Business Horoscope 2017: વૃષભ રાશિ મગજનો ઉપયોગ કરે
વૃષભ રાશિના જાતકોને ફેબ્રૂઆરીથી શનિની પનોતી શરૂ થાય છે, માટે વેપાર કે વેપારના સ્થાનમાં પરિવર્તન આવે એવી શક્યતા છે. વેપારમાં ભાગીદારી તૂટવાના સંકેતો છે. નવો વેપાર શરૂ કરવા માટે ક્યાંક દૂર જવું પડે એવી શક્યતા છે. વેપાર વૃદ્ધિ માટે નવેસરથી વિચાર-વિમર્શ કરવો પડે. મોટા પાયાની યોજનાઓમાં રોકાણ કરતાં પહેલા વડીલનું માર્ગદર્શન અવશ્ય લેવું.
એપ્રિલ મહિનાથી કાર્ય વિસ્તારની યોજનાઓ આકાર લેશે. કૉસ્મેટિક્સ, દવાઓ, લેડીઝ ગારમેન્ટ, જ્વેલરી વગેરેનો બિઝનેસ કરતા લોકોને લાભ થશે. વૃષભ રાશિવાળા જાતકો જો આ કાર્યોમાં રોકાણ કરશે તો પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં સફળ રહેશે. શેરમાં રોકાણ કરી પણ નફો કમાઇ શકો છો.
અનાજના વેપારીઓને નુકસાન થઇ શકે છે
આ વર્ષે વૃષભ રાશિવાળાઓ શનિ સાથે જોડાયેલા બિઝનેસથી બચે. ઑટોમોબાઇલ, લોખંડનો વેપાર, તેલ, અનાજનો બિઝનેસ કરતા લોકોને નુકસાન જાય એવી શક્યતા છે. ઉપરોક્ત વેપારમાં નવું કાર્ય આરંભ કરવા જતા લોકોને પણ ઇચ્છિત પરિણામ નહીં મળે. આવા વેપારમાં કરેલું રોકાણ પણ નુકસાન જ કરાવશે. આ વેપાર સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં પૈસા રોકવા પણ જોખમકારક છે.
- લાભઃ કૉસ્મેટિક, સુગંધિત વસ્તુઓ, જ્વેલરી, પ્રોપર્ટી
- નુકસાનઃ ઑટોમોબાઇલ, પેટ્રોલિયમ પદાર્થ, ખેતી, તેલ
- ઉપાયઃ મહાલક્ષ્મીની આરાધના કરવી. દરેક મહિનાના કોઇ પણ એક શુક્રવારે ગરીબ કન્યાઓને ખીર ખવડાવવી.