For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

14 એપ્રિલથી સૂર્ય મેષ રાશિમાં, તમામ રાશિઓ પર કંઈક આવી રહેશે અસર

એપ્રિલે સૂર્યનું ગોચર મેષ રાશિમાં થવા જઈ રહ્યુ છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય આત્મા, પિતા, પૂર્વજ, ઉચ્ચ સરકારી નોકરી, પદ-પ્રતિષ્ઠા અને માન-સન્માનનો કારક ગ્રહ મનાય છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગ્રહોનો રાજા સૂર્ય દરેક માસ પોતાની રાશિ બદલે છે. 14 એપ્રિલે સૂર્યનું ગોચર મેષ રાશિમાં થવા જઈ રહ્યુ છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય આત્મા, પિતા, પૂર્વજ, ઉચ્ચ સરકારી નોકરી, પદ-પ્રતિષ્ઠા અને માન-સન્માનનો કારક ગ્રહ મનાય છે. સૂર્યના શુભ પ્રભાવથી જીવનના દરેક ક્ષેત્રે સફળતા હાંસલ થાય છે. 14 એપ્રિલ 2018 શનિવારે સૂર્ય સવારે 8.28 વાગ્યે મીન રાશિમાંથી નીકળી મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ 15 મે 2018 સુધી આ રાશિમાં સ્થિત રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનથી આગામી એક માસ સુધી દરેક રાશિ પર તેની અસર રહેશે.

મેષ

મેષ

આ રાશિના જાતકોને મન, આત્મા અને શરીર પર ઉંડી અસર પડવાની છે. આ સમયે સરકારી કામો દ્વારા લાભ મળવાની પ્રબળ શક્યતા છે. મંગળની રાશિમાં સૂર્યના પ્રવેશથી સ્વભાવમાં ઉગ્રતા, ગુસ્સો રહેશે. નોકરીમાં પ્રમોશન થશે. વેપારમાં સફળતા મેળવશો. તમારા કૌશલ્યના દમે તમારી જીત થશે. આ સમયે મંગળવારના દિવસે ગરીબોને મિઠાઈ અને તેમને જરૂરી દવાનું વિતરણ કરવાથી લાભ થશે.

વૃષભ

વૃષભ

આ રાશિ માટે સૂર્યનું ગોચર બારમાં ભાવમાં રહેશે. આ ખર્ચાનું સ્થાન છે. કેરિયરમાં ગતિ આવશે. વિદેશ જવાનો યોગ છે. વિદ્યાર્થિઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈ શકે છે. જો કે આ તમામ કામમાં ખર્ચા વધુ થશે. આરોગ્યની દ્રષ્ટિએ સૂર્યનું ગોચર મુશ્કેલીભર્યુ રહેશે. માથાનો અને શરીરનો દુઃખાવો તેમજ તાવ રહેશે. આ અસરમાંથી બચવા તમે શુક્રવારના દિવસે ભગવાન શિવને સફેદ આંકડાના 108 ફૂલો અર્પિત કરો.

મિથુન

મિથુન

સૂર્યનું ગોચર આ રાશિના 11માં ભાવમાં રહેશે. જે આવકનું સ્થાન છે. જેથી આ રાશિના લોકોની આવકમાં અચાનક વધારો થશે. નોકરીમાં વેતનવૃદ્ધિ થશે. વેપારમાં લાભ થશે. આર્ટ, કલ્ચર સાથે જોડાયેલા લોકોની ખ્યાતિ ફેલાશે. દાંપત્યજીવન સુખમય રહેશે. આ રાશિની કન્યાઓને કોઈ વસ્ત્ર-આભૂષણની પ્રાપ્તિ થશે. સૂર્યોદય સમયે જળ ચઢાવવાથી તમને લાભ થશે.

કર્ક

કર્ક

આ રાશિના દશમાં ભાવમાં સૂર્યનું ગોચર રહેશે, જે કર્મનું સ્થાન છે. આ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર લાભકારી રહેશે. કાર્યક્ષમતામાં વધારો થશે. ઉચ્ચ અધિકારીઓ સામે તમારી ઈમ્પ્રેશન સારી રહેશે. જેથી તમારામાં ઘમંડ આવી શકે છે. તમારા સરકારી કામોમાં કોઈ અડચણ આવશે નહિં. આ સમયે તમારી માતાના આરોગ્યનું ધ્યાન રાખજો. સૂર્યાસ્ત સમયે હનુમાન ચાલિસા કરવાથી લાભ થશે.

સિંહ

સિંહ

સિંહ રાશિ માટે સૂર્યનું ગોચર નવમા સ્થાને રહેશે. તેનાથી કૌટુંબિક અને સામાજીક ક્ષેત્રે સન્માન વધશે. અટકેલા કામો પૂરાં થશે. ભાગ્યનો સાથ મળી રહેતા તમે આગળ વધશો. આ એક મહિનો તમે લાંબા પ્રવાસ કરશો, ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. કૌટુંબિક જીવન ખુશાલીભર્યુ રહેશે. વડિલો સાથે વૈચારિક મતભેદ થશે. નિયમિત આદિત્યહદય સ્ત્રોતનો પાઠ કરવાથી મુશ્કેલીમાંથી છૂટકારો મળશે.

