Navratri 2021: આજે મહાઅષ્ટમી, જાણો ક્યારે કરશો કન્યા પૂજન, શું છે નિયમ?
નવી દિલ્લીઃ આજે મહાઅષ્ટમી છે અને મંદિરોમાં સવારથી જ માના જયકારા ગુંજી રહ્યા છે. અષ્મીનો આરંભ કાલે રાતે 9 વાગીને 49 મિનિટથી થઈ ચૂક્યો છે કે જે આજે રાતે 8 વાગીને 9 મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ નવમી શરૂ થઈ જશે. આજે લોકોના ઘરોમાં ગૌરીની વિશેષ પૂજા-અર્ચના ચાલી રહી છે. આજે ઘણા બધા ઘરોમાં કન્યા પૂજન પણ કરવામાં આવી રહ્યુ છે. માનવામાં આવે છે કે કુમારી કન્યાઓમાં દુર્ગાનો વાસ હોય છે માટે લોકોના ઘરોમાં નવરાત્રિના દિવસોમાં કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે.
અમુક લોકો સપ્તમીએ કન્યા પૂજન કરે છે પરંતુ સામાન્ય રીતે કન્યા પૂજન અષ્ટમી અને નવમીના રોજ કરવામાં આવે છે. જેમના ઘરોમાં ઘટ સ્થાપન હોય છે તેમના માટે નિયમ છે કે તે હવન-પૂજન પહેલા જ કન્યાઓને ભોજન જમાડી દે કારણકે હવન બાદ માની વિદાય થઈ જાય છે માટે કન્યા પૂજનને હવન પહેલા જ કરવામાં આવે છે.
હલવો-પૂરી અને ચણા
કન્યાપૂજનમાં સામાન્ય રીતે હલવો-પૂરી અને ચણા બનાવવાનો રિવાજ છે. વળી, ક્યાંક-ક્યાંક કન્યા પૂજનમાં ખીર-પુરી ખવડાવવામાં આવે છે. અમુક લોકો દહીં-જલેબી પણ ખવડાવે છે. વળી, ક્યાંક-ક્યાંક આખુ ભોજન(દાળ-ભાત-શાક-રોટલી) કન્યાઓને ખવડાવવામાં આવે છે. આજે અષ્ટમીની રાત સુધી કન્યાપૂજન રાતે 8 વાગીને 9 મિનિટ પહેલા ગમે ત્યારે કરવામાં આવી શકે છે.
ભેટ આપવામાં આવે
કન્યાઓનુ પૂજન કરતા પહેલા બધાના પગ ધોવામાં આવે છે અને પછી તેમને તિલક કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને થાળી પિરસવામાં આવે છે અને બાદમાં તેમને ભેટમાં અમુક ગિફ્ટ આપવામાં આવે છે. કન્યાઓના રૂપમાં લોકો પોતાના ઘરોમાં મા દુર્ગાનુ એક રીતે સ્વાગત કરે છે અને એ બધાના પગ સ્પર્શીને આશીર્વાદ માંગે છે. કન્યાઓને ભોજન કરાવતી વખતે સાથે એક બાળકનુ પણ હોવુ અનિવાર્ય માનવામાં આવે છે કારણકે બાળકને બટુક ભૈરવનુ પ્રતીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે નવરાત્રિની પૂજા ત્યાં સુધી સફળ માનવામાં નથી આવતી જ્યાં સુધી કન્યાઓનુ પૂજન ન થાય. આના કારણે કન્યા પૂજન નવરાત્રિનુ અભિન્ન અંગ છે.