• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો ચાઈનીઝ "ફેંગસુઈ" અને ભારતીય "વાસ્તુશાસ્ત્ર" વચ્ચેનો તફાવત

By desk
|

કોઈપણ વિદ્યા, કલા અને પરંપરા કે વિચારશરણીનો ઉદ્ભભવ અને વિકાસ જે-તે વિસ્તારની પરિસ્થિતિ, ભોગોલિક પરિબળ તેમજ સામાજીક-આર્થિક સ્થિતીની દેન હોય છે. હા, તેનો ઉપયોગ અને ફેલાવો જે-તે ક્ષેત્રેમાં કયા કારણે થઈ રહયો છે-તે હંમેશા વિશ્લેષણ માંગીલે છે.

રાશિ મુજબ જાણો શું છે તમારા નેગેટિવ પોઇન્ટ?

ચીનના ધાર્મિક ગ્રથ 'ટાયો' પર આધારિત ફેંગશુઈ પ્રાચીન ચીની દાર્શનિકોનુ એક ચિંતન છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, કુદરતી શક્તિઓ માનવ જીવન અને ભૂખંડને કઈ રીતે અસર કરે છે. ફેંગ એટલે વાયુ અને સુઈ એટલે જળ. ફેંગસુઈ શબ્દમાં વાયુ તત્વ અને જળ તત્વનો સમન્વય છે. જેની મદદથી કુદરતી શક્તિ વડે ચી ને વધુ સરળ બનાવી શકાય છે. ચી ને ચીનની આત્મા કહે છે. માટે ચી ને સમજ્યા વિના ફેંગશુઈ વિદ્યાને સમજી શકાય નહિં.

ચીની વિદ્વાનો આ કુદરતી શક્તિઓને માનવ જીવનનશૈલી અને ભાગ્ય ઉપરાંત યિન અને યાંગ નામની બે ઉર્જાના પ્રવાહ સાથે જોડે છે. બે પ્રમુખ શક્તિઓ સમગ્ર સૃષ્ટિનુ સંચાલન કરી રહી છે. જેના દ્વારા યિન અને યાંગ આ બે શક્તિઓ આખી સૃષ્ટિ સંચાલન કરી રહી છે. આ બંનેના સમન્વય થી શક્તિનો સંચાર થાય છે. આ બંને યિન-યાંગ ના સકારાત્મક સંચારથી પ્રકૃતિ દ્નારા સૌભાગ્યવર્ધક ઉર્જા "ચી" નુ સર્જન થાય છે.

જાણો નવરાત્રીમાં કયા દિવસે કેવા રંગના વસ્ત્રો પહેરશો

ફેંગસુઈ અને ભારતીય વાસ્તુશાસ્ત્ર વચ્ચેનો સંબંધ:

  • ચીની ફેંગસુઈના મોટાભાગના બધા સિધ્ધાંતો ભારતીય વાસ્તુશાસ્ત્રને મળતા આવે છે. માત્ર બે સિધ્ધાંતો એવા છે જે એકબીજાથી વિપરીત છે.
  • ચીનમાં દક્ષિણ દિશાને શુભ માનવામાં આવે છે જયારે ભારતમાં આ દિશા અશુભ મનાય છે.
  • ચીનમાં અગ્નીકોણમાં જળ સંગ્રહ, ફુવારો, છોડવા વાવવા અને માછલી ઘર રાખવુ સુખદાયી મનાય છે.
  • જ્યારે ભારતમાં અગ્નિખુણામાં આ વસ્તુઓ મુકવી અહિતકારી મનાય છે.
  • ફેંગસુઈના આ બે સિધ્ધાંત ભારતીય વિચારોથી જુદા પડે છે. બને કે આવુ બંને દેશોના ભિન્ન-ભિન્ન જળવાયુને કારણે હોઈ શકે.
ગંગાજળ ભારત માટે અમૃત સમાન

ગંગાજળ ભારત માટે અમૃત સમાન

ભારતની ઉત્તરે હિમાલય છે, જેમાંથી પવિત્ર મહાનદી ગંગા વહે છે. ગંગાનુ જળ ભારત માટે અમૃત તુલ્ય અને વિશ્વ માટે અજાયબ છે. જેને શીવે ધારણ કરી છે. આ કારણથી ભારત માટે ઉત્તર દિશા શુભ છે. ભારતમાં પુર્વીય અને ઉત્તરીય હવાઓ વહે છે. જેને સુખદ અને અનુકુળ મનાય છે. આ કારણથી ભારતના મોટાભાગના ઘરોમાં બારી-દરવાજા પુર્વ અને ઉત્તર દિશામાં હોય છે.

ચીની જળવાયુ ભારતથી ભિન્ન

ચીની જળવાયુ ભારતથી ભિન્ન

ચીનમાં ઉત્તર દિશામાં મંગોલિયા પ્રદેશ છે. જ્યાથી પીળરંગની ધુળ અને તોફાન આવે છે. આ કારણથી ઉત્તર દિશામાં બારી-દરવાજા રખાતા નથી. ઉત્તરમાં બારી-દરવાજા રાખવાથી હાનિકારક ધૂળ અને માટી ઘરમાં પ્રવેશે છે. જ્યારે દક્ષિણ-પુર્વને શુભ મનાય છે કારણકે, દક્ષિણ-પુર્વમાંથી તેમને સ્વચ્છ વાયુ અને પ્રકાશ મળે છે.

ભૌગોલિક અને પર્યાવરણ તથા સાંસ્કૃતિક પરિસ્થિતિનુ પ્રતિનિધિત્વ

ભૌગોલિક અને પર્યાવરણ તથા સાંસ્કૃતિક પરિસ્થિતિનુ પ્રતિનિધિત્વ

ચીનની ફેગસુઈ હોય કે ભારતીય વાસ્તુશાસ્ત્ર બંને પોત-પોતાના ક્ષેત્રની પરિસ્થિતિઓનુ પ્રતિનિધિત્વ કરે છે. જેથી બંને વિદ્યાઓનો લોકજીવનમાં પ્રયોગ અને તેની અસર તેના મળૂક્ષેત્રને આધિન છે.

ઈતિહાસ સાક્ષી છે

ઈતિહાસ સાક્ષી છે

ઈતિહાસ ચકાસીએ તો જણાશે કે, સંસ્કૃતિનો આંતરાષ્ટ્રિય રીતે પ્રચાર-પ્રસાર થાય છે. એક સંસ્કૃતિનુ બીજી સંસ્કૃતિ પર આક્રમણ થાય છે. ચીનનો આંતરાષ્ટ્રિય પ્રચાર-પ્રસારની તેની સાબિતી આપે છે. જ્યાં સુધી વાત ફેંગસુઈ અને ભારતીય વાસ્તુશાસ્ત્રની હોય ત્યારે તેના બીજા ક્ષેત્રમાં પ્રસારને આજ દૅષ્ટિએ જોવુ જોઈએ.

English summary
Vastu is one of the most ancient sciences of architecture and is composed of specific rules, set down by sages of the Vedic times and Feng Shui is an ancient art of Chinese art who gives idea of living in harmony with environment to lead lives of happiness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more