For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરદ પૂનમઃ આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી થશે ધનવર્ષા, જાણો પૂજાની વિધિ

24 ઓક્ટોબરે એટલે કે બુધવારે શરદ પૂનમ છે. માન્યાતા છે કે આ દિવસે રાતની ચાંદનીમાં માતા લક્ષ્મી પૃથ્વી પર ફરવા આવે છે.

|
Google Oneindia Gujarati News

24 ઓક્ટોબરે એટલે કે બુધવારે શરદ પૂનમ છે. માન્યાતા છે કે આ દિવસે રાતની ચાંદનીમાં માતા લક્ષ્મી પૃથ્વી પર ફરવા આવે છે. શાસ્ત્રો મુજબ શરદ પૂનમની મધરાત બાદ માતા લક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર બેસીને ધરતીના મનોહર દ્રશ્યનો આનંદ લે છે. સાથે જ મા લક્ષ્મી એ પણ જોવે છે કે કયા ભક્ત રાત્રે જાગીને તેમની ભક્તિ કરી રહ્યા છે. એટલે જ શરદ પૂનમની રાતને કોજાગરી પણ કહેવાય છે. કોજાગરીનો અર્થ થાય છે કોણ જાગી રહ્યું છે ?

માન્યતા છે કે જે વ્યક્તિ રાત્રે જાગીને મા લક્ષ્મીની ઉપાસના કરે છે, તેમના પર માત લક્ષ્મીની કૃપા થાય છે. શરદ પૂનમ અંગે જ્યોતિષમાં કહેવાયું છે કે આ રાત્રે જે વ્યક્તિ જાગીને પૂજા કરે છે, તેમની કુંડળીમાં ધન યોગ ન હોય તો પણ માતા તેમને ધન ધાન્યથી સંપન્ન કરી દે છે.

આ પણ વાંચો: શરદપૂર્ણિમાંએ ચંદ્ર કરશે અમૃત વર્ષા, લાભ લેવાનું ચૂકશો નહિં

ચંદ્રના કિરણમાંથી અમૃત વર્ષા

ચંદ્રના કિરણમાંથી અમૃત વર્ષા

શરદ પૂનમ એટલે કે કોજાગરી વ્રત અશ્વિન શુક્લ મધરાતે વ્યાપિની પૂનમમાં કરવામાં આવે છે. જ્યોતિષના નિયમ મુજબ આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખિલે છે. કેટલીક જગ્યાએ આ વ્રતને કૌમુદી વ્રત પણ કહેવાય છે. આ દિવસે ચંદ્રના કિરણમાંથી અમૃત વરસતું હોવાની પણ માન્યતા છે.

પૂજા વિધિ

પૂજા વિધિ

આ દિવસે ભક્તોએ વિધિપૂર્વક સ્નાન કરીને ઉપવાસ રાખવો જોઈએ. માતા લક્ષ્મીની પ્રતિમાનું સ્થાપન કરીને જુદી જુદી રીતે તેમની પૂજા કરવી જોઈએ. સાંજના સમયે ચંદ્રોદય થાય ત્યારે ઘીના 100 દીવા કરો.

શરદ પૂનમની મધરાતે માતા લક્ષ્મી પોતાના કર-કમળમાં વરદાન અને ભયમુક્તિ લઈને સંસારમાં વિચરે છે. મનમાં જ સંકલ કરે છે કે ધરતી પર કોણ જાગી રહ્યું છે? જે જાગતું હશે અને મારી પૂજા કરતું હશે તે મનુષ્યને હું આજે ધન આપીશ.

આ રીતે શરદ પૂનમ, કોજાગર વ્રત લક્ષ્મીજીને સંતુષ્ટ કરવા માટેનું વ્રત છે. આ વ્રત કરવાથી પ્રસન્ન થયેલા માતા લક્ષ્મી પૃથ્વી પર તો સમૃદ્ધિ પ્રદાન કરે જ છે, સાથે જ મૃત્યુ બાદ પરલોકમાં પણ સદગતિ પ્રદાન કરે છે.

મંત્ર

મંત્ર

‘ॐ इन्द्राय नमः',

‘ॐ कुबेराय नमः'

"ॐ धनदाय नमस्तुभ्यं, निधि-पद्माधिपाय च। भवन्तु त्वत्-प्रसादान्ने, धन-धान्यादि-सम्पदः।।"

જો વ્રત દરમિયાન આ મંત્રનું અનુષ્ઠાન કરો તો તે સિદ્ધ થાય છે. આ રીતે વધુ અશ્વિન શુક્લ નિશીથ વ્યાપિની પૂનમની સવારે આરાધ્યા દેવને શ્વેત વસ્ત્રો આભૂષણોથી સજાવીને ષોડશોપચાર પૂજા કરો અને રાત્રના સમયે દુધની ખીરમાં ઘી અને સફેદ ખાંડ મેળવીને અડધી રાત્રે ભગવાનને અર્પણ કરો. સાથે જ જ્યારે ચંદ્ર મધ્યમાં પહોંચે ત્યારે તેની પૂજા કરો અને ઉપર કહ્યું તેવી જ રીતે ખીરનું નૈવેદ્ય અર્પણ કરી બીજા દિવસે તેને ભોજનમાં ગ્રહણ કરો.

English summary
know how to do pooja of lakshmi on sharad purnima
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X