For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુક્રનો કુભ રાશિમાં પ્રવેશ, જાણો કેવી રહેશે તમારી લવ લાઈફ?

પ્રેમ, આકર્ષણ, રોમાંસ અને લક્ઝરી લાઈફનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર 6 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આ ગ્રહ 2 માર્ચને સવારે 11ઃ42 સુધી કુંભ રાશિમાં રહેશે, પછી મીન રાશિમાં જતો રહેશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

પ્રેમ, આકર્ષણ, રોમાંસ અને લક્ઝરી જીવનનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર 6 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આ ગ્રહ 2 માર્ચની સવારે 11.42 વાગ્યા સુધી કુંભમાં રહેશે અને પછી મીનમાં જતો રહેશે. આ ગ્રહના રાશિ પરિવર્તનને કારણે અનેક લોકોની લવલાઈફને અસર થઈ છે. શુક્ર વૈભવી જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી કેટલાક લોકોના જીવનમાં ધનની વર્ષા થશે, જ્યારે કેટલાક ને આર્થિક મુશ્કેલી આવી શકે છે. શુક્ર ગ્રહ મીન રાશિમાં ઉચ્ચનો હોય છે જ્યારે કન્યા રાશિમાં નીચનો મનાય છે. વૃષભ અને તુલા તેની પોતાની રાશિઓ છે. શુક્રના મિત્ર ગ્રહો છે બુધ, શનિ, રાહુ અને કેતુ. જ્યારે શત્રુ ગ્રહ સૂર્ય અને ચંદ્ર છે. મંગળ અને ગુરુ તેના સમગ્રહ છે.

love

આ રાશિઓ પર થશે પ્રેમવર્ષા

શુક્રના મિત્ર ગ્રહ છે શનિ, અને કુંભ શનિની જ રાશિ છે. જેથી શનિદેવ તેમના મિત્ર શુક્રનું ભરપૂર સ્વાગત કરશે. તે દ્રષ્ટિએ શુક્રની પોતાની રાશિ વૃષભ અને તુલા તથા શનિની રાશિ. મકર અને કુંભ વાળા જાતકોના જીવનમાં પ્રેમની વર્ષા કરાવશે.


કન્યા રાશિ પણ રહેશે લાભમાં

બુધ પણ શુક્રનો મિત્ર ગ્રહ છે, જેથી બુધની રાશિ મિથુન અને કન્યા ધરાવતા જાતકોને પણ ભરપૂર પ્રેમ અને રોમાંસ મળી રહેશે. આ છ રાશિના જાતકોમાં જેઓ અત્યાર સુધી એકલા છે તેમના જીવનમાં જલ્દી જ કોઈનો પ્રવેશ થઈ શકે છે.

રિલાયેલો પ્રેમ પાછો મળશે

6 ફેબ્રુઆરીથી 2 માર્ચની વચ્ચે આ રાશિના જાતકોના જીવનમાં ભરપૂર પ્રેમ અને રોમાંસ રહેશે. જે લોકો પહેલાથી પ્રેમમાં ડૂબેલા છે તેમનો પ્રેમ વધુ મજબૂત થશે. આ રાશિના જે લોકોનો પ્રેમ રિસાયો છે તે જલ્દી જ તેમની પાસે પાછો આવી જશે.


અટકેલા પ્રોજેક્ટમાં તેજી

ધન-સંપદા અને વૈભવની વાત કરીએ તો શુક્રના રાશિ પરિવર્તનથી ઉપરોક્ત છ રાશિના જાતકોને ભરપૂર ધનની પ્રાપ્તિ થશે. તેમના અટકેલા પ્રોજેક્ટમાં તેજી આવશે. અટકેલું નાણું છૂટું થશે. રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમાં લાભની આશા રાખી શકો છો. આ સમય દરમિયાન ઉપરોક્ત રાશિનું જીવન વૈભવશાળી રહેશે.


શુક્રની શત્રુ રાશિ

શુક્રના શત્રુ ગ્રહો છે સૂર્ય અને ચંદ્ર. આ બંને ગ્રહોની રાશિ છે સિંહ અને કર્ક. આ બંને રાશિના જાતકો માટે શુક્રની કુંભ રાશિમાં ગોચર યોગ્ય નથી. આ રાશિના જાતકોએ તેમના પાર્ટનર સાથે વ્યવહાર કરતી વખતે સચેત રહેવું. પોતાની મરજી પાર્ટનર પર થોપશો નહિં. તેનાથી મોટો વિવાદ થઈ શકે છે. બ્રેકઅપ થઈ શકે છે. સિંહ અને કર્ક રાશિના જાતકો તેમના પાર્ટનરથી એવું કંઈ માંગવું નહિં જે માટે તે તૈયાર ન હોય. જે દંપતિઓનું જીવન અત્યાર સુધી ખુશનુમાં હતુ તેમના જીવનમાં શિથિલતા અનુભવાશે. તેમની વચ્ચેનો પ્રેમ ગાયબ થઈ જશે.


છીનવાઈ શકે છે તેમનું વૈભવ

આ બંને રાશિના જાતકો માટે આર્થિક મુશ્કેલી આવી શકે છે. આર્થિક હાની પણ થઈ શકે છે. લકઝરી લાઈફ છીનવાઈ શકે છે. અત્યાર સુધી તમે જે રીતે શાનદાર જીવન જીવી રહ્યા હતા તેમાં આ સમયગાળા દરમિયાન ફેરફાર થઈ શકે છે.


આ રાશિઓ પર મિશ્રિત અસર

શુક્રના સમ ગ્રહ મંગળ અને ગુરુની રાશિ મેષ, વૃશ્ચિક અને ધન, મીન છે. આ ચારે રાશિ માટે શુક્ર મિશ્રિત પરિણામ આપશે. તેમના જીવનમાં લડાઈ-ઝગડા અને વિવાદો સાથે પ્રેમ પણ જળવાઈ રહેશે. આર્થિક સ્થિતિ પણ ઠીક-ઠાક રહેશે.

English summary
Valentines Day: Who Will Find Love This Week, Know In Love Horoscope.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X