લૉકડાઉનમાં પોતાના ઘરમાં જ શનિ જયંતિએ રાશિ અનુસાર શનિ દેવને કરો પ્રસન્ન
22 મેના રોજ શનિ જયંતિ આવી રહી છે. આ દિવસે શનિની વિશેષ પૂજા કરીને જીવનના સંકટોમાંથી મુક્તિ મેળવી શકાય છે તેમજ શનિની પીડાને પણ શાંત કરી શકાય છે. જે લોકોને શનિની મહાદશા-અંતરદશા, શનિની સાડાસાતી, અઢી વર્ષનો સમય ચાલી રહ્યો હોય અથવા શનિની ખરાબ સ્થિતિના કારણે કષ્ટમય જીવન વ્યતીત કરવુ પડી રહ્યુ હોય, તે આ દિવસે ખાસ પૂજા કરશે જ, પરંતુ વર્તમાનમાં વક્રી ચાલી રહેલ શનિના કારણે પ્રત્યેક વ્યક્તિ પર સંકટ છવાયેલુ છે. ચારે તરફ અવ્યવસ્થા અને રોગ પ્રસરેલો છે. પ્રાકૃતિક વિપત્તોએ આવી રહી છે, લોકોનુ જીવન સંકટમાં છે, આર્થિક સમસ્યાઓ છે. લોકોના બિઝનેસ ઠપ્પ પડ્યા છે. નોકરીમાં અનિશ્ચિતતાનો માહોલ છે. એવામાં પ્રત્યેક વ્યક્તિને શનિની શાંતિના ઉપાય અવશ્ય કરવા જોઈએ. તમે તમારી રાશિ અનુસાર આ ઉપાય કરશો તો વધુ લાભ મળશે. આવો જાણીએ કઈ રાશિના જાતક શનિની પૂજા કઈ રીતે કરે, કઈ વસ્તુઓનુ દાન કરે. ખાસ કરીને આ લૉકડાઉનમાં પોતાના ઘરમાં જ કેવી રીતે કરશો શનિની શાંતિની પૂજા.

શું સામગ્રી છે જરૂરી
શનિ દેવની પૂજા કરવા માટે તમારા ઘરમાં શનિની મૂર્તિ કે ચિત્ર હોવુ જરૂરી છે. જો શનિ દેવની મૂર્તિ કે ચિત્ર ન હોય તો એક સોપારીમાં શનિદેવનુ આહ્વવાન કરીને તેમની પૂજા કરવી.

રાશિ અનુસાર કરો શનિને પ્રસન્ન
મેષ રાશિઃ તમે શનિ જયંતિના દિવસે ઘરમાં જ શનિદેવની પ્રતિમાને તલના તેલથી અભિષેક કરો. શનિની પ્રતિમા ન હોય તો એક સોપારીમાં શનિદેવનુ આહવાન કરીને વાદળી સાથે લાલ પુષ્પ પણ શનિને અર્પિત કરો. આ દિવસે દાળ-ચોખાની નમકીન ખિચડી બનાવો અને કાગડા, કૂતરાને ખવડાવો.
વૃષભ રાશિઃ પ્રાતઃકાળ નહાવાના પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરો. ત્યારબાદ શનિદેવની પૂજા કરીને શનિ ચાલીસાના 21 પાઠ કરો. શનિને બદામનો ભોગ લગાવો.
મિથુન રાશિઃ પ્રાતઃ કાળ તલના તેલની માલિશ પોતાના આખા શરીરે કરો અને સ્નાન કરો. વાદળી કે કાળા વસ્ત્રો પહેરીને રુદ્રાક્ષની માળાથી ઓમ શં શનિશ્વરાય મંત્રની 5 માળાનુ જાપ કરો. શનિદેવને બદામ અને ગોળનો ભોગ લગાવો.
કર્ક રાશિઃ શનિ સ્તવરાજનો પાઠ કરો. કાળા તલ અને તલના તેલ શનિદેવને અર્પિત કરો. કાગડા, કૂતરાને ઘી ગોળ લાગેલી તાજી રોટલી ખવડાવો. આ દિવસે વ્રત રાખો.
સિંહ રાશિઃ શનિ જયંતિના દિવસે સ્નાન કરીને કાળા કે વાદળી કપડાં ધારણ કરી કાળા કામળાના આસન પર બેસીને રુદ્રાક્ષની માળાથી ઓમ ખાં ખીં ખૂં સઃ મંદાય નમઃ મંત્રની 5 કે 11 માળાનુ જાપ કરો. શનિ દેવને રસદાર ફળનુ નૈવેધ ધરાવો.
કન્યા રાશિઃ શનિ જયંતિના દિવસે વાદળી પુષ્પોથી શનિદેવનો શ્રૃંગાર કરો. તલથી બનેલી મિઠાઈનુ નૈવેધ શનિદેવને ધરાવો. કોઈ જરુરતમંદ વ્યક્તિને સવા લિટર તેલનુ દાન કરો.

શનિ જયંતિના દિવસે વ્રત રાખો
તુલા રાશિઃ શનિ જયંતિના દિવસે વ્રત રાખો. કોઈ જરૂરતમંદ અને ગરીબ વ્યક્તિને કપડા દાન કરો. શનિદેવના નૈવેધમાં તલનો હલવો અર્પિત કરો. શનિ ચાલીસાનો પાઠ કરો.
વૃશ્ચિક રાશિઃ શનિદેવને સવા કિલો દાળ-ચોખાથી બનેલી નમકીન ખિચજીનુ નૈવેધ અર્પિતકરો અને ગરીબોને આ ખિચડી ખવડાવી દો. જરૂરતમંદોને ચંપલોનુ દાન કરો.
ધન રાશિઃ શનિ જયંતિના જળકુંભને દાન તમને સમસ્ત સંકટોમાંથી બચાવશે. આ દિવસે શનિદેવને રસદાર ફળોનુ નૈવેધ ધરાવો અને ગરીબોમાં એ જ ફળ વહેંચી દો.
મકર રાશિઃ શનિદેવનો અભિષેક તેલથી કરો. જરુરતમંદનો છત્રી-ચંપલ દાન કરો અને લોખંડના વાસણોનુ દાન પણ કરો. શનિદેવને હલવાનુ નૈવેધ ધરાવો.
કુંભ રાશિઃ તલના તેલથી શનિદેવનો અભિષેક કર્યા બાદ શનિ ચાલીસાના પાંચ પાઠ કરો. કાળી ગાયને સાત રોટલીમાં ઘી ગોળ લગાવીને ખવડાવો. લીલો ચારો પણ ગાયને ખવડાવી શકાય છે.
મીન રાશિઃ શનિ જયંતિના દિવસે શનિદેવની પૂજા-અર્ચના કર્યા બાદ કીડીઓને લોટ નાખો. માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો. જરુરતમંદો માટે ભોજન-પાણીની વ્યવસ્થા કરો.
સોમવારથી શરૂ થતી ઘરેલુ ફ્લાઈટો માટે ટિકિટ બુક કરાવતા પહેલા આ નવા નિયમ જાણી લો