Shanichari Amas 2022: 30 એપ્રિલે છે શનિશ્વરી અમાસ, જાણો શુભ મુહૂર્ત, સ્નાન, દાન અને મહત્વ
નવી દિલ્લીઃ શનિવાર 30 એપ્રિલના રોજ વૈશાખ કૃષ્ણ પક્ષની અમાસ છે. અમાસ 30 એપ્રિલે મોડી રાતે 1 વાગીને 57 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ વૈશાખ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ શરુ થશે. આ દિવસે સ્નાન-દાન, શ્રાદ્ધ વગેરેની અમાસ છે. વળી, શનિવારનો દિવસ અને અમાસ જ્યારે બંને એકસાથે હોય ત્યારે તેને શનિશ્ચરી અમાસ કહેવામાં આવે છે. વળી, આ વખતે શનિ અમાસ પર સૂર્ય ગ્રહણ પણ લાગી રહ્યુ છે. જો કે, આ આંશિક સૂર્યગ્રહણ હશે. આવો જાણીએ શનિ અમાસના શુભ મુહૂર્ત, સ્નાન, દાન અને મહત્વ વિશે.
શુભ મુહૂર્ત
પંચાંગ મુજબ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ 29 એપ્રિલે મોડી રાતે 12 વાગીને 57 મિનિટથી શરુ થવા જઈ રહી છે જે 30 એપ્રિલ શનિવારે મોડી રાતે 1 વાગીને 57 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ વૈશાખ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ શરુ થશે. 30 એપ્રિલે જ શનિ અમાસ મનાવાશે.
સ્નાન-દાનનુ મહત્વ
શનિ અમાસના દિવસે 30 એપ્રિલે બપોરે 3 વાગીને 20 મિનિટે સુધી પ્રીતિ યોગ રહેશે. પ્રીતિ યોગનો અર્થ છે -પ્રેમ. આ યોગ પ્રેમનો વિસ્તાર કરવાનો છે. સાથે જ રાતે 8 વાગીને 13 મિનિટ સુધી અશ્ચિની નક્ષત્ર રહેશે. જ્યોતિષ શાસ્ત્રની ગણનાઓ મુજબ 27 નક્ષત્રોમાંથી અશ્વિનીને પહેલુ નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્ર યાત્રા આરંભ કરવા માટે, કૃષિ માટે, નવા વસ્ત્ર ખરીદવા અને માંગલિક કાર્યો માટે શુભ હોય છે. એવામાં શનિ અમાસના દિવસે સવારે સ્નાન અને દાન કરી શકાય છે.
પિતૃઓનુ શ્રાદ્ધ
કોઈ પણ અમાસના દિવસે સ્નાન, દાન અને પિતૃઓ નિમિત્તે શ્રાદ્ધ, તર્પણનુ ખૂબ મહત્વ હોય છે. પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે અને પોતાના પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આ દિવસે દૂધ, ચોખની ખીર બનાવીને, છાણા સળગાવીને તેના પર પિતૃઓ માટેની ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ.
મહત્વ
શનિ અમાસના દિવસે શનિ દેવી પૂજા કરવી જોઈએ. તમે કોઈ પણ શનિ મંદિરમાં જઈને શનિ દેવની પૂજા કરો. સાથે જ તેમને કાળા કે વાદળી વસ્ત્ર, વાદળી ફૂલ, કાળા તલ, સરસિયાનુ તેલ વગેરે ચડાવો. આ દિવસે તમારે જરુરિયાતમંદ લોકોને છત્રી, જૂતા, અડદની દાળ, કાળા તલ, સરસિયાનુ તેલ, શનિ ચાલીસા વગેરેનુ દાન કરવુ જોઈએ. આ સાથે ભોજન કરાવવા અને અસહાય લોકોની મદદ કરવાથી પણ કર્મફળદાતા શનિ દેવ પ્રસન્ન થાય છે. આ દિવસે તમે શનિ દેવના મંત્રોનો જાપ જરુર કરો. આમ કરવાથી શનિ દેવની કૃપા તમારા પર જળવાઈ રહેશે.