• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 સપ્ટેમ્બરથી માર્ગી થઈ રહ્યો છે શનિ, રાશિ મુજબ જાણો કેવું મળશે ફળ

|

18 એપ્રિલથી ધન રાશિમાં ઉંધી ચાલ ચાલી રહેલ શનિ 6 સપ્ટેમ્બરે સાંજે 4 વાગીને 44 મિનિટ પર માર્ગી થઈ રહ્યો છે. નિના માર્ગી થવાથી 5 રાશિવાળા લોકોને જબરદસ્ત લાભ થશે, જેઓ અત્યાર સુધી શનિના વક્રત્વ કાળમાં કેટલીય પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા. 142 દિવસ સુધી શનિ વક્રી રહ્યા. શનિ કર્મ અને સેવાના કારક ગ્રહ છે એટલે કે શનિની સીધે સીધી અસર વ્યક્તિની નોકરી અને વ્યવસાય પર થાય છે. શનિાન વક્રી અને માર્ગી હોવાની સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસર થઈ શકે છે. જે વ્યક્તિની જન્મકુંડળીમાં શનિની સ્થતિ મુજબ હોય છે.

શનિના માર્ગી થવાથી આ પાંચ રાશિના જાતકોને થશે ખાસ લાભ

શનિના માર્ગી થવાથી આ પાંચ રાશિના જાતકોને થશે ખાસ લાભ

શનિના માર્ગી થવાથી પાંચ રાશિના જાતકોને ખાસ લાભ થશે આ રાશિ છે વૃષભ, કન્યા, વૃશ્ચિક, ધન અને મકર. આમાંથી વૃષભ અને કન્યા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે, જ્યારે વૃશ્ચિક, ધન અને મકર રાશિ પર શનિની સાઢેસાતી લાગેલી છે. શનિ જ્યારે માર્ગી થશે તો આ 5 રાશિના જાતકોને વિશેષ લાભ પ્રદાન થશે. અહીં જાણો તમારી રાશિ પર કેવી અસર થશે.

મેષ

મેષ

શનિના માર્ગી થવાથી મેષ રાશિના જાતકોના આયુષ્યમાં વૃદ્ધિ થશે. આવકના નવા સ્રોત મળશે. શત્રુઓ તરફથી થઈ રહેલી તકલીફ દૂર થશે. નોકરીાં પ્રમોશન મળશે, પરિજનોમાં સંબંધો સુધરશે. શનિનો શુભ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે મેષ રાશિવાળા લોકો કાળી ગાયને સરસવનું તેલ લગાવેલ રોટલી ખવડાવવી.

વૃષભ

વૃષભ

આ રાશિના જાતકો માટે ભાગ્યોદયનો સમય આવી રહ્યો છે. અત્યાર સુધી જે કાર્યોમાં રૂકાવટ આવી રહી હતી તે દૂર થશે. નવા કાર્ય રોજગાર અને જોબ પ્રાપ્ત થશે. અચાનક મોટો લાભ મળશે. શિક્ષા અને પ્રેમ સંબંધી મામલામાં લાભ મળશે. આ રાશિના લોકો ગરીબોને કાળા કપડા અને કાળા જૂતાં દાન કરવાં, લાભ પ્રાપ્ત થશે.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકો માટે ગ્રહ સ્થિતિ મિશ્રિત પરિણામ આપશે. કાર્યસ્થળ પર માન-સન્માન વધશે. પત્નીથી વૈચારિક મતભેદ દૂર થશે. અવિવાહિતો માટે લગ્નના યોગ બનશે. સતત શુભ સમાચાર મળશે, પરંતુ ખર્ચ વધુ થશે. કેટલાક લોકો પરેશાન કરી શકે છે. માર્ગી શનિના શુભ લાભ પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકરના મંદિરમાં શનિવારે કાળા તલ ચઢાવવા.

