For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવપુરાણમાં દર્શાવાયા છે રૂદ્રાક્ષના 14 પ્રકાર, જાણો શું થશે ફાયદો

રૂદ્રાક્ષ વિના મહાદેવના શૃંગારને અધૂરો મનાય છે. ભગવાન શિવ રૂદ્રાક્ષ આભૂષણ તરીકે ધારણ કરે છે. ભગવાન શંકરનો ગમતા રૂદ્રાક્ષ ભક્તોને પણ પોતાની તરફ આકર્ષે છે.

|
Google Oneindia Gujarati News

રૂદ્રાક્ષ વિના મહાદેવના શૃંગારને અધૂરો મનાય છે. ભગવાન શિવ રૂદ્રાક્ષ આભૂષણ તરીકે ધારણ કરે છે. ભગવાન શંકરનો ગમતા રૂદ્રાક્ષ ભક્તોને પણ પોતાની તરફ આકર્ષે છે. રૂદ્રાક્ષ પહેરવાથી હ્રદય સંબંધી બીમારી, સ્ટ્રેસ, ચિંતા, બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. શિવપુરાણની વિદ્યેશ્વર સંહિતામાં રૂદ્રાક્ષના 14 પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. ચાલો જાણીએ કયો રૂદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય છે.

રૂદ્રાક્ષ હંમેશા પહેરી શકાય છે. જો કે કેટલાક લોકો રૂદ્રાક્ષ અંતિમ સંસ્કારમાં જવા સમયે કે ઘરમાં નવજાત બાળકના જન્મ સમયે ધારણ નથી કરતા. માન્યતા છે કે રૂદ્રાક્ષમાં જબરજસ્ત ઉર્જા હોય છે, એટલે આવા સ્થળોએ રૂદ્રાક્ષ પહેરવો યોગ્ય નથી.

રૂદ્રાક્ષને ક્યારેય ગંદા હાથે કે માટીવાળા હાથે ન અડવું જોઈએ. જો તમે રોજેરોજ રૂદ્રાક્ષ ધારણ નથી કરતા, તો તેને પૂજા કક્ષમાં એક સ્વચ્છ નાના બોક્સમાં રાખી રોજ તેની પૂજા કરો.

રૂદ્રાક્ષ હંમેશા તમારી મહેનતના પૈસાથી જ ખરીદો, ક્યારેય ઉધાર ન લો. જો તમે રૂદ્રાક્ષ નિયમિત પહેરો છો તો માંસાહાર કે મદિરાપાન ન કરો. રૂદ્રાક્ષ શુભ દિવસે ધારણ કરવો જોઈએ. સામાન્ય રીતે સોમવાર કે ગુરુવાર આ માટે શ્રેષ્ઠ છે.

1. એક મુખી રૂદ્રાક્ષ

1. એક મુખી રૂદ્રાક્ષ

એક મુખી રૂદ્રાક્ષ ભગવાન શિવનું સ્વરૂપ છે. જ્યાં આ રૂદ્રાક્ષની પૂજા થાય છે, ત્યાંથી માતા લક્ષ્મી દૂર નથી જતા. એટલે કે જે એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરે છે તેને ધનની તંગી નથી પડતી.

ધારણ કરવાનો મંત્ર - ऊं ह्रीं नम:

2. દ્વિમુખી રૂદ્રાક્ષ

2. દ્વિમુખી રૂદ્રાક્ષ

બે મુખવાળા રૂદ્રાક્ષને દેવ દેવેશ્વર કહેવાય છે. આ રૂદ્રાક્ષ તમામ પ્રકારની ઈચ્છા પરિપૂર્ણ કરે છે.

ધારણ કરવાનો મંત્ર - ऊं नम:

3. ત્રિમુખી રૂદ્રાક્ષ

3. ત્રિમુખી રૂદ્રાક્ષ

ત્રણ મુખવાળો રૂદ્રાક્ષ સફળતા અપાવે છે. ખાસ કરીને વિદ્યાપ્રાપ્તિ માટે આ રૂદ્રાક્ષ વિશેષ મહત્વનો છે.

