે તે કંઈ પણ સમજતી કે વિચારતી નથી. તે સમયે તેમને જે યોગ્ય લાગે તે જ કરે છે. બદલો લેવા તેઓ કોઈ પણ હદે જાય છે.

વૃષભ

વૃષભ

આ રાશિના જાતકો કોઈના દ્વારા મળેલો પ્રેમ કે દગો ક્યારેય ભૂલતા નથી. પણ બદલો લેવાની વાત આવે ત્યારે તેઓ તરત નહિં પણ પછી જરૂર પ્રતિક્રિયા કરે છે. તેઓ પોતાના તેજ મગજને વાપરી એક યોજના બનાવે છે અને તે રીતે બદલો લે છે.

મિથુન

મિથુન

આ રાશિના જાતકો મોટાભાગના કિસ્સાઓમાં બીજા દ્વારા કરાયેલા ગુનાઓને ધીરે ધીમે ભૂલી જાય છે અને સમય જતા તેમને માફ પણ કરી દે છે. ઓછા કિસ્સામાં જોવા મળે છે કે તેઓ બદલો લેવાની ભાવનાથી કોઈના પર વાર કરે.

કર્ક

કર્ક

જો તમારો દુશ્મન કર્ક રાશિનો છે અને તમે તેમને દુઃખ પહોંચાડ્યુ છે તો પોતાને તૈયાર કરી લો. કારણ કે આ રાશિના જાતકો મનથી પ્રેમ કરે છે પણ તેટલી જ દુશ્મનાવટથી પોતાનો બદલો પણ લે છે.

સિંહ

સિંહ

આ રાશિના જાતકો ખૂબ ગુસ્સાવાળા હોય છે. સિંહ રાશિના જાતકોને કોઈના દ્વારા દગો મળે તો તેઓ ગુસ્સાની સુનામી લાવી દે છે. તમારા મિત્રોની લિસ્ટમાં કોઈ સિંહ રાશિનો છે તો તેને કોઈ દિવસ હેરાન કરવો નહિં.

કન્યા

કન્યા

આ રાશિ બદલો લેવાની બાબતે થોડી ઠંડા મિજાજની છે. એનો અર્થ એ નથી કે મિથુન રાશિના જાતકો ચૂપચાપ એક ખૂણામાં બેસી જશે. તેઓ વાર તો કરશે પણ તેમાં ખરાબ શબ્દો કે શસ્ત્રોનો ઉપયોગ ભાગ્યે જ કરશે. તેઓ દિલથી તમને બદલાની ભાવનાનો અહેસાસ કરાવી શકે છે.

તુલા

તુલા

કોઈ કારણોસર આ રાશિના જાતકો હતાશ થઈ કોઈની સાથે બદલો લેવાનું નક્કી કરી લે તો તેમનો અંદાજ નિયંત્રિત હોય છે. તમને અહેસાસ પણ નહિં થાય કે તેઓ તમારાથી બદલો લઈ રહ્યા છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકોને તમે છંછેડી દેશો તો તેઓ એક પળ માટે પણ તમને સુખેથી રહેવા દેશે નહિં. તેઓ બદલો લેવામાં જરાય વાર કરતા નથી. બને કે તેમનાથી કંટાળી તમારે ઘર, શહેર કે દેશ પણ છોડી જતા રહેવું પડે.

ધન

ધન

ધન રાશિના જાતકો અમુક હદ સુધી પોતાના ગુસ્સા પર નિયંત્રણ કરી લે છે. તેમને નુકશાન પહોંચાડી બને કે તમે બચી પણ જાવ પણ જો તેમને અંગત રીતે વાત ખોટી લાગી તો તેમનું સખત રિએકશન તમને હચમચાવી મુકી દેશે.

મકર

મકર

અન્ય રાશિઓની જેમ તે જ સમયે નહિં પણ પૂરતા પ્લાનિંગ સાથે તેઓ બદલો લે છે. તેમને જે દુઃખ આપ્યુ હોય તેવું જ અથવા તેથી વધુ દુઃખ તે સામેવાળાને પહોંચાડે છે. તેમના મગજમાં હંમેશા યોજનાઓ ચાલ્યા કરે છે. આવા જાતકો ખૂબ ખતરનાક સાબિત થાય છે.

કુંભ

કુંભ

આ રાશિના જાતકો બદલો લેવામાં વિશ્વાસ નથી કરતી, પણ બીજા દ્વારા અપાયેલા દુઃખથી હેરાન જરૂર થાય છે. તેઓ તેને ભૂલતા નથી પણ બદલો લેવાનો ખ્યાલ ભાગ્યે જ તેમના મગજમાં આવે છે. તેમને દુઃખી કરનારાને તે બીજી તક આપતા નથી.

મીન

મીન

આ રાશિના જાતકો રસપ્રદ, હસમુખા અને લોકોને સ્નેહ કરનારા હોય છે. પણ જો તેમને કોઈ દગો કરે તો તેના મોતનું પ્લાનિંગ કરવામાં પણ તેઓ ખચકાતા નથી. દુશ્મનને તકલીફ આપવી અને બીજાની કઈ હરકત તેમને તકલીફ પહોંચાડે છે તે બધુ જ તેમના મગજની શૈતાની ઉપજ હોય છે.

English summary
Check out your sign here to see where on the toxin scale you may fall and in which ways you are most likely to strike back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X