નવરાત્રી 2019: આ તારીખથી શરૂ થઇ રહી છે શારદીય નવરાત્રી
માતાના ભક્તો આતુરતાથી નવરાત્રીની રાહ જોતા હોય છે. નવરાત્રી પણ ભારતના હિંદુઓનો એક મુખ્ય તહેવાર છે. આ દરમિયાન માતાના નવ વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં ચાર વખત ચૈત્ર, અષાઢ, આસો અને માગશર માસ દરમિયાન નવરાત્રી આવે છે. આસો મહિનામાં આવતા નવરાત્રિને શારદીય નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકોમાં શારદીય નવરાત્રી વિશે જુદા જુદા ઉત્સાહ જોવા મળે છે. માતાના આ નવ દિવસ પછી દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, 29 સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થશે.

મળે છે માતાનો આશીર્વાદ
લોકો માને છે કે નવરાત્રીમાં નવ દિવસ સુધી માં દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન માતાની અપાર કૃપા તેમના ભક્તો ઉપર વરસે છે. લોકો સુખ, શાંતિ, સમૃદ્ધિ અને યશ માટે તેમની પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં માતા દુર્ગાની આદ્યશક્તિ તરીકે પૂજા કરવામાં આવે છે અને તેઓ તેમના ભક્તોની ઇચ્છા પૂરી કરે છે. દેવી ભાગવત પુરાણ મુજબ જે વ્યક્તિ આસો મહિનામાં માતાની પૂજા કરે છે તેમની ઉપર આખું વર્ષ માતાના આશીર્વાદ બની રહે છે.

શારદીય નવરાત્રી 2019 ની તારીખ
હિન્દુ કેલેન્ડર મુજબ શારદીય નવરાત્રી શરૂઆત આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી થાય છે. આ વર્ષે શારદીય નવરાત્રી 29 સપ્ટેમ્બર, રવિવારથી શરૂ થશે અને નોમ 7 ઓક્ટોબર, સોમવારે ઉજવાશે.

કઈ તારીખે કયા દેવીની પૂજા કરવામાં આવશે
29 સપ્ટેમ્બર (રવિવાર) - પડવો, માતા શૈલપુત્રી પૂજા, ઘટસ્થાપના
30 સપ્ટેમ્બર (સોમવાર) - બીજ , માતા બ્રહ્મચારિણી પૂજા
1 ઓક્ટોબર (મંગળવાર) - તીજ, માતા ચંદ્રઘંટા પૂજા
2 ઓક્ટોબર (બુધવાર) - ચોથ, માતા કુષ્માન્દા પૂજા
3 ઓક્ટોબર (ગુરુવાર) - પાંચમ, માતા સ્કંદમાતા પૂજા
4 ઓક્ટોબર (શુક્રવાર) - છઠ, માતા કાત્યાયાની પૂજા
5 ઓક્ટોબર (શનિવાર) - સાતમ, માતા કાલરાત્રી પૂજા
6 ઓક્ટોબર (રવિવાર) - આઠમ, માતા મહાગૌરી પૂજા
7 ઓક્ટોબર (સોમવાર) - નોમ, માતા સિદ્ધિદાત્રી પૂજા