કર્ક

કર્ક

આ રાશિના જાતકોને કાનૂની વિવાદમાંથી રાહત મળશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે વિવાદ સમાપ્ત થશે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં આવી રહેલ રુકાવટ સમાપ્ત થશે. બાળકોનાં સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે. પક્ષીઓને દાણા નાખવા, લાભ થશે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું શુભ પરિણામ લઈને આવશે. જૂના રોગ સમાપ્ત થશે. સંતાનપક્ષ તરફથી સારા સમાચાર મળશે. આયુષ્ય વધશે. કાર્યસ્થળ પર પ્રસિદ્ધિ વધશે. આર્થિક મામલે મુશ્કેલી વધી શકે છે. જાળવીને ખર્ચ કરવો. આર્થિક પ્રબંધ કરવો જરૂરી હશે. નોકરી બદલવાના યોગ બનશે. લાભ માટે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો.

કન્યા

કન્યા

આ રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિના માર્ગી થવાથી લાભ થશે. ભૂમિ, ભવ, વાહન સ્થાયયી સંપત્તિ મળવાના યોગ બનશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરિવાર, સંપત્તિ સંબંધી કાર્ય ઠીક રહેશે. કોર્ટ કચેરીના મામલામાં લાભ થશે, કરિયરમાં સુધારો થશે. મિશ્રિત પરિણામ મળશે. સફળતા માટે આકરી મહેનત કરવી પડશે. વ્યવસ્થિત દિનચર્યા રાખવી. શનિવારે કે મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો.

તુલા

તુલા

આ રાશિના જાતકો માટે શુભ સમાચાર છે. તેમનું પરાક્રમ વધશે. નિર્ણય ક્ષમતા વધશે. નાના ભાઈ-બહેનોથી મળતી પરેશાની દૂર થશે. માનસિક તણાવ દૂર થશે. લાંબી યાત્રા પર જવાનું આયોજન થઈ શકે છે. પ્રોપર્ટીના મામલામાં લાભ મળશે. ખર્ચા પર લગામ લગાવવી. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાના યોગ બનશે. આવક વધશે. શનિવારે કાળા કુતરાને બેસનના લાડવા ખવડાવવા.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિ પર સાઢેસાતીનો પ્રભાવ બનેલો છે. માનસિક તણાવ ઓછો થવાથી પ્રત્યેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો. નોકરીમાં પ્રગતી થશે. વ્યાપારમાં લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. આકરા પરિશ્રમનું સારું પરિણામ મળશે. રોજગાર મળશે. શુભ લાભ માટે રોગીઓને દવાનું દાન કરવું.

ધન

ધન

ધન રાશિના જાતકો માટે પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. કુટુંબ અને ભાઈ-બહેનોના વિશેષ લાભનો સમય છે. પડકારજનક સ્થિતિથી છૂટકારો મળશે. માનસિક શાંતિ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેના સંબંધમાં મીઠાશ આવશે. કોઈપણ કાર્યમાં લાપરવાહી ન કરવી. કાર્યભાર વધી શકે છે. આર્થિક લાભ મેળવવા માટે હનુમાન મંદિરમાં લાલ ફૂલ જરૂર ચઢાવવામાં.

મકર

મકર

અત્યાર સુધી જે પડકારજનક સમય રહ્યો તે સમાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં લાભ મળશે. ધન લાભ થશે. શત્રુ પર વિજય મળશે. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે અને ખર્ચો પણ વધશે. અટકેલાં કામ પૂરાં કરી શકશો. વિદેશ યાત્રાના યોગ બનશે. સમાજમાં નામ વધશે. શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથીં આર્થિક લાભ થશે.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું શ્રેષ્ઠ પરિણામ લાવશે. તમારાં સપનાં પૂરાં થશે. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. નવાં કાર્ય, રોજગાર પ્રાપ્ત થશે. પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. લાભ માટે ઉપાયના રૂપે હનુમાન મંદિરમાં સિંદૂરનું દાન કરવું.

મીન

મીન

2018: કઈ રાશિઓ પર શનિ થશે કોપાયમાન અને કોને કરશે ખુશ!

English summary
Saturn is often seen as the universe’s strict teacher that pushes us toward truthfully addressing life’s challenges. Capricorn is said to be ruled by Saturn. When the retrograde is in this sign, psychic energy will probably be very strong.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more