ધારણ કરવાનો મંત્ર - ऊं क्लीं नम:

4. ચારમુખી રૂદ્રાક્ષ

4. ચારમુખી રૂદ્રાક્ષ

ચાર મુખવાળો રૂદ્રાક્ષ બ્રહ્માનું સ્વરૂપ છે. તેના દર્શન અને સ્પર્ષથી ધર્મ, અર્થ, કામ, અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ધારણ કરવાનો મંત્ર - ऊं ह्रीं नम:

5. પંચમુખી રૂદ્રાક્ષ

5. પંચમુખી રૂદ્રાક્ષ

પાંચ મુખવાળો રૂદ્રાક્ષ કાલાગ્નિનું રૌદ્ર સ્વરૂપ છે, તેને પહેરવાથી અદભૂત માનસિક શક્તિનો વિકાસ થાય છે.

ધારણ કરવાનો મંત્ર - ऊं ह्रीं नम:

6. છઃ મુખી રૂદ્રાક્ષ

6. છઃ મુખી રૂદ્રાક્ષ

છઃ મુખી રૂદ્રાક્ષ ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ છે. જે પણ આ રૂદ્રાક્ષ ધારણ કરે છે, તેના તમામ પાપ નષ્ટ થઈ જાય છે.

ધારણ કરવાનો મંત્ર - ऊं ह्रीं हुं नम:

7. સાત મુખી રૂદ્રાક્ષ

7. સાત મુખી રૂદ્રાક્ષ

સાત મુખવાળો રૂદ્રાક્ષ અનંગ નામથી જાણીતો છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી ગરીબ પણ રાજા બની જાય છે.

ધારણ કરવાનો મંત્ર - ऊं हुं नम:

8. અષ્ટમુખી રૂદ્રાક્ષ

8. અષ્ટમુખી રૂદ્રાક્ષ

આઠ મુખવાળો રૂદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ સ્વરૂપ છે. જે પણ આ રૂદ્રાક્ષ પહેરે છે, તેનું આયુષ્ય લાંબુ થાય છે.

ધારણ કરવાનો મંત્ર - ऊं हुं नम:

9. નૌમુખી રૂદ્રાક્ષ

9. નૌમુખી રૂદ્રાક્ષ

નવ મુખવાળો રૂદ્રાક્ષ ભૈરવ અને કપિલમુનિનું પ્રતીક છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી ગુસ્સા પર નિયંત્રણ આવે છે સાથે જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.

ધારણ કરવાનો મંત્ર - ऊं ह्रीं हुं नम:

10. દસમુખી રૂદ્રાક્ષ

10. દસમુખી રૂદ્રાક્ષ

દસ મુખવાળો રૂદ્રાક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી મનુષ્યની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

ધારણ કરવાનો મંત્ર - ऊं ह्रीं नम:

11. અગિયારમુખી રૂદ્રાક્ષ

11. અગિયારમુખી રૂદ્રાક્ષ

11 મુખવાળો રૂદ્રાક્ષ રૂદ્રનું સ્વરૂપ છે. જે આ રૂદ્રાક્ષ ધારણ કરે છે. તેને કોઈ પણ ક્ષેત્રમાં હાર નથી મળતી.

ધારણ કરવાનો મંત્ર - ऊं ह्रीं हुं नम:

12. બાર મુખવાળો રૂદ્રાક્ષ

12. બાર મુખવાળો રૂદ્રાક્ષ

બાર મુખવાળા રૂદ્રાક્ષને ધારણ કરવાથી ઈજ્જત, પૈસા, સહિત કોઈ ચીજની કમી નથી રહેતી.

ધારણ કરવાનો મંત્ર - ऊं क्रौं क्षौं रौं नम:

13. તેર મુખવાળો રૂદ્રાક્ષ

13. તેર મુખવાળો રૂદ્રાક્ષ

તેર મુખવાળો રૂદ્રાક્ષ વિશ્વદેવોનું સ્વરૂપ છે.

ધારણ કરવાનો મંત્ર - ऊं ह्रीं नम:

14. ચૌદ મુખવાળો રૂદ્રાક્ષ

14. ચૌદ મુખવાળો રૂદ્રાક્ષ

ચૌદ મુખવાળો રૂદ્રાક્ષ પરમ શિવસ્વરૂપ છે. તેને ધારણ કરવાથી સમસ્ત પાપનો નાશ થઈ જાય છે.

ધારણ કરવાનો મંત્ર- ऊं नम:

English summary
information about rudhrakha's diffrent types
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X