શ્રાવણ મહિનો 2020: આ તારીખે શરૂ થશે શ્રાવણ, 16 સોમવારના વ્રતની મહિમા જાણો
નવી દિલ્હીઃ આગામી પૂર્ણિમાના દિવસે એટલે કે 21મી જુલાઇથી ગુજરાતી શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે. પવિત્ર મહિનો શ્રાવણમાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે શાસ્ત્રોમાં પણ સોળ સોમવાર વ્રતનું વિધાન જણાવવામા આવ્યું છે. જેને સંકટ સોમવાર વ્રત પણ કહેવાય છે. આ વ્રત સતત 16 સોમવાર સુધી કરવામા આવે છે. આ વર્ષ શ્રાવણ શુક્લ પક્ષના પહેલા સોમવાર 27 જુલાઇએ આવી રહ્યો છે. આ દિવસથી 16 સોમવાર વ્રત પ્રારંભ કરી સતત 16 સોમવારનું વ્રત રાખી શિવજી- માતા પાર્વતીની પૂજા કરવામા આવે છે. શ્રાવણ ઉપરાંત 16 સોમવારનું વ્રત ચૈત્ર, વૈશાખ, કાર્તિક અને મહાના શુક્લ પક્ષના પહેલા સોમવારથી શરૂ કરી શકાય છે. શાસ્ત્રોનું કથન છે કે આ વ્રતને 16 સોમવાર સુધી શ્રદ્ધાપૂરવક કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે.

16 સોમવારનું વ્રત કેમ કરાય છે
16 સોમવારના વ્રતને સંકટ સોમવાર વ્રત પણ કહીએ છીએ. આ વ્રતને મુખ્યત્વ કોઇ મોટા સકટથી છૂટકારા માટે સંકલ્પ લઇ કરવામા આવે છે. જો તમે આર્થિક રૂપે ખરાબ રીતે સંકટમાં ફસાયા છો, ઘર પરિવારમાં કોઇ સતત ગંભીર રોગોથી પીડિત થઇ રહ્યું હોય, પરિવાર પર એક બાદ એક સતત સંકટ આવી રહ્યા હોય તો આ વ્રત જરૂર કરવું જોઇએ. આ ઉપરાંત જે યુવતિઓના વિવાહ નથી થઇ રહ્યા, કોઇને કોઇ કારણસર વિવાહ નક્કી નથી થઇ શક્તા તેમણે પણ 16 સોમવારનુ વ્રત કરવું જોઇએ.

સોળ સોમવાર વ્રત કથા
એક સમયે મહાદેવજી પાર્વતી સાથે ભ્રમણ કરતા મૃત્યુલોકમાં અમરાવતી નગરીમાં આવ્યા. ત્યાંના રાજાએ અત્યંત ભવ્ય શિવ મંદિર બનાવ્યું હતું. ભ્રમણ કરતી વખતે શિવ- પાર્વતી પણ ત્યાં રોકાયા. પાર્વતીજીએ કહ્યું- હે નાથ! ચાલો આજે અહીં જ ચૌસર પાંસા (એક પ્રકારની રમત) રમીએ. ખેલ પ્રારંભ તયો. શિવજીએ પાર્વતીને કહ્યું- હું જીતીશ, આ પ્રકારે અંદરોઅંદર વાર્તાલાપ થવા લાગ્યો. એ સમયે પુજારીજી પૂજા કરવા આવ્યા.

પાર્વતીજીએ પૂછ્યું- પુજારીજી, જણાવો જીત કોની થશે?
પુજારીજી બોલ્યા- આ ખેલમા મહાદેવજી સામે બીજું કોઇ પારંગત ના થઇ શકે માટે મહાદેવજી જ આ બાજી જીતશે. પરંતુ થયું ઉલ્ટું, પાર્વતીજી જીતી ગયાં, જેથી પાર્વતીજીએ પુજારીને કોઢી થવાનો શ્રાપ આપી દીધો. જે બાદ શિવ-પાર્વતી ત્યાંથી ચાલ્યા ગયા. થોડા સમય બાદ મંદિરમાં અપ્સરાઓ પૂજા કરવા આવી. અપ્સરાઓએ પુજારીને કોઢી થવાનું કારણ પૂછ્યું. પુારીએ બધી વાત જણાવી દીધી. અપ્સરાઓએ પુજારીને 16 સોમવારનું વ્રત કરવાની વાત કહી અને પુજારીને વ્રતની વિધિ જણાવી. પુજારીએ વિધિ પૂર્વક શ્રદ્ધાભાવથી વ્રત પ્રારંભ કર્યો. વ્રતના પ્રભાવથી પુજારીજી રોગમુક્ત થઇ ગયા.

કાર્તિકેયે પૂછ્યું- હે માતા શું કારણ છે?
કાર્તિકેયે પૂછ્યું- હે માતા! મારું મન હંમેશા તમારા ચરણોમાં લાગ્યું રહે તેનું શું કારણ છે. પાર્વતીજીએ કાર્તિકેયને 16 સોમવાર વ્રતની મહાનતા અને વિધિ જણાવી, ત્યારે કાર્તિકેયે પણ આ વ્રત કર્યું તેને પોતાનો ખોવાયેલો મિત્ર મળી ગયો. હવે આ મિત્રએ પોતાના વિવાહ માટે આ વ્રત કર્યું. ફળસ્વરૂપે તે વિદેશ ગયો. ત્યાંના રાજાની કન્યાનો સ્વયંવર હતો. રાજાએ પ્રણ કર્યું હતું કે હાથણ જે વ્યક્તિના ગળામાં વરમાળા નાખશે, તેની સાથે જ રાજકુમારીના વિવાહ કરશે. આ બ્રાહ્મણ મિત્ર પણ સ્વયંવર જોવાની ઇચ્છાથી ત્યાં જઇ બેસી ગયો. હાથણે આ બ્રાહ્મણ મિત્રને માળા પહેરાવી તો રાજાએ ધૂમધામફી પોતાની રાજકુમારીના વિવાહ તેની સાથે કરી દીધા. તે બાદથી બને સુખપૂર્વક રહેવા લાગ્યા.

રાજકન્યાએ સવાલ પૂછ્યો
એક દિવસ રાજકન્યાએ પૂછ્યું- હે નાથ! તમે કયું પૂણ્ય કર્યું કે જેથી હાથણે તમારા ગળામાં વરમાલા પહેરાવી. બ્રાહ્મણ પતિએ કહ્યું- મેં કાર્તિકેય દ્વારા જણાવવામા આવેલ 16 સોમવારનું વ્રત પૂર્ણ વિધિ વિધાન અને શ્રદ્ધા ભક્તિથી કર્યું જેના ફળસ્વરૂપ મને તારા જેવી સૌભાગ્યશાળી પત્ની મળી. ત્યારે રાજકન્યાએ પણ સત્ય-પુત્ર માટે આ વ્રત કર્યુ અને સર્વગુણ સંપન્ન પુત્ર પ્રાપ્ત કર્યો. મોટો થઇ પુત્રએ પણ રાજ્યની પ્રાપ્તિની કામના સાથે 16 સોમવારનું વ્રત કર્યું. રાજાના મૃત્યુ બાદ આ બ્રાહ્મણ કુમારને ગાદી મળી ગઇ, છતાં તે આ વ્રત કરતો રહ્યો.
મા ચંડિકા અને દાનવીર કર્ણની એક અવિશ્વસનીય કથા, આ મંદિરમાં દરેક મનોકામના પૂર્ણ થાય છે