For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશ પૂજાની વિધી અને રીત-રિવાજ

|
Google Oneindia Gujarati News

ગણેશોત્સવ આખાય ભારતમાં ધામધૂમથી મનાવવામાં આવતો તહેવાર છે. આ તહેવારને માત્ર મંદિરો જ નહિં, પણ પંડાલો અને ઘરોમાં પણ મનાવવામાં આવે છે. લોકો પોતાના ઘરે યથાશક્તિ મુજબ શ્રીની સ્થાપના કરે છે.

ગણેશપૂજામાં ઘણા રોચક રિતી-રિવાજો પણ છે. દરેક પરિવાર અને સમુદાય ગણેશ પૂજાના આ રીત-રિવાજોનું અનુષ્ઠાન દરમ્યાન પાલન કરે છે. ગણેશ ચતુર્થી એક દિવસનો તહેવાર નથી. આ તહેવારને દસ દિવસ સુધી ધામધૂમથી મનાવવામાં આવે છે. ભક્ત દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ, અને નવ દિવસ સુધી ગણેશ ભગવાનની પૂજા, આરાધના કરતા હોય છે.

અહીં ગણેશ પૂજા સાથે સંકળાયેલા કેટલાક હિંદુ અનુષ્ઠાન અંગે જણાવવામાં આવ્યું છે.

મૂર્તિની સ્થાપના

મૂર્તિની સ્થાપના

સૌ પ્રથમ ભગવાન ગણેશની મૂર્તિને ઉંચા અને શુદ્ધ સ્થાન પર શાસ્રોક્ત વિધિથી સ્થાપિત કરવામાં આવે છે. નાના મોટા સૌ કોઈ પરિવારના સદસ્યો પ્રભુના સિંહાસનને શણગારે છે. સજાવટ માટે ફુલ, રંગીન પાન, લાઈટીંગ, વિવિધ ક્રાફ્ટ વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો.

પવિત્ર જળ

પવિત્ર જળ

મૂર્તિની સ્થાપના કર્યા બાદ પવિત્ર જળનો છંટકાવ કરીને પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાન કરવામાં આવે છે. હિંદુ ગ્રંથો અનુસાર આ રીતે મૂર્તિમાં પ્રાણ આવે છે, આ વિધિ દરમ્યાન વૈદિક મંત્રોચ્ચાર પણ કરવામાં આવે છે.

રિદ્ધિ અને સિદ્ધિ

રિદ્ધિ અને સિદ્ધિ

ઘણાં પરિવાર ભગવાન ગમેશની સાથે રિદ્ધિ અને સિદ્ધિની પણ સ્થાપના કરે છે. રિદ્ધિ અને સિદ્ધિની પૂજા પણ ભગવાન ગણેશની સાથે નવ દિવસ સુધી કરવામાં આવે છે.

ગણપતિજીની આરતી

ગણપતિજીની આરતી

ગણેશ પૂજાની સાથે આરતીનું મહત્વ પણ ઘણું છે. આરતી ભક્તિમય ભાવ સાથે લયમાં ગાવામાં આવે છે. ગણેશોત્સવ દરમ્યાન સાંજે અને સવારે બંને ટાઈમ ભગવાનની આરતી ઉતારવાનું આયોજન કરવામાં આવે છે. આરતી દરમ્યાન થાળીમાં ઘીનો દીવો રાખવામાં આવે છે, અને કપૂરનો ધુપ આપવામાં આવે છે.

મોદક અને લાડું

મોદક અને લાડું

ભગવાન ગણેશને મોદક અને લાડું ઘણાં જ ભાવે છે. મીઠાઈ તેમની કમજોરી માનવામાં આવે છે. આ કારણે જ ભગવાન ગણેશની પૂજા દરમ્યાન મોદક અને લાડુનો ભોગ લગાવવામાં આવે છે.

કડુવા મોદક

કડુવા મોદક

ગણેશ ભગવાનને જ્યારે ભોગ લગાવવામાં આવે છે, થાળીમાં દરેક પ્રકારના લાડું મૂકવામાં આવે છે. આરતી અને થાળ બાદ પ્રસાદ તરીકે લાડું અને મોદકને વહેચવામાં આવે છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિને આ મોદક મળે છે, તેનું આખુય વર્ષ સારૂં જાય છે.

વિસર્જન

વિસર્જન

ભગવાનનું યથાશક્તિ દિવસોની પૂજા, પ્રાર્થના અને અર્ચના બાદ વિસર્જન કરવામાં આવે છે. ભગવાન આવતા વર્ષે જલ્દી આવો તેવી આસ્થા સાથે તેમને વિદાય આપવામાં આવે છે, અને પાણીમાં વિસર્જીત કરવામાં આવે છે.

English summary
Many people place Ganapati idols in their house to celebrate this festival. Many interesting rituals are associated with Ganesh Puja. Every family or community has its own rituals for Ganesh puja.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X