India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્ય આજથી મિથુન રાશિમાં, ત્રણ રાશિઓ થશે માલામાલ, જાણો દરેક રાશિને શું ફળ મળશે

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ માન-સમ્માન, પદ-પ્રતિષ્ઠા, સરકારી સેવા, આત્મા અને પિતાના કારક ગ્રહ સૂર્ય 15 જૂન, 2022ના રોજ બપોરે 12 વાગીને 03 મિનિટે વૃષભ રાશિમાં ચક્ર પૂર્ણ કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 16 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. બુધની રાશિ મિથુનમાં સૂર્યનુ ગોચર અનેક રાશિવાળાને શુભ ફળ આપવાનુ છે. સિંહ, મિથુન અને કન્યા લગ્ન તેમજ રાશિવાળાને વિશેષ ઉપલબ્ધિઓ મળી શકે છે. જેમની કુંડળીના કેન્દ્ર સ્થાનોમાં સૂર્ય અને બુધ હોય તેમને પણ આના અત્યંત ચોંકાવનારા પરિણામ મળી શકે છે. આવો જાણીએ કઈ રાશિ પર મિથુનના સૂર્યનુ શું ફળ રહેશે?

મેષઃ મેષ રાશિ માટે મિથુન રાશિમાં સૂર્યનુ ગોચર ત્રીજા સ્થાનમાં રહેશે. પારક્રમમાં વૃદ્ધિ થશે, આત્મવિશ્વાસ વધશે. ભાઈ-બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. જમીન-સંપત્તિ ખરીદવાની તકો મળશે. પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. અહીંથી સૂર્ય પૂર્ણ દ્રષ્ટિથી ભાગ્યના ઘર તરફ જોઈ રહ્યો છે તેથી ભાગ્ય બળવાન થશે. બાકી રહેલા તમામ કાર્યોને વેગ મળશે. તમને ભૌતિક સુખ અને સંપત્તિ મળશે.

વૃષભ: સૂર્યનુ ગોચરણ દ્વિતીય સ્થાન થવાનુ છે. દ્વિતીય ભાવ ધન સ્થાનમાં સૂર્યનુ આવવુ તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર કરનાર સાબિત થશે. સૂર્યના અહીં આવવાથી તમારી વાણી પર અસર પડી શકે છે. કડવાશ આવી શકે છે. તમારો અહંકાર વધશે તેથી ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખીને તમે બીજા પર જીત મેળવી શકશો. અહંકારનો ત્યાગ કરો.

મિથુન: સૂર્ય લગ્ન સ્થાનમાં આવશે. નોકરિયાત લોકોને સારી પ્રગતિ થશે પરંતુ સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવુ પડશે. આંખના રોગો તમને પરેશાન કરશે. કોઈ વાતની ચિંતા પણ હોઈ શકે છે. આર્થિક સંકટ દૂર થશે. વ્યાપારીઓને લાભની તક મળશે. વિવાહિત જીવન પ્રભાવિત થશે. લાભની ઘણી તકો ઊભી થશે. સરકારી નોકરી કરનારાઓને પ્રગતિ થશે.

કર્કઃ તમારા માટે બારમા ભાવમાં સૂર્યના ગોચરને કારણે ખર્ચમાં વધારો થશે. કોર્ટ-કચેરીના મામલાઓ ચાલી રહ્યા હોય તો તમે મૂંઝવણમાં પડી શકો છો. દ્વાદશ સૂર્યની સીધી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડવાથી રોગો વધી શકે છે. દુશ્મનો સક્રિય રહેશે અને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. પારિવારિક જીવનમાં થોડો વિવાદ થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. વેપારમાં નફો થાય.

સિંહ: અગિયારમા ભાવમાં સૂર્યના ગોચરથી આવકના સાધનો વધશે. વ્યાપારીઓને નવુ કામ શરૂ કરવાથી ફાયદો થશે. સરકારી સેવા ક્ષેત્રમાં તમને પ્રમોશન મળશે. શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત થશે. જૂના રોગો ખતમ થશે. આર્થિક લાભ થશે. સંક્રમણ દરમિયાન કેટલાક મોટા કામ પૂરા થવાની સંભાવના છે. શિક્ષણ, પ્રેમ, દાંપત્યજીવનમાં વિશેષ લાભ થશે.

