ખુદ પત્નીએ આપ્યો હતો શ્રાપ, માટે વિનાશ લાવે છે શનિ દેવની દ્રષ્ટિ
Saturn was cursed by his wife know mythological story of Shani: જ્યોતિષમાં શનિ એક એવો ગ્રહ છે જેનો ઉલ્લેખ આવતા જ લોકોના મનમાં એક વિચિત્ર ભય પેદા થઈ જાય છે. માનવામાં આવે છે કે શનિ જ્યારે કોઈના પર ગુસ્સે થઈ જાય તો તેનુ બધુ જ છીનવી લે છે. જ્યોતિષમાં શનિની દ્રષ્ટિને વિચ્છેદકારક કહેવામાં આવે છે. એટલે કે જેના ઘર પર તેમની દ્રષ્ટિ પડે એ ઘર સાથે જોડાયેલ સુખોનો જીવનમાં અભાવ રહે છે. જો કે આનુ કારણ ખુદ તેમની પત્નીનો શ્રાપ છે. અમે અહીં આની સાથે જોડાયેલી આખી કહાની જણાવી રહ્યા છે.
ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન રહેતા હતા શનિદેવ
વાસ્તવમાં આનુ વર્ણન બ્રહ્મપુરાણમાં વિસ્તારથી કરવામાં આવ્યુ છે. જે અનુસાર શનિ દેવના વયસ્ક થવા પર પિતાએ તેમના લગ્ન ચિત્રરથની કન્યા સાથે કરાવી દીધા. પરંતુ શનિ દેવ તો ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત હતા માટે તે તેમની ભક્તિમાં લીન રહેતા હતા અને તેમની પત્ની પણ સાધ્વી તેમજ ઈશ્વરની આરાધનામાં રહેતી હતી.
આટલા માટે પત્નીએ આપ્યો શનિદેવને શ્રાપ
એક વાર પત્ની સંતાન પ્રાપ્તિની ઈચ્છીથી શનિ દેવ પાસે ગઈ પરંતુ તે કૃષ્ણની ભક્તિમાં ડૂબેલા હતા. તેમના લાખ પ્રયત્ન છતાં શનિ દેવનુ ધ્યાન ન તૂટ્યુ અને તેમની પત્નીના પ્રયાસ વ્યર્થ જતા રહ્યા. આનાથી દુઃખી થઈને પત્નીએ શનિદેવને શ્રાપ આપી દીધો કે જો તે પોતાની પત્નીને નથી જોઈ શકતા તો તેમની દ્રષ્ટિ વિચ્છેદકારક થઈ જશે એટલે કે જ્યાં જોશે ત્યાં વિનાશ જરૂર થશે.
જ્યોતિષમાં ભારે માનવામાં આવે છે શનિની દ્રષ્ટિ
ધ્યાન તૂ઼ટ્યા બાદ શનિએ પોતાની પત્નીને મનાવી જેનાથી તેમને ઘણો પશ્ચાતાપ થયો પરંતુ હોનીને કોણ ટાળી શકતુ હતુ. શનિ તો પહેલાથી જ અંતર્મુખી હતા અને ત્યારબાદ તે પોતાનુ માથુ નીચે કરીને રહેવા લાગ્યા કારણકે તેમની ક્યાંય પણ દ્રષ્ટિ પડતી તો ક્યાંકને ક્યાંક વિચ્છેદ જરૂર થતો. માટે વૈદિક જ્યોતિષમાં માનવામાં આવે છે કે કુંડળીમાં શનિની દ્રષ્ટિ જે ભાવ પર પડે તેની સાથે જોડાયેલ સુખો જાતકના જીવનમાં ઘટી જાય છે.
બુધ ગ્રહનો 25 જાન્યુઆરીથી કુંભ રાશિમાં થશે પ્રવેશ, જાણો 12 રાશિઓ પર અસર