જાણો બજરંગ બલીને શા માટે કહેવાય છે હનુમાન?
હનુમાન શક્તિ અને બુદ્ધિના દેવ કહેવાય છે, કોઈ પણ મુસીબતમાં લોકો તેમને યાદ કરે છે. ભગવાન શંકરના 11 માં રુદ્રાવતાર સૌથી બળવાન અને બુદ્ધિમાન મનાય છે. વાલ્મિકી રામાયણ અનુસાર આ ધરા પર જે સાત મુનીઓને અમરત્વનું વરદાન પ્રાપ્ત છે તેમાં બજરંગબલી પણ છે. હનુમાનનો આ અવતાર ભગવાન રામની મદદ માટે થયો હતો. રામયણની કથા અને બજરંગબલી વિશે તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ મહાબલી હનુમાન કેટલાક એવા પણ રહસ્યો છે જે તમે આજ સુધી નથી જાણતા.

બજરંગબલી નો જન્મ
એવું અનુમાન લગાવવામાં આવે છે કે, હનુમાનનો જન્મ 1 કરોડ 58 હજાર 112 વર્ષ પહેલા ચૈત્ર પૂર્ણિમાને મંગળવારના દિવસે ચિત્રા નક્ષત્ર અને મેષ લગ્નના યોગમાં સવારે 6.03 વાગ્યે ભારત દેશમાં આજના ઝારખંડ રાજ્યના ગુમલા જીલ્લાના આંજન નામના એક નાના પહાડી ગામની એક ગુફામાં થયો હતો. તેમને બજરંગબલી પણ કહેવામાં આવે છે કારણ કે તેમનું શરીર એક વજ્ ની જેમ હતુ. તે પવન-પુત્રના રૂપે ઓળખાય છે. વાયુ અથવા પવનના દેવે હનુમાનના પાલનમાં મોટી ભૂમિકા ભજવી હતી.

વાનરના વંશજ
કેટલીક પૌરાણિક કથાઓમાં હનુમાનને વાનરના વંશજ કહેવાય છે, જેને કારણે વિરાટ નગર(રાજસ્થાન) ના વજ્રાંગ મંદિરમાં તેમના વાનર રૂપની પૂજા કરવામાં આવે છે. જો કે મહાત્મા રામચંદ્ર વીરે એક એવું મંદિર બનાવડાવ્યુ કે જેમાં હનુમાનનું વાનર વિનાના મુખ વાળી મૂર્તિ સ્થાપિત કરી છે. રામચંદ્ર વીરે હનુમાનની જાતિ વાનર કહી છે, શરીર નહિં. વીર મુજબ હનુમાને લંકા-દહન કરવા માટે વાનરરૂપ ધારણ કર્યુ હતુ.

શા માટે કહેવાય છે હનુમાન?
કહેવાય છે કે હનુમાનને ગુસ્સો નથી આવતો, પરિણામે જે લોકો વધારે ગુસ્સો કરે છે તેણે હનુમાનની ઉપાસના કરવી જોઈએ. પુરાણો પ્રમાણે સૂર્યને ફળ સમજીને જ્યારે હનુમાન તેને ખાવા જઈ રહ્યા હતા ત્યારે ઈન્દ્રે તેમના પર વજ્રથી પ્રહાર કર્યો હતો, જેને કારણે તેમની દાઢી તૂટી ગઈ હતી. જેને કારણે તેમને હનુમાન કહેવાય છે. કેટલાક પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન હનુમાન આજીવન બ્રહ્મચારી નહ્યોતા, તેમની પત્નીનું નામ સુવરચલા હતુ. જે સૂર્યની પુત્રી હતી. કારણ કે સુવરચલાએ યોનીમાં જન્મ નહોતો લીધો તેના સ્વરૂપનું વર્ણન મળતુ નથી.

હનુમાનનું સ્વરૂપ
રામાયણ અનુસાર હનુમાન વાનરના મુખ વાળા અત્યંત બળશાળી પુરુષના રૂપે પ્રસ્તુત કરવામાં આવે છે. તેમનું શરીર અત્યંત માંસલ અને બળશાળી છે. તેમના ખભા પર જનેઉ લટકતુ રહે છે. હનુમાને માત્ર એક લંગોટમાં અનાવૃત શરીર સાથે દેખાડવામાં આવે છે. તેમના મસ્તક પર સુવર્ણ મુકુટ અને શરીર પર સ્વર્ણ આભુષણ પહેરેલા દેખાડવામાં આવે છે. તેમની વાનરની જેમ લાંબી પુંછડી છે. તેમનું મુખ્ય શસ્ત્ર ગદા છે.