Scorpio Business Horoscope 2021: યોજના બનાવીને કામ કરવાથી લાભ થશે
Scorpio Business Horoscope 2021: લગ્નમાં કેતુ અને દશમેશ સૂર્યને કારણે વર્ષ 2021માં કારોબારમાં લાભની પૂરી સંભાવના બની રહી છે, પરંતુ વારંવાર તમારી માનસિક સ્થિતિ વિચલિત થવાના કારણે સમસ્યાઓ પણ પીછો નહિ છોડે. કોરોનાના કારણે પાછલા વર્ષે જે કંઈપણ પરેશાનીઓ આવી તે ઘણઈ હદ સુધી આ વર્ષે દૂર થશે, પરંતુ જ્યારે આવકથી વધુ ખર્ચની સ્થિતિ બનવા લાગે ત્યારે સચેત થઈ જવું. નહિતર લોન લેવી પડી શકે છે.
ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે નવા કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે, પરંતુ પૂરી યોજના બનાવીને, બિઝનેસના બધા પક્ષોને સરખી રીતે સમજી વિચારી લીધા બાદ જ રોકાણ કરવું. ઉતાવળે કોઈપણ નાણાકીય નિર્ણય લેવો નુકસાનકારક હોય શકે છે. પાર્ટનરશિપમાં કરેલા બિઝનેસમાં લાભ થશે. કૃષિ અને કૃષિ સાથે જોડાયેલા તમામ કાર્યોમાં આ વર્ષે સારો ફાયદો થવાની સંભાવના બની શકે છે.
Libra Business Horoscope 2021: તુલા રાશિના જાતકો માટે સફળતા દાયક રહેશે વર્ષ
Pisces Business Horoscope 2021: મીન રાશિના જાતકો માટે શાનદાર સફળતા લાવશે આ વર્ષ
કોઈ જોખમભર્યું કામ કરવાથી બચો
જુલાઈથી સપ્ટેમ્બરના મધ્યનો સમય બિઝનેસ માટે થોડો સામાન્ય રહેશે. અર્થાત આ સમય શાંતિથી બેસવાનો સમય રહેશે. આ સમયનો ઉપયોગ ભવિષ્યની યોજનાઓ બનાવવામાં લગાવો. કોઈ જોખમભર્યું કામ કરવાથી બચવું. અન્યોના કારોબાર વિસ્તરણ માટે પૈસા ઉધાર આપવાથી બચવું. ઓક્ટોબર બાદનો સમય કારોબાર માટે શ્રેષ્ઠ છે. આ સમયે જબરું રોકાણ કરશો. અનાજ, હોટલ, કપડાં, મેડિકલ, ઈલેક્ટ્રોનિક્સ, હોમ પ્રોડક્ટ્સ, જમીન સાથે જોડાયેલા કાર્યોમાં લાભ થશે. આ ઈન્ડસ્ટ્રીના કારોબારીઓને મોટા પ્રોજેક્ટ મળશે.