કન્યા

કન્યા

સૂર્ય આ રાશિના આઠમાં ભાવમાં ગોચર કરશે. જે મુશ્કેલીભર્યો સાબિત થશે. એક મહિને બિમારીઓથી ઘેરાયેલા રહેશો. ખર્ચામાં વધારો થશે. યાત્રા કરવી પડશે. જીવનસાથી તરફથી ધન પ્રાપ્તિનો યોગ છે. નકામાં વિવાદોમાં પડવું નહિં. કુટુંબને સાથે રાખીને ચાલજો. શિવ પરિવારની પૂજા કરવાથી મુશ્કેલીઓ સામે રક્ષણ મળશે.

તુલા

તુલા

સૂર્યનું ગોચર આ રાશિના સાતમાં ભાવમાં રહેશે. જે લગ્નનું સ્થાન છે. જાતકો માટે સૂર્યનું ગોચર લગ્નજીવન માટે લાભકારી રહેશે. દાંપત્યજીવનમાં ચાલતી મુશ્કેલીઓ દૂર થશે. અવિવાહિતોના વિવાહ નક્કી થશે. સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથીની મદદથી આર્થિક લાભ થશે. તુલા રાશિના જાતકો આગામી નવ માસમાં એક નવો સંબંધ બનાવશે. ગાયને લીલો ચારો ખવડાવો અને પક્ષીઓને પાણી-ચણ મૂકો.

વૃશ્ચિક

વૃશ્ચિક

સૂર્યનું ગોચર આ રાશિના છઠ્ઠા ભાવમાં રહેશે. જેનાથી તમારા સાહસમાં વધારો થશે. મુશ્કેલીઓ સામે હિંમત મળશે. વિરોધિઓ અને દુશ્મનોને પરાજીત કરી શકશો. નોકરી કરનારા જાતકોને પ્રમોશન અને વેતનવૃદ્ધિ થશે. જો કે આરોગ્યનું આ સમયે ખાસ ધ્યાન આપજો. બિમારીઓ પર ખર્ચા, નકામો વિવાદ, સંતાન તરફથી કોઈ ખરાબ સમાચાર મળશે. નિયમિત સૂર્યને જળ અર્પિત કરવું અને શિવ ચાલિસાનો પાઠ કરવો.

ધન

ધન

આ રાશિ માટે સૂર્યનું ગોચર તમારા પાંચમા ભાવમાં રહેશે. આ રાશિની આવકમાં વધારો થશે. વિદ્યાર્થિઓને મહેનતનું સારુ પરિણામ મળશે. આર્થિક મુશ્કેલીમાં ભાઈ-બહેન તમને મદદરૂપ થશે. નોકરીમાં પરિવર્તન ઈચ્છનારા જરૂર આ સમયે વિચારી શકે છે. ધનમાં વધારો થશે. નવું વાહન ખરીદવાનો યોગ છે. નિયમિત શિવ ચાલિસાનો પાઠ કરવો અને ગરીબોમાં દૂધનું દાન કરો.

મકર

મકર

મકર રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર ચતુર્થ સ્થાનમાં રહેશે. મકર શનિની રાશિ છે અને સૂર્ય તેનો વિરોધી છે. જેથી પિતા કે કુટુંબીજનો સાથે મતભેદ થશે. માતાનું આરોગ્ય બગડી શકે છે. નોકરીમાં તમારુ પ્રદર્શન સારુ રહેશે. વેતન વૃદ્ધિ અને પ્રમોશન મળશે. અચાનક કોઈ સારા સમાચાર મળશે. દરેક શનિવારના દિવસે શનિદેવને સરસિયાનું તેલ ચઢાવો.

કુંભ

કુંભ

આ રાશિના ત્રીજા ભાવમમાં સૂર્યનું ગોચર રહેશે. જેથી તમે ઉર્જાવાન રહેશો. જીવનસાથીથી આર્થિક લાભ થશે. તમારી કુશળતા દ્વારા લોકોને આકર્ષિ શકશો. આ સમયે તમારી નિર્ણય ક્ષમતા મજબૂત બનશે. તમારા કાર્ય પ્રત્યે પ્રામાણિક અને લક્ષ્ય પ્રત્યે સંકલ્પબદ્ધ રહેશો. આ સમયે તમે કોઈ યાત્રા કરી શકો છો. પિતાનું આરોગ્ય બગડી શકે છે. આ મહિને પીપળાના ઝાડમાં કાચૂ દૂધ ખાંડ નાખીને અર્પિત કરો.

મીન

મીન

આ રાશિ માટે સૂર્યનું ગોચર દ્વિતિય સ્થાન, ધનભાવમાં રહેશે. જેનાથી અચાનક પૈસાની જરૂર પડશે. જો કે વ્યવસ્થા થઈ જશે. વેપારી વર્ગ કાર્યનો વિસ્તાર કરશે પણ પ્રગતિની ગતિ ધીમી રહેશે. આ સમયે તમે તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખજો. આરોગ્યને લઈ હેરાન થઈ શકો છો. સરકારી કામોમાં અડચણો આવશે. આ મહિને કોઈ વાહન કે સંપતિ ન લેશો. દરેક ગુરુવારે ગરીબોને ચણાની દાળ દાન કરો.

English summary
Sun transit in Aries 2018, How is it going to affect you?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X