શનિ જયંતિએ ભૂલથી પણ ન કરશો આ કામ, શનિ થશે કોપાયમાન
બધા જ જાણે છે કે શનિ જયંતિ જયેષ્ઠ અમાસ એટલે કે 15 મેના રોજ આવી રહી છે. આ શનિદેવનો જન્મ દિવસ છે. આ દિવસે તમને ખુશ કરવા માટે વેદોક્ત, તાંત્રોક્ત, મંત્રોક્ત જેવા અનેક ઉપાયો કરવામાં આવે છે. જો કે વાસ્તવમાં આ દિવસે શું કરવું જોઈએ તેની કોઈને ખબર હોતી નથી.
શનિદેવ ન્યાયના દેવ છે, જેથી આ દિવસે કોઈ પણ એવું અનૈતિક કામ કરવું નહિં જેનાથી તે રિસાઈ જાય અને તમને અશુભ પ્રભાવ આપવા લાગે.

શનિ ન્યાયપ્રિય દેવ
નવગ્રહોમાં સૌથી ક્રૂર ગ્રહ શનિ મનાય છે. વાસ્તવમાં તે ક્રૂર નથી, પણ ન્યાયપ્રિય ગ્રહ છે. વ્યકિતને પોતાના કર્મો અનુસાર દંડનો અધિકાર છે. જે વ્યકિત ખોટુ કામ કરે છે તે તેમનાથી ડરે છે, સારા અને પરોપકારી કામ કરનારા લોકોને શનિદેવથી ડરવાની જરૂર નથી. આવો જાણો શનિ જયંતિના દિવસે કયા કયા કામ કરવા અને કયા નહિં.

અમાસના દિવસે શનિ જયંતિ
શનિ જયંતિ અમાસના દિવસે આવે છે. આ દિવસે વાળ કપાવવા, નખ કાપવા જેવા કામ ન કરવા. તેનાથી વ્યકિતની આર્થિક ઉન્નતિમાં અડચણો આવે છે. શનિ જયંતિના દિવસે તમારા ઘરે કોઈ ભિખારી આવે તો તેને કંઈ ખાવાનું કે પૈસા જરૂર આપો. આ દિવસે પવિત્ર છોડ જેવા કે તુલસી, દુર્વા, પીપળો, બીલીના પાન ન તોડવા. એક દિવસ પહેલા જ તેને તોડીને રાખી લેવા.

આ દિવસે શું કરવું શું નહિં
- અમાસના દિવસે નવા કોરા વસ્ત્રો ખરીદવા કે પહેરવા નહિં.
- શનિ જયંતિના દિવસે નવા જૂતા પોતાના માટે ખરીદવા નહિં. કોઈને દાન કરવા હોય તો ખરીદી શકો છો પણ તેને ઘરમાં લાવ્યા વિના બહાર જ દાન કરી દો.
- આ દિવસે ગુસ્સો કરશો નહિં, અસભ્ય શબ્દોનો ઉપયોગ કરવો નહિં.
- સ્ત્રીઓનું સન્માન કરવું.

રાખો આ વાતોનું ખાસ ધ્યાન
- આ દિવસે અગત્યની હોય તો જ યાત્રા કરો.
- અમાસના દિવસે કામ ક્રિડામાં રચ્યાપચ્યા રહેવાથી ભાગ્ય રિસાઈ જાય છે.
- આ દિવસે કાંચની કોઈ વસ્તુ ખરીદશો નહિં, તેનાથી કૌટુંબિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે.
- શનિ જયંતિના દિવસે દેવું લેવાથી બચજો, નહિંતર આ દેવું ક્યારેય ખતમ થશે નહિં.
- શનિ જયંતિના દિવસે જુઠ્ઠુ બોલવા, ખરાબ કરવા કોઈ કોઈના પૈસા કે સંપતિને હડપવાથી તેનું બમણું પરત કરવાનું આવશે.