• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sun transit in Gemini: સૂર્યનુ 15 જૂનથી મિથુન રાશિમાં ગોચર, જાણો શું પડશે બધી રાશિઓ પર પ્રભાવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ માન-સમ્માન, પદ-પ્રતિષ્ઠા, સરકારી સેવા ક્ષેત્ર, આત્મા અને પિતાનો કારક ગ્રહ સૂર્ય 15 જૂન, 2021ના રોજ સવારે 6 વાગે મિથુન રાશિમાં ગોચર થઈ ગયો છે. 16 જુલાઈ સુધી સૂર્ય આ રાશિમાં જ રહેશે. નવગ્રહોનો રાજા સૂર્ય જ્યારે પણ પોતાની રાશિ બદલે ત્યારે ગોચર અનુસાર પોતાનુ સમગ્ર ફળ સમગ્ર રાશિના જાતકોને આપે છે. આવો, જાણીએ બધી રાશિના જાતકોને સૂર્યના મિથુનમાં ગોચર દરમિયાન શું ફળ મળવાનુ છે.

મેષઃ મેષ રાશિ માટે સૂર્યનુ ગોચર તૃતીય સ્થાનમાં હશે. પરાક્રમમાં વધારો થશે, આત્મવિશ્વાસ વધશે. ભાઈબંધુઓનો પૂરો સહકાર મળશે. ભૂમિ, સંપત્તિ ખરીદવાના યોગ બનશે. પરિવાર સાથે સુખદ સમય વીતાવશો. અહીંથી સૂર્ય પૂર્ણ દ્રષ્ટિથી ભાગ્ય ભાવને જોઈ રહ્યો છે માટે ભાગ્યને બળ મળશે. અટકેલા બધા કાર્યો વેગ પકડશે. ભૌતિક સુખ-સંપત્તિ મળશે.

વૃષભઃ સૂર્યનુ ગોચર દ્વિતીય સ્થાનમાં થવાનુ છે. દ્વિતીય ધન સ્થાનમાં શુક્ર પહેલેથી હાજર છે. સૂર્ય અને શુક્રની યુતિ મળીને આર્થિક સ્થિતિ મજબૂત બનવાના સંકેત આપી રહ્યા છે. જો કે ઘણી બાબતોમાં કાર્ટ અટકી પણ શકે છે કારણકે અહીં શુક્ર અસ્ત થઈ જવાથી દાંપત્ય જીવન પણ પ્રભાવિત થઈ શકે છે. સરકારી સેવા ક્ષેત્રવાળાને પ્રમોશન મળશે.

મિથુનઃ લગ્ન સ્થાનમાં સૂર્ય આવશે. નોકરિયાત લોકોને સારી પ્રગતિ મળશે પરંતુ તબિયતનુ ધ્યાન રાખવુ પડશે. આંખના રોગ હેરાન કરશે. કોઈ વાતની ચિંતા પણ થઈ શકે છે. આર્થિક સંકટ ઓછુ થશે. વેપારીઓને લાભના અવસર મળશે. દાંપત્ય જીવન પ્રભાવિત થશે. ભાગીદારીમાં કરવામાં આવેલ કાર્ય લાભ નહિ આપે માટે નવા પ્રોજેક્ટમાં ધ્યાન રાખવુ.

કર્કઃ તમારા માટે સૂર્યનુ ગોચર દ્વાદશ સ્થાનમાં હોવાથી ખર્ચમાં ખૂબ જ વધારો થવાની સંભાવના છે. સાથે જ અહીંથી સૂર્યની સીધી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર થવાથી રોગોમાં વૃદ્ધિ થઈ શકે છે. શત્રુ સક્રિય થશે અને કોઈ નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. પારિવારિક જીવનમાં કોઈ વિવાદ થવાની સંભાવના થઈ શકે છે. નોકરિયાત લોકોને પ્રમોશન મળશે. બિઝનેસમાં લાભ થશે.

સિંહઃ તમારા માટે સારો સમય પ્રારંભ થવાનો છે. સૂર્યનુ ગોચર તમારા માટે એકાદશ સ્થાનમાં હોવાથી આવકના સાધનોમાં વધારો થશે. વેપારીઓને નવુ કામ પ્રારંભ કરવાથી લાભ થશે. સરકારી સેવા ક્ષેત્રમાં પ્રમોશન મળશે. શારીરિક સ્વસ્થતા રહેશે. જૂના રોગ સમાપ્ત થશે. આર્થિક લાભ થશે. ગોચર દરમિયાન કોઈ મોટુ કામ પૂરુ થવાના યોગ બની રહ્યા છે.

