• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજે 'સુપરમૂન' દેખાશે, જાણો ચંદ્રને પ્રબળ બનાવવા માટેના ઉપાયો

By desk
|

નાસાના વૈજ્ઞાનિકો પ્રમાણે 14 નવેમ્બરે વિશાળ ચંદ્રને તમે આકાશમાં જોઇ શકશો. અને જો તમે આ ખગોળીય ઘટનાનુ ચુકી જશો તો ફરી તેને જોવા માટે તમારે 2034 સુધીની રાહ જોવી પડશે. આજે 14મી નવેમ્બરના દિવસે કારતક પૂર્ણિમાં છે, આ દિવસે 14 ગણો મોટો ચંદ્ર જોવા મળશે. કારણકે આજે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક છે. અને માટે તેને સુપર મૂન કહેવાય છે.

moon

પૂર્ણિમાંના દિવસે ચંદ્ર બળવાન
પૂર્ણિમાંના દિવસે ચંદ્ર બળવાન હોય છે, દિવસે ચંદ્રનો અધિકતમ પ્રકાશ પૃથ્વી પર પડે છે. ચંદ્રએ મનનો કારક ગણાય છે. કહેવાય છે ને કે, મનના હારે હાર મનના જીતે જીત. જો તમે મનથી કમજોર પડી ગયો તો માની લેવુ કે જીવનની લડાઈઓ આગળ તમે હારી ગયા છો.

પૂર્ણિમાંની ખાસીયત
જે મનથી બળવાન હોય તે દરેક કસોટીને પાર કરે છે. પરિણામે પ્રકૃતિએ મહિનામાં એક વાર મનને ઉર્જા મેળવવા માટે એક ખગોળીય ઘટનાનુ સર્જન કર્યુ છે, જેને પૂર્ણિમાં કહે છે.

moon

નબળા ચંદ્રથી તમારા જીવન પર આવતી મુશ્કેલીઓ
શું તમે જાણો છો કે, ચંદ્ર ખરાબ હોવાને કારણે તમારા જીવન પર તેની કેવી અસર પડે છે ? ચંદ્ર ખરાબ હોવાને કારણે તેની તમારા જીવન પર અનેક પ્રતિકૂળ અસરો પડે છે જેવી કે, કેરિયરને લગતા કામોમાં અડચણ આવવી, સંબંધોમાં તિરાડ પડવી, આર્થિક નબળાઈ આવવી, અભ્યાસમાં નબળાઈ આવવી, ઘરમાં વાસ્તુ દોષ અને આરોગ્યને લગતા પ્રશ્નો વગેરે..

moon

ચંદ્રને મજબુત બનાવવા આટલું કરો
આજ માટે સૌથી સારો રંગ સફેદ અને સ્લેટી છે. જે ચંદ્ર માટે સૌથી શુભ ગણાય છે. આજના દિવસે તમે સફેદ રંગના કપડા પહેરી ચંદન, ચમેલી, કમળ, અને લીલીના ફૂલોની સુગંધનો ઉપયોગ કરી ચંદ્રને મજબૂત બનાવી શકો છો.

ચંદ્રને રીઝવવા માટે મંત્ર
1. ઓમ એં ક્લી સોમાય નામાય નમ:
2. ઓમ શ્રી શ્રી શ્રૌ સ:ચન્દ્રમસે નમ:
3. ઓમ સોં સોમાય નમ:

earth

આ મુજબના કોઈપણ મંત્રથી વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવાથી લાભ મળે છે. ચંદ્રની ઉપાસના કરતી વખતે ચંદ્ર ગ્રહને લગતા સ્ત્રોત કવચ, નામાવલિનો જાપ અને પાઠ જરૂર કરવો. ચંદ્રની ઉપાસના કારતક પૂર્ણિમાના દિવસે કરવાથી વધુ લાભ મળે છે.

ચંદ્રના દેવ વરુણ દેવ
ચંદ્રના દેવ વરુણ દેવ છે. પરિણામે સૌ પહેલા વરુણ દેવની આરાધના કરવી જોઈએ. ચંદ્ર એક સ્ત્રી કારક ગ્રહ છે. પરિણામે દેવીની આરાધના કરવાથી પણ લાભ મળે છે. આ દેવી છે, મહા શક્તિનુ રૂપ શિવની પત્ની પાર્વતી. શિવે તેમના મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો છે. પરિણામે શિવની ઉપાસના કરવાથી પણ ચંદ્રની ઉર્જામાં વધારો થાય છે.

ભ્રામણી પ્રાણાયામ
રાત્રે ધાબા પર બેસી ભ્રામરી પ્રાણાયામ કરવાથી ચંદ્રની ઉર્જામાં વધારો થાય છે. નિયમિત વજ્રાસન અને નૌકાયન આસન કરવાથી પણ ચંદ્ર બળવાન થાય છે. વિશ્વાસ, યાદશક્તિ અને ખુલ્લા વિચારો માટે પણ દેવી પાર્વતીનુ ધ્યાન કરવુ જોઈએ. ''ઓમ'' નો 108 વખત જાપ કરવાથી પણ ચંદ્રની ઉર્જામાં વૃધ્ધિ આવે છે. ધ્યાન કરવાથી મન કાબુમાં રહે છે. મન નિયંત્રણમાં આવવાથી ચંદ્ર મજબૂત થવા લાગે છે.

શારીરિક-માનસિક શાંતિ
સવારે વહેલા ઉઠી ઘાસ પર ચાલવાથી શરીર અને મનને શાંતિ મળે છે. ઘાસ પરના ઝાકળના બિંદુ ચંદ્રનુ પ્રતિક ગણાય છે. તેનાથી ચંદ્રની અનુકૂળ ઉર્જામાં વધારો થાય છે. મનનો કારક ચંદ્ર આપણે જે પણ જમીએ છીએ તેનો સીધો અસર આપણા શરીર પર પાડે છે. જ્યારે શરીર તંદુરસ્ત રહે છે તો મન પણ સ્વસ્થ રહે છે. જો કે મનનો કારક ચંદ્ર છે, પરિણામે ખાનપાનની અસર ચંદ્ર પર પણ પડે છે. ચંદ્ર શીતળ ગ્રહ છે, માટે આપણે એવા પદાર્થોનુ ગ્રહણ કરવુ જોઈએ જે ઠંડા અને સુપાચ્ય હોય.

ઉપરોક્ત ઉપાયો 40 દિવસ સુધી કરવા
ચંદ્રને બળવાન કરવા માટે જણાવેલા ઉપર પ્રમાણેના ઉપાયો 'સુપરમૂન'ના દિવસથી નિયમિત 40 દિવસ સુધી કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.

lok-sabha-home

English summary
An astrologer, not an astronomer, coined the term supermoon, and it has come into wide usage only recently. It’s an example of modern folklore, largely accepted and spread by a now-global community, via word of mouth and the Internet

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+9345354
CONG+38790
OTH98998

Arunachal Pradesh

PartyLWT
BJP32831
JDU178
OTH4711

Sikkim

PartyLWT
SKM01717
SDF11415
OTH000

Odisha

PartyLWT
BJD9517112
BJP22123
OTH10111

Andhra Pradesh

PartyLWT
YSRCP0150150
TDP02424
OTH011

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more