For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surya Grahan 2023 : 10 એપ્રિલે થશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, ત્રણ રાશિની ખોલશે કિસ્મત

Surya Grahan 2023 : સૂર્ય ગ્રહણના સમયે સૂર્ય મેષ રાશિમાં રહેશે અને તેનો પ્રભાવ તમામ રાશિ પર પડશે. આ સૂર્યગ્રહણ 10 એપ્રિલના રોજ સવારે 07 કલાક અને 5 મીનિટે શરૂ થઇને બપોરે 12 કલાક અને 29 મીનિટે સમાપ્ત થશે.

|
Google Oneindia Gujarati News

Surya Grahan 2023 : સૂર્યગ્રહણ ત્યારે થાય છે, જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, સૂર્યના દ્રશ્યને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે અવરોધે છે. આગામી ગ્રહણ એ આંશિક સૂર્યગ્રહણ છે. જેનો અર્થ છે કે, ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, તેમ છતાં તેઓ એક સીધી રેખામાં સંપૂર્ણ રીતે સંરેખિત નથી અને ચંદ્ર માત્ર સૂર્યના દ્રશ્યને આંશિક રીતે અવરોધે છે. જ્યારે ગ્રહણ ખગોળશાસ્ત્રની દુનિયામાં અભિન્ન ભૂમિકા ભજવે છે, તે જ્યોતિષશાસ્ત્ર પર પણ નોંધપાત્ર અસર કરી શકે છે. વર્ષનું પહેલા સૂર્યગ્રહણ 10 એપ્રિલ, 2023ના રોજ થવાનું છે

સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં

સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યું હતું કે, તમારી રાશિ પ્રમાણે, આ સૂર્યગ્રહણ તમારામાંના દરેકને અસર કરી શકે તેવી કેટલીક રીતો અહીં છે. આ વખતે સૂર્યગ્રહણ ખગ્રાસ છે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેની અસર તમામ રાશિઓ પર પડશે.

ત્રણ રાશિઓ માટે સફળ રહેશે સૂર્યગ્રહણ

ત્રણ રાશિઓ માટે સફળ રહેશે સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક રાશિઓ પર તેની હાનિકારક અસર પડશે અને કેટલીક પર તેનીસકારાત્મક અસર પડશે. સૂર્યગ્રહણની અસર ત્રણ રાશિઓ માટે સફળ રહેશે.

વૃષભ રાશિ પર સૂર્ય ગોચરની અસર

વૃષભ રાશિ પર સૂર્ય ગોચરની અસર

સૂર્યગ્રહણ વૃષભ રાશિના લોકો માટે શુભ અસર લાવશે. વૃષભ રાશિના લોકો માટે સૂર્યગ્રહણની સકારાત્મક અસર જોવા મળશે. આ સાથે,પગારમાં વધારો થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં પ્રમોશનની પણ સંભાવના છે.

મિથુન રાશિ પર સૂર્ય ગોચરની અસર

મિથુન રાશિ પર સૂર્ય ગોચરની અસર

સૂર્યગ્રહણ મિથુન રાશિના લોકો માટે સકારાત્મકતા લાવશે. મિથુન રાશિના લોકોને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. જે લોકોનોપોતાનો વ્યવસાય છે તેમના વ્યવસાયમાં વૃદ્ધિની સંભાવના છે.

ધન રાશિ પર સૂર્ય ગોચરની અસર

ધન રાશિ પર સૂર્ય ગોચરની અસર

જો ધન રાશિના લોકો વિશે વાત કરીએ તો આ સૂર્યગ્રહણ તેમના માટે સૌભાગ્ય લાવશે. ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. વેપારમાં લાભનીનવી તકો મળી શકે છે. તેની સાથે વૈવાહિક અને પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે.

English summary
Surya Grahan 2023 : first solar eclipse of the year will take place on April 10
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X