સૂર્ય કરશે મિથુન રાશિમાં પ્રવેશ, તમારી રાશિ પર થશે અસર
આ વર્શે 15 જૂને જ્યેષ્ઠ શુક્લ પક્ષની તેરસ તિથિ અને શનિવારનો દિવસ આવી ગયો. 15 જૂને જ સૂર્ય વૃષભથી મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. અને આ જ દિવસને મિથુન સંક્રાંતના નામે પણ ઓળખવામાં આવે છે. સૂર્ય મિથુન રાશિમાં 15 જુલાઈ સુધી રહેશે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે, અને તેની સીધી કે આડકરતી અસર દરેક વ્યક્તિ પર પડે છે. આજે જાણીએ સૂર્યના મિથુન રાશિમાં જવાથી 12 રાશિ પર શું અસર પડશે.
આ શક્તિશાળી ગ્રહે બદલી રાશિ, જાણો તમારા માટે સમય સારો કે ખરાબ?

મેષ
સૂર્યના ગોચરથી તમારા પરાક્રમમાં વધારો થઈ શકે છે. ઘરમાં નાના ભાઈ બહેન સાથે વિવાદ થઈ શકે છે, વાતચીત કરવા દરમિયાન શબ્દો પર ધ્યાન આપો. આ સમય દરમિયાન ઉતાવળમાં કોઈ કામ ન કરો. નાની મુસાફરી થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથેનો તણાવ તમારા માટે નુક્સાન કારક સાબિત થઈ શકે છે.

વૃષભ
આ દરમિયાન મકાન, વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. તમારી આવક વધશે. જો માતા સાથે કોઈ મતભેદ હોય તો, સંબંધ સુધરી શકે છે. લોકો તમારી બોલીથી પ્રભાવિત રહેશે.

મિથુન
સૂર્યના ગોચરનો પ્રભાવ આ રાશિ પર થોડો વધુ રહશે, કારણ કે સૂર્ય આ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ સમય દરમિયાન તમે ઉર્જાવાન મહેસૂસ કરશો. તમારું આરોગ્ય સારું રહેશે. જીવનસાથી સાથે તાલમેલ સારું રહેશે. તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરી શકો છો અને બિઝનેસ પાર્ટનર સાથે પણ સ્થિતિ બરાબર રહેશે. તમારા પર ગુસ્સો હાવી રહેશે, તેને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો.

કર્ક
વિદેશ યાત્રાના યોગ છે. આરોગ્યનું ધ્યાન રાખો. હ્રદય અને કરોડરજ્જુની સમસ્યા મુશ્કેલી સર્જી શકે છે. ખર્ચામાં વધારો થઈ શકે છે. આધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય વ્યતીત થશે.

સિંહ
તમારા માટે આ સમય શુભ રહેશે. તમારું માન સન્માન વધશે, તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો. પ્રેમ જીવનમાં સફળતા મળશે. કોર્ટ કચેરીના કેસમાં સફળતા મળશે. તમારા અટકેલા કામો પૂરા થશે.

કન્યા
સૂર્યની રાશિ પરિવર્તન કરવાથી તમારા માટે સ્થિતિ સારી છે. સમાજમાં તમને યશ અને કીર્તિમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં સિનિયર્સ પાસેથી સહયોગ અને સન્માન મળશે. પ્રમોશન અને આવકમાં વધારાની પણ શક્યતા છે. ઉચ્ચ પદ મળી શકે છે. તમારા પિતા પાસેથી પણ આર્થિક લાભ થશે.

તુલા
આ સમય દરમિયાન ભાગ્ય તમારી સાથે રહેશે. ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. ઉચ્ ચશિક્ષણ માટે વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તેમાં સફળતા મળી શકે છે. પિતાના આરોગ્યનું ધ્યાન રાખો. ભાગ્ય પર ભરોસો રાખો અને હાથ પર હાથ રાખીને ન બેસો.

વૃશ્ચિક
આ રાશિના જાતકોએ સતર્ક રહેવાની જરૂર છે. તમારું બીપી અનિયંત્રિત રહી શકે છે. આ દરમિયાન તમારા શત્રુ સક્રિય થશે પરંતુ અંતમાં તમારો જ વિજય થશે. ધીરજ રાખો. કોર્ટ કચેરીના કામ અટકી શકે છે.

ધનુ
અવિવાહિત જાતકો માટે વિવાહના યોગ છે. જીવનસાથી સાથે સંબંધો મજબૂત બનશે. તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળી શકે છે. તમને તમારી આકરી મહેનતનો ફાયદો મળશે. કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવાનો આ સારો સમય છે. કોર્ટ કચેરીના કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.

મકર
નોકરિયાત લોકોને આર્થિક લાભ મળી શકે છે. પરંતુ તમારા કામનો બોજ તમારા પર વિપરિત અસર કરી શકે છે. હ્રદય રોગીઓએ સાવધાન રહેવાની જરૂર છે. બધા સાથે કામની વાત શૅર ન કરો. દુશ્મનોનો ભય રહી શકે છે.

કુંભ
આ સમય તમારા પ્રેમ સંબંધો માટે સારો છે. આ દરમિયાન તમે તમારા નારાજ પાર્ટનરને મનાવી શકો છો. સંતાન પ્રાપ્તિ માટે અનુકુળ સમય છે. સંતાનના કામથી તમારા માન સન્માનમાં વધારો થશે. લાંબા સમય સુધી કોઈ બીમારીથી પરેશાન છો તો રાહત મળી શકે છે.

મીન
માં સાથેના સંબંધો મજબૂત થશે. જો તમે ઘર કે ગાડી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તેના માટે આ પરફેક્ટ સમય છે. પૈતૃક સંપત્તિનો ફાયદો મળી શકે છે. ઓફિસમાં તમારા સહકર્મીઓનો સહયોગ મળશે.