કન્યાઃ સૂર્યનુ ગોચર દસમ ભાવમાં થશે. આજીવિકાના સાધનોમાં વધારો થશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળશે અને વેપારીઓને લાભની તક મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. દશમમાં બેસીને સૂર્યની સીધી દ્રષ્ટિ સુખ સ્થાન પર થઈ રહી છે. તમને માતા કે સાસુ તરફથી સુખ મળશે. ધન લાભ થશે. ભૌતિક સુખોમાં વધારો થવાની સ્થિતિ રહેશે.

તુલા: ભાગ્ય સ્થાનમાં સૂર્યના ગોચરને કારણે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમને તમારા પિતા તરફથી કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશનની તક મળશે. નાણાકીય જરૂરિયાતો પૂરી થશે અને તમે કોઈપણ જમીન, મિલકત, વાહન ખરીદી શકો છો. ત્રીજા ભાવમાં સૂર્યની દૃષ્ટિથી બળમાં વધારો થશે. ભાઈ-બહેન સાથેના સંબંધો સુધરશે.

વૃશ્ચિકઃ આઠમા ભાવમાં સૂર્યનુ આગમન ભૌતિક દ્રષ્ટિકોણથી સારુ નથી. કોઈપણ ઈજા અકસ્માતની શક્યતા છે. મગજ અને આંખના રોગોમાં મોટી સમસ્યા થઈ શકે છે. તમે દુશ્મનોથી પરેશાન રહેશો. નાણાકીય તંગી રહેશે. નોકરિયાત વ્યક્તિએ માત્ર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ નહીતર તે વિવાદમાં પડી શકે છે. જો કે, ચોક્કસ હેતુ માટે મુસાફરી સુખદ રહેશે.

ધન: સપ્તમમાં સૂર્યનુ આગમન મિશ્ર પરિણામ આપશે. સીધી દ્રષ્ટિ લગ્ન પર હોવાથી શારીરિક પીડા થઈ શકે છે. સૂર્યનુ આ ગોચર પારિવારિક અને દાંપત્ય જીવન માટે ખૂબ જ લાભદાયી રહેશે. ખરાબ સંબંધો સુધરશે. વિવાહિત જીવનમાં સુખદ સમાચાર મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરિયાત વ્યક્તિને અધિકારીઓની મદદથી પ્રમોશન મળશે.

મકરઃ છઠ્ઠા ભાવમાં સૂર્યના ગોચરને કારણે તમે આંખ અને મગજ સંબંધિત રોગોથી પરેશાન રહેશો. આત્મવિશ્વાસ પણ ઘટશે. કોઈપણ કાર્ય કરવામાં ઉત્સાહની કમી રહેશે. શત્રુઓ વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે જેના કારણે માનસિક પરેશાની થશે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે. આજીવિકાના નવા સાધનો મળી શકે છે. કોઈ મોટુ માન-સન્માન પણ મળી શકે છે.

કુંભ: પંચમમાં સૂર્યના આગમનથી સંતાન તરફથી કેટલાક પ્રોત્સાહક સમાચાર મળી શકે છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરંતુ ખર્ચ પણ તે જ પ્રમાણમાં વધવાની અપેક્ષા છે. વ્યાપારીઓ કામમાં વિચલિત થઈ શકે છે અને નોકરી કરતા વ્યક્તિની માનસિક સ્થિતિ વધુ પડતા કામને કારણે વિચલિત થઈ શકે છે.

મીન: ચતુર્થ ભાવમાં સૂર્ય ભૌતિક સુખોમાં વધારો કરશે. માતા તરફથી તમને ખુશી મળી શકે છે. મિલકત, વાહન પ્રાપ્તિ તરફ આગળ વધશે. નોકરિયાત વ્યક્તિને તેના કામ માટે પ્રશંસા અને પ્રમોશન બંને મળશે. નવુ કાર્ય શરૂ કરવાની સ્થિતિ રહેશે. તમે આર્થિક રીતે સંપૂર્ણ રીતે સમૃદ્ધ થશો. પરિવારમાં નવુ વાહન, મશીનરી આવશે. દશમ પર સીધી દ્રષ્ટિ હોવાથી આજીવિકાના નવા સાધનો મળશે.

English summary
Sun will transit in Gemini sign today. 3 zodiac signs will be rich. Know effects on all signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X