• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chandra Grahan 2021: કારતક પૂનમ પર લાગશે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, જાણો શું થશે દરેક રાશિ પર અસર

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કારતક પૂનમ 19 નવેમ્બર, 2021ના રોજ શુક્રવારે ચંદ્રગ્રહણ થવાનુ છે. આ વર્ષ 2021નુ બીજુ અને અંતિમ ચંદ્રગ્રહણ છે. જો કો આ ગ્રહણ ભારતમાં કોઈ પણ સ્થળે દેખાશે નહિ પરંતુ બ્રહ્માંડમાં કોઈ ઘટના થઈ રહી હોય તો તેની અસર પૃથ્વીના દરેક ભાગમાં રહેતા મનુષ્યો, પ્રાણીઓ, પ્રકૃતિ અને પર્યાવરણ પર થાય છે. જાણો, આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણની તમારા પર શું અસર થશે. આ ગ્રહણ વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રના ચતુર્થ ચરણમાં પ્રારંભ થશે માટે વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં જન્મેલા લોકો માટે મુશ્કેલી વધી શકે છે.

ક્યાં દેખાશે અને કેટલા સમય માટે થશે ચંદ્રગ્રહણ

ક્યાં દેખાશે અને કેટલા સમય માટે થશે ચંદ્રગ્રહણ

આ ચંદ્રગ્રહણ પૂર્વ એશિયા, ઉત્તર યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરમાં દેખાશે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ 19 નવેમ્બર, 2021ના રોજ શુક્રવારે ભારતીય સમય અનુસાર સવારે 11.34 વાગે પ્રારંભ થશે અને સાંજે 5.33 વાગે પૂર્ણ થશે. ગ્રહણનો કુલ સમય 5 કલાક 39 મિનિટ રહેશે.

ગર્ભવતી મહિલાઓએ કેટલુ પાલન કરવુ

ગર્ભવતી મહિલાઓએ કેટલુ પાલન કરવુ

આ ગ્રહણ ભારતમાં દેખાવાનુ નથી માટે તેના સૂતક અને ગ્રહણ નિમિત્તે કરાતા અનુષ્ઠાન, સાવચેતીઓ વગેરેનુ પાલન કરવાની જરૂર રહેશે નહિ. આ ચંદ્રગ્રહણ દેખાવાનુ નથી પરંતુ તેમછતાં મહિલાઓએ આ અવધિમાં મુસાફરી કરવા, બહાર ફરવા વગેરેથી બચવુ જોઈએ. ગ્રહણ દરમિયાન કાપવા માટેની વસ્તુઓ જેવી કે ચપ્પુ, છરી, બ્લેડ અને સિલાઈ વગેરે કરવાનુ ટાળવુ જોઈએ.

કઈ રાશિ પર શું અસર થશે

કઈ રાશિ પર શું અસર થશે

મેષઃ કાર્યો અટકશે, રોગ હેરાન કરશે. આર્થિક નુકશાનની સંભાવના, સ્વજનોન સાથે વિવાદ.
વૃષભઃ દૂર્ઘટના-ઈજાની સંભાવના, આર્થિક હાનિ, વિવાદ, રોગ, યાત્રાઓ વગેરેથી કષ્ટની સંભાવના.
મિથુનઃ આરોગ્ય લાભ, પૈસાનુ આગમન, સ્ત્રી-મિત્રોથી લાભ સહયોગ, માનસિક શાંતિ.
કર્કઃ માનસિક અસ્થિરતા, કાર્યમાં અડચણ, પૈસાની તંગી, રોગ હેરાન કરશે, યાત્રામાં કષ્ટ.
સિંહઃ આર્થિક લાભ, પારિવારિક સુખ, પ્રમોશન, રોગ મુક્તિ, દેવા મુક્તિની સંભાવના છે.
કન્યાઃ રોગ હેરાન કરશે, આર્થિક રોકાણથી બચવુ, પરિવારમાં વિવાદિત સ્થિતિ બની શકે છે.
તુલાઃ અનપેક્ષિત ઘટના, જીવનસાથી સાથે મોટો વિવાદ, દાંપત્યમાં હાનિ, સંકટપૂર્ણ પરિસ્થિતિઓ.
વૃશ્ચિકઃ વિવાદમાં ફસાશો, રોકાણ કરવાનુ ટાળવુ, સંબંધોમાં છેતરપિંડી થઈ શકે છે. તબિયત ખરાબ થશે.
ધનઃ કાર્યમાં ઉલઝવા, વેપારમાં હાનિ, સંકટપૂર્ણ સમય, પરિવારવામાં વિવાદ, નોકરીમાં કષ્ટ.
મકરઃ આરોગ્ય લાભ, આર્થિક લાભ, પ્રેમ મળશે, પરિવારમાં સમ્માન વધશે, સંપત્તિ ખરીદશો.
કુંભઃ સંતાનને કષ્ટ, આર્થિક કમી, યાત્રાઓ કરવાનુ ટાળવુ, સંકટ ધીમે ધીમે ઓછુ થશે.
મીનઃ આર્થિક લાભ, દાંપત્યમાં પ્રેમ વધશે. પરિવારમાં સમ્માન મળશે. સંપત્તિ ખરીદવાના યોગ.

શું ઉપાય કરશો

શું ઉપાય કરશો

ખંડગ્રાસ ચંદ્રગ્રહણનો પ્રભાવ ત્રણ મહિના સુધી રહે છે. આ દરમિયાન જેના માટે આ ગ્રહણ ખરાબ છે તેમને અનેક પ્રકારના કષ્ટ આવી શકે છે પરંતુ જેમના માટે શુભ છે તેમણે પણ સુરક્ષા માટે ઉપાય કરતા રહેવુ જોઈએ. કષ્ટોથી બચવા અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે બધી રાશિના જાતકોએ ભગવાન શિવની આરાધના કરવી. રોજ શિવજીને જળ અને દૂધનો અભિષેક કરવો. મહામૃત્યુંજય મંત્રોનુ જાપ રોજ કરવુ. આ ચંદ્રગ્રહણ વર્ષનુ અંતિમ ચંદ્રગ્રહણ છે. ત્યારબાદ ખગ્રાસ સૂર્યગ્રહણ હશે જે માર્ગશીર્ષ અમાસ 4 ડિસેમ્બર 2021ના રોજ થશે. આ સૂર્યગ્રહણ પણ ભારતમાં ક્યાંય દેખાશે નહિ.

English summary
The last lunar eclipse or Chandra Grahan of the year is on the full moon day on November 19, 2021. Know effect on each zodiac sign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X