• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 મેએ સૂર્ય જશે વૃષભમાં, શું અસર થશે તમારી રાશિ પર?

|

ઊર્જાનો અક્ષય સ્ત્રોત સૂર્ય 15 મેના રોજ શુક્રવારે સવારે 10:36 મિનિટે મંગળની રાશિ મેષથી નીકળીને શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરવાનું પ્રારંભ કરશે. સૂર્ય 15 જૂન સુધી વૃષભ રાશિમાં તેનું ભ્રમણ ચાલુ રાખશે. જો કે સૂર્ય અને શુક્ર વચ્ચે શત્રુતાનો ભાવ છે.

ત્યારે સૂર્ય શુક્રની રાશિ વૃષભમાં જ્યારે પરિભ્રમણ કરશે ત્યારે તે કેટલાક લોકોને જ્યાં એક બાજુ લાભ પહોંચાડશે ત્યાં જ બીજું બાજુ આનાથી કેટલાક લોકોને નુક્શાન પણ થશે. વધુમાં કેટલાક જાતકોના જીવનમાં આ કારણે અનેક સમસ્યાઓ ઊભી થશે.

તો ચલો આ ફોટો સ્લાઇડરમાં અમે તમને જણાવીએ કે કંઇ કંઇ રાશિને સૂર્યની આ ગતિ ફળશે અને કોને થશે તેના ગેરલાભ. જોતા રહો આ ફોટો સ્લાઇડર. અને હા તમારા મિત્રોને પણ આ આર્ટીકલ શેર કરવાનું ભૂલતા નહીં...

મેષ

મેષ

મેષ રાશિના જાતકોના બીજા ભાવમાં સૂર્યનું આ ભ્રમણ થશે. જેનાથી સમસ્યા ગ્રસ્ત લોકોને રાહત મળશે. તો નવા વેપાર શરૂ કરનાર જાતકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે. કેટલીક પારીવારિક સમસ્યા પણ ઉત્પન્ન થશે. તો કેટલાક લોકો આ સમયે મોંધી વસ્તુઓ પણ ખરીદશે.

વૃષભ

વૃષભ

કાર્ય અને વેપારમાં વૃદ્ધિ થશે. નાણાંકીય રીતે સમુદ્ધ થશો. પરિવારમાં શુભ કાર્યોનું આયોજન થશે. જો કે કેટલાક જાતકોને માથું દુખવાની સમસ્યા રહેશે. વધુમાં વાણીમાં નિયંત્રણ જરૂર છે.

મિથુન

મિથુન

નવા લોકોથી મિત્રતા થશે. લંબાયેલા કાર્ય પૂરા થશે અને તેના લીધે નવી આશાનો સંચાર થશે. ઘન-ઘાન્યમાં વુદ્ધિ થશે. ખર્ચા પણ વધશે. કેટલાક લોકોને અનિંદ્રાનો પ્રશ્ન રહી શકે છે.

કર્ક

કર્ક

મિત્રો સાથે મનોરંજન અને મોજ મજા કરવાનો અવસર મળશે. નોકરીયાત લોકોને ફાયદો રહેશે. પારિવારિક સમસ્યાઓ ઓછી થશે. પહેલા કરેલા રોકાણમાં લાભ મળશે. રોજગારમાં વુદ્ધિ થશે.

સિંહ

સિંહ

પદ, પ્રતિષ્ઠા વધશે. કાર્યમાં આવેલી મુશ્કેલીઓ ઓછી થશે. તેવા કાર્યો થશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. શનિની દશાના કારણે તમે જ્યાં બે પગ આગળ જશો ત્યાં તમારે બે પગ પાછા આવવું પડશે.

કન્યા

કન્યા

ધર્મ-કર્મમાં તમારી રુચિ વધશે. ભાગ્ય પક્ષ મજબૂત થશે. વિદેશ યાત્રાની શક્યતા છે. સ્વાસ્થય મામલે સાચવવું. જેના લગ્ન ના થયા હોય તેવા જાતકો લગ્ન સંબંધમાં જોડાશે.

તુલા

તુલા

યોજના બનાવતી વખતે ગોપનીયતા રાખજો નહીં તો કોઇ તમારા મહેનત બેકાર કરી નાખશે. પ્રેમ વર્ગે ખાસ સાચવવું નહીં તો ગુપ્ત સંબંધ ઉજાગર થઇ જશે. શેરથી જોડાયેલા રોકાણમાં સાવધાની રાખવી.

વૃશ્ચિક

વૃશ્ચિક

વિવાહીત સંબંધોમાં તનાવ. સ્થાન પરિવર્તન કરવાની શક્યતા. રાશિ પર શનિના પ્રભાવના કારણે સ્વભાવ ચીડચીડો બને. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

ઘનુ

ઘનુ

નોકરી મળવાની શક્યતા પ્રબળ. રોકાયેલા કામમાં થશે. વધુ મહેનતે ઓછી સફળતા મળશે. પરિવારની બિમારીના કારણે ખર્ચો વધશે. ખાણીપીણીમાં સાચવવું.

મકર

મકર

દેણું લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. ઘનની લેણ-દેણમાં સાચવવું. સંબંધોમાં આવતી ઉદાસીનતાથી બચવું. ખાનગી સંસ્થાથી જોડાયેલા લોકોને નવા અવસર મળશે. વિદ્યાર્થી માટે થોડો સંધર્ષમય સમય.

કુંભ

કુંભ

તબિયતનું ખાસ ધ્યાન રાખવું. બલ્ડ પ્રેશન અને શુગરના દર્દીઓએ ખાસ સાવચેતી રાખવી. ગાડી કે મકાન પાછળ નાણાં ખર્ચવા પડે. પાટનરશીપ વાળા વેપારમાં સાચવવું.

મીન

મીન

રોકાયેલા કામ પૂરા થશે. રોજગાર અને નોકરીમાં પ્રગતિ. નવા સંબંધોથી તમને થશે લાભ. પ્રશંસાના પાત્ર બનશો. સફળતા તમારા કદમ ચૂમશે.

English summary
Sun in Taurus on 15th May 2015. The Sun in Taurus is most active when it is defending or resisting things! As the Sun moves through Taurus when plants take root, our determination and security needs are strong.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more