કન્યાઃ આ રાશિના લોકોની આજીવિકાના સાધનોમાં વધારો થવાનો છે. આવકના નવા સાધનો મળશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળશે અને વેપારીઓને લાભના અવસર મળશે. તબિયતમાં સુધારો થશે. દશમમાં બેસીને સૂર્યની સીધી દ્રષ્ટિ સુખ સ્થાન પર થઈ રહી છે. માતા તરફથી સુખ મળશે. ધન લાભ થશે. ભૌતિક સુખોમાં વધારો થવાની સ્થિતિ બનશે.

તુલાઃ ભાગ્ય સ્થાનમાં સૂર્યનુ ગોચર થવાના કારણે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. પિતા તરફથી કોઈ મોટી ઉપલબ્ધિ તમને મળી શકે છે. પિતૃ દોષ છે અને તેનાથી મુશ્કેલીઓ આવી રહી હોય તો તેમાં રાહત મળશે. નોકરિયાત લોકોને પ્રમોશનના અવસર મળશે. આર્થિક જરૂરિયાતો પૂરી થશે અને તમે કોઈ ભૂમિ, સંપત્તિ, વાહન ખરીદી શકો છો. રોગોથી છૂટકારો મળશે.

વૃશ્ચિકઃ તમારે ખૂબ જ સતર્ક રહીને ચાલવુ પડશે. તમારા અષ્ટમ ભાવમાં સૂર્યનુ આવવુ શારીરિક દ્રષ્ટિએ યોગ્ય નથી. કોઈ પ્રકારની દૂર્ઘટનાની સંભાવના છે. માથા અને આંખના રોગના કારણે મોટી મુશ્કેલી આવી શકે છે. શત્રુઓથી પરેશાન રહેશો. આર્થિક જરૂરત આવી શકે છે. નોકરિયાતોએ માત્ર પોતાના કામ પર ધ્યાન આપવાનુ છે નહિતર કોઈ વિવાદમાં ફસાઈ શકો છો.

ધનઃ પારિવારિક અને દાંપત્ય જીવન માટે સૂર્યનુ ગોચર ઘણુ લાભકારક રહેવાનુ છે. બગડેલા સંબંધોમાં સુધારો આવશે. દાંપત્ય જીવનમાં સુખદ સમાચાર મળશે. ઘર પરિવારમાં નવા મહેમાનનુ આગમન થશે. આર્થિક સ્થિતિ પ્રબળ થવાની છે. નોકરિયાત લોકોને અધિકારીઓના સહયોગથી પ્રમોશન મળશે. વેપારી ભાગીદારીમાં કામ પ્રારંભ કરી શકો છો.

મકરઃ મકર રાશિના જાતકો માટે સૂર્યનુ ગોચર છઠ્ઠા ભાવમાં થવાથી આંખ અને માથાના રોગોથી પરેશાન રહેશો. આત્મવિશ્વાસમાં કમી આવશે. કોઈ પણ કાર્યને કરવામાં ઉત્સાહની કમી રહેશે. શત્રુ હાવી થવાની કોશિશ કરશે જેનાથી માનસિક કષ્ટ થશે. આર્થિક સ્થિતિમાં ધીમી ગતિએ સુધારો આવશે. આજીવિકાના નવા સાધનો મળી શકે છે.

કુંભઃ સંતાન તરફથી કોઈ ઉત્સાહવર્ધક સમાચાર મળી શકે છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. તમારી કોઈ મોટી યોજના સાકાર થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે પરંતુ તેની સરખામણીમાં ખર્ચ પણ વધવાની સંભાવના છે. વેપારીઓને કામમાં ભટકાવ થઈ શકે છે અને નોકરિયાતની માનસિક સ્થિતિ વધુ કામના કારણે બગડી શકે છે.

મીનઃ સુખ સ્થાનમાં સૂર્યનુ ગોચર થવાના કારણે મીન રાશિ માટે આ મહિનો સારો સાબિત થવાનો છે. ભૌતિક સુખ, સંપત્તિ, વાહન પ્રાપ્તિ તરફ અગ્રેસર થશો. માતા તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. માતાનો પૂરો સહયોગ પણ મળશે. નોકરિયાતને કાર્યની પ્રશંસા અને પ્રમોશન બંને મળશે. નવુ કાર્ય આરંભ કરવાની સ્થિતિ બનશે.

English summary
Sun transit in Gemini on 15th June 2021 5:49 am to 16th July 2021, 4:41 pm. Read effects on all signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X