પોતાની જ રાશિ સિંહમાં આવ્યા સૂર્ય, જાણો શું થશે અસર
આત્મા, શરીર રચના, પિતા, માન-સમ્માન, પદ-પ્રતિષ્ઠા, સમાજમાં સર્વોચ્ચ સ્થાન, સરકારી નોકરી, નેત્ર રોગ વગેરેના પ્રતિનિધ ગ્રહ સૂર્યએ 16 ઓગસ્ટ 2020ના રોજ સાંજે 7 વાગીને 09 મિનિટે કર્કમાંથી નીકળીને પોતાની સ્વયં રાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય હવે એક મહિના સુધી પોતાની જ રાશિમાં રહેશે એટલે કે પોતાના જ ઘરમાં રહેશે. એક વર્ષ બાદ સૂર્યની પોતાની ઘરવાપસી બધી રાશિના જાતકો માટે અત્યંત શુભ રહેવાની છે. આવા સમયનો લાભ એ લોકોએ ખાસ લેવો જોઈએ જેમની કુંડળીમાં સૂર્ય ખરાબ સ્થિતિમાં હોય અથવા જેમને સૂર્યની પીડા મળી રહી હોય. એ લોકો આ રીતે ખરાબ સૂર્યને પ્રસન્ન કરવા માટે આ દરમિયાન એક અત્યંત સિદ્ધ પ્રયોગ કરી શકે છે. આ પ્રયોગ છે સૂર્ય બ્રહ્માસ્ત્ર યંત્રની સ્થાપનાનો.

શું હોય છે સૂર્ય બ્રહ્માસ્ત્ર
યંત્રોની દુનિયામાં બ્રહ્માસ્ત્ર એક પ્રકારનો પિરામિડ હોય છે. આના પિરામિડવાળા યંત્રને અલગ અલગ ગ્રહો અનુસાર તૈયાર કરવામાં આવે છે. અહીં અમે વાત કરી રહ્યા છે. સૂર્ય બ્રહ્માસ્ત્રની. સૂર્ય બ્રહ્માસ્ત્રને ખાસ કરીને સૂર્યની કૃપા મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જે લોકોની જન્મકુંડળીમાં સૂર્ય ખરાબ પ્રભાવ આપી રહ્યો હોય, જે લોકોને સરકારી નોકરીમાં જવા ઈચ્છતા હોય પરંતુ યોગ્યતા હોવા છતાં પણ ન જઈ શકતા હોય, જે લોકોના જીવનમાં પિતાનો સહયોગ ન મળી રહ્યો હોય, જે બધા માટે સારુ કર્યા બાદ પણ માન-સમ્માન માટે તરસી રહ્યા હોય, આવા લોકોએ સૂર્ય બ્રહ્માસ્ત્રની સ્થાપના પોતાના ઘરમાં જરૂર કરવી જોઈએ. સૂર્ય બ્રહ્માસ્ત્ર સૂર્યમાંથી મળતી કૉસ્મિક એનર્જીને શોષીને તમારા માટે શુભ બનાવે છે. હાલમાં સૂર્ય પોતાની જ રાશિમાં આવ્યા છે માટે આ એક મહિના દરમિયાન સૂર્ય બ્રહ્માસ્ત્રની સ્થાપના સૌથી વધુ લાભદાયી રહેશે.

કેવી રીત કરશો સ્થાપના
સૂર્ય બ્રહ્માસ્ત્ર અલગ અલગ ધાતુની બનાવવામાં આવી છે. આ પંચધાતુ, અષ્ટધાતુ, તાંબા અને સોનામાં સર્વશ્રેષ્ઠ હોય છે. આજકાલ એક્રેલિકના પણ બનાવવામાં આવે છે પરતુ તે વધુ પ્રભાવી નથી હોતા. સૂર્ય બ્રહ્માસ્ત્રની સ્થાપના રવિવારના દિવસે કરવામાં આવે છે. જે વ્યક્તિ આને સ્થાપિત કરવા ઈચ્છતા હોય તેણે સૂર્યોદય પહેલા ઉઠીને નિત્યકાર્યોથી પરવારી સ્નાન કરવુ. સૂર્યદેવને જળનો અર્ધ્ય આપવો. પૂજા સ્થાનમાં પૂર્વાભિમિખ થઈને બેસવુ અને સૂર્ય બ્રહ્માસ્ત્ર રાખીને તેેને ગંગાજળથી સ્નાન કરાવવુ. પંચાપચાર પૂજન કરવુ અને ફરીથી તેને ઘરની પૂર્વ દિશામાં સ્થાપિત કરવુ. આનાથી પ્રાતઃકાળના સમયે જ સ્થાપિત કરી લેવુ જોઈએ. ત્યારબાદ નિયમિત રીતે તેનુ પૂજન કરીને ગાયત્રી મંત્રની એક માળા જાપ કરવી. આ બ્રહ્માસ્ત્ર નિશ્ચિત રીતે તમારા જીવનમાં ખુશી, સુખ અને સમૃદ્ધિ લાવશે.

આ થાય છે લાભ
- સૂર્ય તમામ ગ્રહોના પ્રમુખ છે અને સિંહ રાશિના સ્વામી છે. સિંહ રાશિ અને સિંહ લગ્નના જાતકોને સર્વાધિક લાભ મળે છે.
- સૂર્ય બ્રહ્માસ્ત્રથી તમારા માન-સમ્માન, પદ, પ્રતિષ્ઠા, વેપારમાં વૃદ્ધિ થાય છે.
- નોકરીમાં પ્રમોશન મળે છે. સરકારી નોકરીની શોધ પૂરી થાય છે.
- જન્મકુંડળીમાં સૂર્ય ખરાબ હોવા પર તબિયત ક્યારેય સારી નથી રહેતી. આવા વ્યક્તિને નેત્ર રોગ, બ્લડ પ્રેશર વગેરેની ફરિયાદ ચાલુ જ રહે છે. સૂર્ય બ્રહ્માસ્ત્રથી આ બધા રોગો સામે રક્ષણ મળે છે.
- સૂર્ય ખરાબ હોવા પર જાતક દેવામાં ડૂબી જાય છે. મોટાભાગે દેવુ બિમારીઓના ઈલાજ માટે થાય છે. સૂર્ય બ્રહ્માસ્ત્રના કારણે આવી સ્થિતિ નથી આવતી.
15 મહિનાના માસૂમ બાળકને નિર્દયતાથી મારતી હતી મા, કેમેરામાં કેદ થઈ કરતૂત